________________
૧૯
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૩
અહીં ઇચ્છાયોગનો અર્થ એ થાય કે ઇચ્છાપ્રધાનયોગ તે ઇચ્છાયોગ. તેથી પ્રશ્ન થાય કે ઇચ્છાયોગમાં
ઇચ્છાપ્રધાનત્વ શું છે ? તે સ્પષ્ટ કરવા માટે કહે છે –
આનું=ઇચ્છાયોગનું, ઇચ્છાપ્રધાનપણું તે પ્રકારના કાલાદિમાં અકરણપણાથી છે.
‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ માટે છે. ।।૩।।
ભાવાર્થ:
કોઈ જીવને કોઈ યોગીપુરુષ પાસેથી સંસારનું સ્વરૂપ જાણવા મળ્યું હોય અને સંસારના ઉચ્છેદનું કારણ યોગમાર્ગ છે તેમ સાંભળવા મળ્યું હોય, તેથી યોગી પાસેથી યોગમાર્ગને કહેનારાં આગમો જેણે સાંભળ્યાં હોય, તેવા જીવો શ્રુતઆગમવાળા છે. વળી આવા જીવોને નિર્વ્યાજ જ યોગમાર્ગને સેવવાની ઇચ્છા થાય અર્થાત્ કુલાચારથી નહિ કે વડીલોના કે મિત્રોના આગ્રહથી નહિ, પરંતુ ‘મારે આત્મહિત સાધવું છે,’ એ પ્રકારના સહજ પરિણામથી વિધિપૂર્વક યોગમાર્ગને સેવવાની ઇચ્છા થાય; અર્થાત્ ‘આ યોગમાર્ગ મારું હિત છે,’ તેવા પ્રકારનો દર્શનમોહનીયકર્મનો ક્ષયોપશમભાવ પ્રગટેલો હોય અને તેવા પ્રકારના ક્ષયોપશમથી યોગને કરવાની જેમને ઇચ્છા થાય, આવા જીવો શ્રુતઆગમવાળા છે અને યોગમાર્ગના સેવનને કરવાની ઇચ્છાવાળા છે.
વળી શ્રુતઆગમવાળા અને યોગમાર્ગને સેવવાની ઇચ્છાવાળા જીવોમાં પણ કેટલાક જીવો અજ્ઞાની છે= યોગમાર્ગને કહેનારાં આગમોને સાંભળેલ હોવા છતાં તેવા પ્રકારનો ક્ષયોપશમ જેઓને નથી અર્થાત્ જેઓને યોગમાર્ગમાં કેવી રીતે યત્ન કરવો જોઈએ કે જેથી મોક્ષને અનુકૂળ એવો યોગ આત્મામાં પ્રગટે, તેવો સ્પષ્ટ બોધ નથી, તેઓ અજ્ઞાની છે અને કેટલાક જ્ઞાની છે=શાસ્ત્રો સાંભળીને જે અનુષ્ઠાન પોતે કરવા ઇચ્છે છે, તે અનુષ્ઠાનના યથાર્થ અર્થને જેમણે જાણ્યો છે, તેથી પોતાના બોધ પ્રમાણે યત્ન કરે તો સમ્યગ્ અનુષ્ઠાન કરી શકે, તેવા જ્ઞાની છે; આવા જ્ઞાની પણ વિકથાદિ પાંચ પ્રમાદમાંથી કોઈપણ પ્રમાદને વશ થાય તો અનુષ્ઠાનનાં કાલાદિ સર્વ અંગોથી પરિપૂર્ણ ધર્મવ્યાપાર કરતા નથી, તેવા જીવોનો વંદનાદિવિષયક ધર્મવ્યાપાર એ ઇચ્છાયોગ છે.
અહીં વિશેષ એ છે કે જે જીવોને સંસારની નિર્ગુણતા જણાઈ છે અને તેથી તેના ઉપાયભૂત એવા યોગમાર્ગને યોગી પાસેથી સાંભળ્યો છે અને સાંભળવાને કારણે મારે યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરવી છે તેવી સહજ રુચિ પ્રગટ થઈ છે, તેવા જીવો યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરવાના અધિકારી છે. આવા અધિકારીમાં પણ કેટલાક પટુપ્રજ્ઞાવાળા હોય તો જે યોગમાર્ગની પ્રવૃત્તિ કરવા તેઓ ઇચ્છે છે, તેનાં સર્વ અંગોનો યથાર્થ બોધ શાસ્ત્રથી તેઓ કરી લે છે, તેઓ જ્ઞાની છે; અને કેટલાકનો તેવો ક્ષયોપશમ નહિ હોવાથી શાસ્ત્ર ભણે તોપણ તેવો ક્ષયોપશમ થતો નથી, તેથી તેઓ અજ્ઞાની છે. આ જ્ઞાની અને અજ્ઞાનીમાંથી ગમે તે જીવો પ્રમાદને કારણે ત્રુટિથી યોગ કરતા હોય તો તે યોગ ઇચ્છાયોગ છે. તેમાં જેઓ જ્ઞાની નથી, તેઓ તો પોતાના બોધ પ્રમાણે અપ્રમાદથી યત્ન કરતા હોય તોપણ બોધની ખામીને કારણે તેમનો યોગ વિકલ થાય