________________
૨૦
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૩-૪ છે, તેથી અજ્ઞાનીનો વિકલ યોગ ઇચ્છાયોગ છે; અને જ્ઞાનીનો પ્રસાદને કારણે થયેલો વિકલ યોગ ઇચ્છાયોગ છે.
અહીં કાલાદિમાં આદિ પદથી વિધિનાં અન્ય અંગોનો સંગ્રહ કરવાનો છે. તેથી જે અનુષ્ઠાન જે કાળમાં જે વિધિથી અને જે પ્રકારના ઉપયોગથી અર્થાત્ તચિત્ત, તફ્લેશ્યા, તમનથી કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે, તેવી રીતે કરે તેઓનું અનુષ્ઠાન શાસ્ત્રયોગ બને, અને શાસ્ત્રમાં કહેલા અંગોમાંથી કોઈપણ અંગથી વિકલ અનુષ્ઠાન કરે તેઓનું અનુષ્ઠાન ઇચ્છાયોગ બને.
ઇચ્છાયોગનો સમાસ એ છે કે ઇચ્છાપ્રધાનયોગ તે ઇચ્છાયોગ. તેથી કોઈને જિજ્ઞાસા થાય કે ઇચ્છાપ્રધાનયોગમાં ઇચ્છાપ્રધાનપણું શું છે ? તેથી કહ્યું કે ઇચ્છા છતાં તે પ્રકારના કાલાદિમાં પ્રવૃત્તિ નથી, એ બતાવે છે કે તેમના યોગમાં ઇચ્છાનું પ્રધાનપણું છે.
આશય એ છે કે જે જીવે યોગી પાસેથી સાંભળેલું છે કે આ યોગમાર્ગ, આ રીતે સમ્યક સેવવામાં આવે તો અવશ્ય સંસારનો અંત આવે. તે સાંભળીને સંસારના અંતના અર્થી એવા જીવો યોગમાર્ગને સેવવાની અભિલાષાવાળા થાય, અને જે રીતે તે યોગ સેવવાની વિધિ છે, તે રીતે સેવવાની તેમને ઇચ્છા થાય; આમ છતાં શાસ્ત્રને પ્રધાન કરીને શાસ્ત્રથી નિયંત્રિત અનુષ્ઠાનમાં તેઓ યત્ન કરી શકે તેટલું સંચિત વીર્ય નથી. તેથી અનુષ્ઠાનમાં પ્રમાદથી ત્રુટિઓ થાય છે, તોપણ તેઓ અનુષ્ઠાન કરે છે, તેનું કારણ તેમને અનુષ્ઠાન સેવવાની બળવાન ઇચ્છા છે. તેથી આવા યોગીઓની પ્રવૃત્તિમાં ઇચ્છા પ્રધાન છે.
સંવેગની તરતમતાથી, કર્તવ્ય એવા અનુષ્ઠાનની તરતમતાથી, બોધ અને યત્નની તરતમતાથી આ ઇચ્છાયોગની અનેક ભૂમિકાઓ છે. જ્યાં સુધી તીવ્ર સંવેગ, યથાર્થ બોધ અને અપ્રમાદભાવથી યત્ન ન પ્રગટે ત્યાં સુધીનું સર્વ અનુષ્ઠાન ઇચ્છાયોગરૂપ છે. આમ છતાં યોગમાર્ગની રુચિવાળા પ્રારંભિક ભૂમિકાના જીવોનું તે અનુષ્ઠાન પ્રારંભિક ભૂમિકાનું હોય છે, અને શાસ્ત્રયોગને પામવાની કંઈક નજીકની ભૂમિકાવાળા યોગીઓ પ્રમાદને કારણે ક્યાંક સ્કૂલના પામતા હોય તેઓનો ઇચ્છાયોગ શાસ્ત્રયોગની અતિ નજીકની ભૂમિકાનો છે. II3II અવતરણિકા :
शास्त्रयोगस्वरूपाभिधित्सयाह - અવતરણિતાર્થ - શાસ્ત્રયોગનું સ્વરૂપ કહેવાની ઇચ્છાથી કહે છે – શ્લોક :
शास्त्रयोगस्त्विह ज्ञेयो, यथाशक्त्यप्रमादिनः । श्राद्धस्य तीव्रबोधेन, वचसाऽविकलस्तथा ।।४।।