________________
૨૨
ભાવાર્થ
અહીં શાસ્ત્રયોગ શબ્દનો સમાસ ખોલતાં કહે છે, શાસ્ત્રપ્રધાન યોગ તે શાસ્ત્રયોગ અર્થાત્ શાસ્ત્રને મુખ્ય કરીને કરાતો વ્યાપાર તે શાસ્ત્રયોગ. તેથી કોઈ શિલ્પશાસ્ત્રનો જાણકાર જીવ શિલ્પશાસ્ત્રને અનુરૂપ ક્રિયામાં વ્યાપારવાળો હોય તો તેની ક્રિયા પણ શાસ્ત્રયોગ બને; પરંતુ તેને અહીં શાસ્ત્રયોગથી ગ્રહણ કરવી નથી. તે બતાવવા માટે કહે છે કે પ્રક્રમથી શાસ્ત્રને મુખ્ય કરીને કરાતો ધર્મવ્યાપાર જ શાસ્ત્રયોગરૂપે ગ્રહણ કરવાનો છે, અન્ય નહિ; અને અહીં પ્રક્રમ એ છે કે જે યોગની દૃષ્ટિઓ કહેવાનો પ્રારંભ કર્યો છે, તે યોગની દૃષ્ટિઓ ધર્મવ્યાપારરૂપ છે પરંતુ શિલ્પાદિવ્યાપાર ધર્મવ્યાપારરૂપ નથી. માટે જે ધર્મવ્યાપાર શાસ્ત્રપ્રધાન હોય તે શાસ્ત્રયોગ છે.
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૪
-
વળી આ શાસ્ત્રયોગ યથાશક્તિ અપ્રમાદીને હોય તેમ કહ્યું. તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવો શક્તિના પ્રકર્ષથી શાસ્ત્રવિધિ અનુસાર યત્ન કરતા હોય, પરંતુ શક્તિને ગોપવીને, અથવા શક્તિનું ઉલ્લંઘન કરીને વિચાર્યા વગર ઉપરના ધર્મવ્યાપારમાં પ્રયત્ન ન કરતા હોય, તેમનો તેવો ધર્મવ્યાપાર શાસ્ત્રયોગ છે. આમ કહેવાથી પ્રમાદને કારણે વિકલ ધર્મવ્યાપારવાળા ઇચ્છાયોગનો વ્યવચ્છેદ થાય છે. વળી કોઈ જીવો વિકથાદિ પ્રમાદવાળા ન હોય અને ધર્મઅનુષ્ઠાનમાં પ્રવૃત્ત હોય, આમ છતાં પોતાની પૂર્ણ શક્તિ ધર્મઅનુષ્ઠાનમાં ફોરવતા ન હોય, અથવા પોતાની શક્તિ ક૨તાં ઉપરની ભૂમિકાનું અનુષ્ઠાન કરવા યત્ન કરતા હોય, જેથી તે અનુષ્ઠાનથી સાધ્ય એવા ઉત્તમ ભાવને પ્રાપ્ત ન કરી શકતા હોય, તેવા જીવોનો ધર્મવ્યાપાર શાસ્ત્રયોગ બને નહિ, તેમના ધર્મઅનુષ્ઠાનના નિષેધ માટે યથાશક્તિ શબ્દ કહેલ છે. તેથી પૂર્ણ શક્તિથી અનુષ્ઠાન કરતા હોય અને અપ્રમાદી હોય તેમનું અનુષ્ઠાન શાસ્ત્રયોગ બને છે.
વળી આ શાસ્ત્રયોગ કરનાર સાધક શ્રદ્ધાવાળા હોય તેમ કહ્યું. તેનો અર્થ કર્યો કે તેવા પ્રકારના મોહના અપગમથી સંપ્રત્યયાત્મિકાદિ શ્રદ્ધાવાળા હોય. તેનાથી એ કહેવું છે કે શાસ્ત્રયોગવાળાને તીવ્ર શ્રદ્ધા હોય છે અને તે શ્રદ્ધા ઇચ્છાયોગવાળા કરતાં અનંતગુણી વિશુદ્ધ હોય છે. તેનું કારણ તેવા પ્રકારના મોહનીયકર્મનો અપગમ થયેલો છે, તેથી તેમને સંપ્રત્યય છે=સમ્યક્ પ્રતીતિ છે, કે ભગવાને આ ક્રિયા આ રીતે કરવાની કહી છે અને એ રીતે કરવાથી અવશ્ય રત્નત્રયીની પરિણતિની વૃદ્ધિ થશે અને તે રત્નત્રયીની પરિણતિથી સંસારનો ઉચ્છેદ થશે. આવી સંપ્રત્યયાત્મિકા શ્રદ્ધા શાસ્ત્રાનુસારી ક્રિયા નહિ કરનારા એવા સમ્યગ્દષ્ટિને હોતી નથી.
તે આ રીતે
ઓઘથી શ્રદ્ધાવાળા સમ્યગ્દષ્ટિને ઓઘથી ભગવાનના વચનમાં સ્થિર રુચિ હોય છે, અને તેમને બોધ હોય છે કે આ સંસારમાં જીવની સારી અવસ્થા મોક્ષમાં છે અને તેનો ઉપાય ભગવાને કહેલો યોગમાર્ગ છે. આથી ભગવાનનું વચન તેમને એકાંતે હિતકારી જણાય છે; આમ છતાં ધર્મઅનુષ્ઠાનો કઈ વિધિપૂર્વક સેવીને કેવા ભાવથી કરવાં જોઈએ કે જેથી રાગાદિના પ્રતિપક્ષભાવો ઉલ્લસિત થાય, તેનો સૂક્ષ્મબોધ જે