________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧
૧૩ કરીને સ્વયં કેવલજ્ઞાનરૂપ લક્ષ્મી પ્રાપ્ત કરી, માટે મહાપરાક્રમવાળા છે, તે “વીર’ શબ્દથી બતાવેલ છે; અને આ રીતે શ્લોકના પૂર્વાર્ધમાં અયોગ, યોગિગમ્ય, જિનોત્તમ અને વીર એ વિશેષણો દ્વારા ભગવાનના યથાભૂત ગુણોનું કીર્તન થાય છે, તેથી તે ભાવસ્તવ છે; કેમ કે વિદ્યમાન ભાવોથી સ્તુતિ કરવી તે ભાવસ્તવ કહેવાય; અને પ્રસ્તુતમાં ગ્રંથકારે ભગવાનમાં વર્તતા ગુણોનું કીર્તન કર્યું છે, તેથી તે ભાવસ્તવ છે. વળી આ ભાવસ્તવ પણ કોઈ મુનિ આદિનું નથી, પરંતુ ઇષ્ટદેવતાનું છે, કેમ કે ભગવાન ગુણના પ્રકર્ષરૂપ છે, માટે ઉપાસ્યરૂપે પોતાને ઇષ્ટ છે, અને ભગવાન પરમગતિને પામેલા છે માટે દેવતા છે. તેથી પોતાને ઇષ્ટ એવા દેવતા ભગવાન છે અને તેમનું આ સ્તવ છે, તેનો અર્થ શ્લોકમાં ‘નવા' થી ‘વીર' સુધીના કથનથી પ્રાપ્ત થાય છે.
અહીં વિશેષ એ છે કે જીવને પરમગતિરૂપ મોક્ષ ઇષ્ટ છે, અને ભગવાન પરમગતિરૂપ મોક્ષને પામેલા છે. તેથી તેમની સ્તુતિ કરવાથી પોતાને પરમગતિની પ્રાપ્તિમાં વિજ્ઞભૂત એવાં કર્મોના નાશમાં પરમ ઉપાયભૂત એવા યોગદૃષ્ટિસમુચ્ચય નામના ગ્રંથમાં આવતાં વિઘ્નો નાશ પામે, જેથી પોતે પ્રસ્તુત ગ્રંથની રચના સમ્પર્ક કરી શકે અને તેના દ્વારા પરંપરાએ પોતે પણ મોક્ષને પ્રાપ્ત કરે. માટે ગ્રંથકાર ઈષ્ટદેવતાનું સ્તવ કરે છે. ઉત્થાન :
પૂર્વમાં શ્લોકસૂત્રનો સમુદાયાર્થ બતાવતી વખતે કહેલ કે ‘નત્વી' થી ‘વીર' સુધીના કથન દ્વારા ઇષ્ટદેવતાસ્તવ શ્લોકમાં કહેલ છે, તેનો અવયવાર્થ પૂરો કર્યો. ત્યાર પછી કહેલ કે ‘વ’ થી ‘તષ્ટિમેવતા' કથન દ્વારા પ્રયોજનાદિ ત્રણને શ્લોકમાં બતાવેલ છે, તેના અવયવાર્થને હવે કહે છે – ટીકા :
'वक्ष्ये समासेन योगं तदृष्टिभेदतः' इत्यनेन तु प्रयोजनादित्रयमाह, कथमित्युच्यते 'वक्ष्ये' अभिधास्ये, 'योग' मित्रादिलक्षणं, 'समासेन' संक्षेपेण, विस्तरेण तु पूर्वाचायैरेवायमुक्तोऽप्युत्तराध्ययनयोगनिर्णयादिषु, 'तदृष्टिभेदतः' इति योगदृष्टिभेदेन, तदत्र समासतो योगाभिधानं कर्तुरनन्तरं प्रयोजनम्, परंपराप्रयोजनं तु निर्वाणमेव, शुद्धाशयतस्तथासत्त्वहितप्रवृतेः, अस्याश्चावन्ध्यनिर्वाणबीजत्वादिति । अभिधेयं योग एव । साध्यसाधनलक्षण: सम्बन्ध इति क्षुण्णोऽयं मार्गः । श्रोतृणां त्वनन्तरप्रयोजनं प्रकरणार्थपरिज्ञानं परंपराप्रयोजनं त्वमीषामपि निर्वाणमेव, प्रकरणार्थपरिज्ञानादौचित्येनाऽत्रैव प्रवृत्तेरस्याश्चाप्यवन्ध्यनिर्वाणबीजत्वादिति ।।१।। ટીકાર્ય :
વચ્ચે સમાન .... વીનત્વવિતિ | શ્લોકમાં “વફ્ટ સમાન યોri તવૃષ્ટિમેવત:' એ કથન દ્વારા પ્રયોજતાદિ ત્રણ ગ્રંથકારે કહ્યાં છે. કેવી રીતે કહ્યાં છે ? એથી કહે છે – “વફ્ટ'=હું કહીશ. યોગને મિત્રાદિ સ્વરૂપ યોગને, સંક્ષેપથી કહીશ. વળી, વિસ્તારથી પૂર્વાચાર્યો વડે જ આયોગ, ઉત્તરાધ્યયન, યોગનિર્ણય આદિ ગ્રંથોમાં કહેવાયેલો પણ છે.