________________
૧૫
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧-૨
વળી, કર્તા શુદ્ધ આશયપૂર્વક યોગ્ય જીવોને યોગમાર્ગનો બોધ કરાવવાના આશયથી પ્રસ્તુત ગ્રંથરચના કરે છે, તેથી યોગનું કથન કર્તાનું અનંતર પ્રયોજન છે; અને પરંપર પ્રયોજન મોક્ષ છે; કેમ કે યોગ્ય જીવોને બોધ કરાવવાના આશયથી, યોગ્ય જીવોને બોધ થાય તે રીતે કરાયેલી હિતની પ્રવૃત્તિ નક્કી મોક્ષનું કારણ છે. માટે ગ્રંથકારનું પ્રસ્તુત ગ્રંથરચનાનું પરંપર પ્રયોજન મોક્ષ છે; અને યોગ્ય શ્રોતા પણ પ્રસ્તુત ગ્રંથ સમ્યફ વિધિપૂર્વક ગ્રહણ કરે તો અવશ્ય યોગમાર્ગનો યથાર્થ બોધ કરી શકે. માટે યોગમાર્ગનો યથાર્થ બોધ કરવો એ શ્રોતાનું અનંતર પ્રયોજન છે; અને યોગમાર્ગનો બોધ કરીને ઔચિત્યપૂર્વક યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરવી અને તેના દ્વારા મોક્ષ મેળવવો એ શ્રોતાનું પણ પરંપર પ્રયોજન છે. તેથી જે શ્રોતા પ્રસ્તુત ગ્રંથને વિધિપૂર્વક ભણે અને ગ્રંથના યથાર્થ તાત્પર્યને જાણે તો અવશ્ય તેને યોગમાર્ગનો બોધ થાય, અને પોતાની ભૂમિકાનો વિચાર કરીને ઔચિત્યપૂર્વક યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે તો ઉત્તર-ઉત્તરના યોગની નિષ્પત્તિ દ્વારા અવશ્ય મોક્ષફળને પામે, એ પ્રકારનો ભાવ શ્રોતાના પરંપરા પ્રયોજનને બતાવવાથી સ્પષ્ટ થાય છે. IIII અવતરણિકા :
एवं सम्पादितेष्टदेवतास्तवः प्रयोजनाद्यभिधाय प्रकरणोपकारकं प्रासङ्गिकमभिधातुमाह - અવતરણિકાર્ય :
આ રીતે=પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે, સંપાદિત ઈષ્ટદેવતાના સ્તવવાળા ગ્રંથકાર, પ્રયોજતાદિ કહીને યોગદષ્ટિતા કથનરૂપ જે પ્રકરણ તેના ઉપકારક એવા પ્રાસંગિક કથનને કહેવા માટે કહે છે - ભાવાર્થ :
પૂર્વગાથામાં ગ્રંથકારે ઇષ્ટદેવતાની સ્તુતિનું સંપાદન કર્યું. ત્યાર પછી પ્રયોજનાદિનું કથન કર્યું. તે કર્યા પછી પ્રતિજ્ઞા પ્રમાણે યોગદૃષ્ટિનું કથન કરવું જોઈએ; પરંતુ ગ્રંથકારને સ્મરણ થયું કે યોગદૃષ્ટિ સાથે સંબંધિત એવા ઇચ્છાદિ યોગોનું કથન પ્રકરણને ઉપકારક છે, તેથી તેનું કથન કરવું આવશ્યક છે. માટે યોગદૃષ્ટિનું કથન કરતાં પૂર્વે યોગદૃષ્ટિના પ્રસંગથી સ્મરણ થયેલ એવા પ્રાસંગિક ઇચ્છાદિ યોગોને કહેવા માટે કહે છે – શ્લોક :
इहैवेच्छादियोगानां, स्वरूपमभिधीयते ।
योगिनामुपकाराय, व्यक्तं योगप्रसङ्गतः ।।२।। અન્વયાર્થ:
રૂદેવ અહીં જ=ગ્રંથના પ્રક્રમમાં જ=મિત્રાદિદષ્ટિઓના ભેદથી યોગનિરૂપણના પ્રક્રમમાં જ રૂછહિયોનાં ઈચ્છાદિયોગોનું સ્વરૂપસ્વરૂપ યોજના=યોગીઓના ૩પIRT =ઉપકાર માટે યોગપ્રતિ = યોગના પ્રસંગથી વ્યવર્ત=સ્પષ્ટ કમિથી કહેવાય છે. રા.