________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-પ
૨૫ ટીકાર્ચ - ‘શાસ્ત્રસંતોષાય રૂરિ.... પ્રધાનનારીત્વતિ | સામર્થયોગ શાસ્ત્રસદર્શિત ઉપાયવાળો છે. ત્યાં કોઈને પ્રશ્ન થાય કે સામર્થ્યયોગ પણ શું શાસ્ત્રયોગ સમાન જ છે ? તેથી કહે છે – સામાન્યથી સામર્થ્યયોગ શાસ્ત્રઅભિહિત ઉપાયવાળો છે; કેમ કે શાસ્ત્રમાં સામાન્યથી તેનું અભિયાન છે સામાન્યથી મોહના ઉચ્છેદનું અભિધાન છે. વળી તે સામર્થ્યયોગ તઅતિક્રાંતગોચર છે=શાસ્ત્રઅતિક્રાંત વિષયવાળો છે. કેમ શાસ્ત્રઅતિક્રાંત વિષયવાળો છે? એથી કહે છે – શક્તિના ઉકથી-શક્તિના પ્રાબલ્યથી થતો હોવાને કારણે, વિશેષથી શાસ્ત્રઅતિક્રાંત વિષયવાળો છે, પરંતુ સામાન્યથી શાસ્ત્રઅતિક્રાંતગોચર નથી; કેમ કે શાસ્ત્રનું સામાન્યથી ફલપર્યવસાનપણું છે. સામર્થ્ય નામનો આ યોગ, ઉત્તમ છે સર્વપ્રધાન છે; કેમ કે તભાવભાવિ છેઃઉત્તમભાવભાવિ છે.
અહીં પ્રશ્ન થાય કે ત્રણે યોગો ઉત્તમભાવભાવિ છે, તો સામર્થ્યયોગને જ ઉત્તમભાવભાવિ કેમ કહ્યો? તેથી કહે છે – અક્ષેપથી પ્રધાનફળનું કારણ હોવાથી ઉત્તમભાવભાવિ છે.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ માટે છે. પા ભાવાર્થ
સામર્થ્યયોગમાં સામાન્યથી કેવો યત્ન કરવો જોઈએ તેનો ઉપાય શાસ્ત્રમાં બતાવેલો છે; પરંતુ સામર્થ્યયોગમાં કેવા પ્રકારનો વિશેષ પ્રયત્ન કરવો જોઈએ, તે શાસ્ત્ર બતાવી શકતું નથી. તેમ છતાં શાસ્ત્રાનુસારી ક્રિયા કરતાં કરતાં શક્તિનું પ્રાબલ્ય પ્રગટ થાય છે ત્યારે સામર્થ્યયોગ આવે છે. તેથી વિશેષથી સામર્થ્યયોગ શાસ્ત્ર-અતિક્રાંત-વિષયવાળો છે.
અહીં પ્રશ્ન થાય કે સામાન્યથી શાસ્ત્ર-અતિક્રાંત-વિષયવાળો સામર્થ્યયોગ કેમ નથી ? તેથી કહે છે – શાસ્ત્રનું સામાન્યથી વીતરાગરૂપ ફળમાં પર્યવસાનપણું છે. આશય એ છે કે શાસ્ત્ર સર્વજ્ઞકથિત છે, અને સર્વજ્ઞ, શબ્દોથી જે કંઈ બતાવી શકાય તે સર્વ ગણધરોને બતાવે છે. તેથી ગણધરોને ઉત્કૃષ્ટ ચૌદપૂર્વનું જ્ઞાન હોય છે અને તે જ્ઞાન અનુસાર ગણધરો યોગમાર્ગમાં સર્વ શક્તિને ફોરવે તોપણ તેમની પ્રવૃત્તિ શાસ્ત્રયોગરૂપ બને છે, સામર્થ્યયોગરૂપ બનતી નથી. તેથી સામર્થ્યયોગમાં કેવી શક્તિ ફોરવવી જોઈએ તે શાસ્ત્ર બતાવી શકતું નથી; આમ છતાં શાસ્ત્રાનુસારી ક્રિયા કરતાં કરતાં શક્તિનું પ્રાબલ્ય પ્રગટ થાય તો સામર્થ્યયોગ આવે છે. તેથી એ નક્કી થાય કે સાધકને મોહના ઉચ્છેદ માટેની દિશાનું વિશેષથી જ્ઞાન શક્તિના પ્રાબલ્યથી થાય છે અને તે સાધક સામર્થ્યયોગમાં યત્ન કરી શકે છે. આમ સામર્થ્યયોગમાં જવા માટેની સાક્ષાત્ દિશા શાસ્ત્ર બતાવી શકતું નથી, માટે સામર્થ્યયોગ વિશેષથી શાસ્ત્રઅતિક્રાંતગોચર છે. આમ છતાં તે દિશામાં જવાનો ઉપાય સામાન્યથી તો શાસ્ત્ર બતાવ્યો છે, કેમ કે શાસ્ત્રોએ જુદી જુદી ભૂમિકા પ્રમાણે મોહના ઉચ્છેદ માટે કેવો કેવો પ્રયત્ન કરવો જોઈએ, તે બતાવેલ છે. તેથી અપુનબંધક, સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, સર્વવિરતિ, નિરતિચારચારિત્ર અને અસંગઅનુષ્ઠાન સુધીની અનેક ભૂમિકાઓ બતાવી છે, જેથી શાસ્ત્ર પ્રમાણે યત્ન