________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨-૩ ભાવાર્થ :
પૂર્વ ગાથામાં ગ્રંથકારે યોગદૃષ્ટિઓ કહેવાની પ્રતિજ્ઞા કરી અને તે પ્રતિજ્ઞા પ્રમાણે હવે પછી યોગદષ્ટિઓનું વર્ણન શરૂ કરવું જોઈએ; પરંતુ “મૃતસ્યોપેક્ષાનર્દવં પ્રસવં'=સ્મરણ થયેલાની ઉપેક્ષાનું અયોગ્યપણું એ પ્રસંગપણું છે, એ પ્રકારની પ્રસંગશાસ્ત્રની યુક્તિ છે. તેથી કોઈપણ કથન કરતાં વચમાં કોઈ પદાર્થનું સ્મરણ થાય, અને મૃત એવો તે પદાર્થ ઉપેક્ષા યોગ્ય ન હોય તો તેનું કથન કરવું જોઈએ. તેથી ગ્રંથકાર યોગદૃષ્ટિનું વર્ણન કરવા ગયા, ત્યાં તેની સાથે ઇચ્છાદિયોગોનો સંબંધ હોવાથી ગ્રંથકારને ઇચ્છાદિયોગોનું સ્મરણ થયું, અને ઇચ્છાદિયોગોનું વર્ણન પણ મિત્રાદિષ્ટિઓના બોધમાં ઉપકારક છે તેમ જણાવાથી તે ઉપેક્ષણીય નથી, તેમ જણાયું. તેથી મિત્રાદિદષ્ટિઓનો વિશેષ બોધ કરાવવા માટે ઉપકારી એવા ઇચ્છાદિયોગોનું સ્વરૂપ પ્રસંગ સંગતિથી અહીં ગ્રંથકાર કહે છે, અને તે પણ સ્વરૂપ સ્પષ્ટ બતાવે છે, જેથી ઇચ્છાદિયોગોનો યથાર્થ બોધ થાય, અને તે ત્રણે યોગો મિત્રાદિદષ્ટિઓ સાથે કઈ રીતે સંલગ્ન છે, તેનો બોધ થાય, અને તેથી મિત્રાદિદષ્ટિઓના વિશેષ બોધમાં ઇચ્છાદિયોગોના સ્વરૂપનો બોધ ઉપકારક બને.
અહીં ગ્રંથકારે યોગીઓના ઉપકાર માટે ઇચ્છાદિયોગોના સ્વરૂપના કથનની પ્રતિજ્ઞા કરી, અને સામાન્યથી વિચારતાં યોગી શબ્દથી જેનામાં યોગ નિષ્પન્ન થયો હોય તેનું ગ્રહણ થાય. તેથી ટીકામાં ખુલાસો કર્યો કે યોગથી નિષ્પન્ન થઈ ચૂકેલા એવા નિષ્પન્નયોગવાળાઓના ઉપકાર માટે ગ્રંથરચના કરાયેલ નથી, કારણ કે નિષ્પયોગવાળાઓને આ ગ્રંથથી બોધ કરાવવાનું કોઈ પ્રયોજન નથી; પરંતુ જે યોગીઓ હજુ નિષ્પન્નયોગવાળા નથી થયા અને યોગ નિષ્પન્ન કરવા માટે પ્રવૃત્ત થયા છે, તેવા પ્રવૃત્તચયોગીઓ; અને યોગમાં પ્રવૃત્ત નથી થયા, પરંતુ યોગમાં પ્રવૃત્ત થઈ શકે તેવી લાયકાતવાળા છે, તેવા કુલયોગીઓ; તેઓના ઉપકાર માટે આ ગ્રંથરચના કરાયેલ છે. તાત્પર્ય એ છે કે જેઓ યોગ નિષ્પન્ન કરવાના અર્થી છે, તેઓ પણ યોગી શબ્દથી વાચ્ય છે, અને તેઓના ઉપકાર માટે આ ગ્રંથની રચના છે; જેથી તેઓને પ્રસ્તુત ગ્રંથથી યોગના તાત્પર્યનો બોધ થાય, અને સમ્યગુ બોધ થવાના કારણે તેઓ યોગમાર્ગમાં સમ્યમ્ પ્રવૃત્તિ કરી શકે. વળી જે લોકો યોગ નિષ્પન્ન કરવાના અર્થી છે, એટલું જ નહિ, પરંતુ યોગમાર્ગમાં પ્રવૃત્ત પણ છે, તેઓ પણ પ્રસ્તુત ગ્રંથથી યોગમાર્ગનો બોધ કરીને વિશેષ રીતે યોગમાં પ્રવૃત્ત થઈ શકે; તેમના પણ ઉપકાર માટે આ ગ્રંથની રચના કરેલ છે. શા અવતરણિકા -
इच्छायोगस्वरूपप्रतिपादनायाह - અવતરણિતાર્થ - ઈચ્છાયોગનું સ્વરૂપ સમજાવવા માટે કહે છે – શ્લોક :
कर्तुमिच्छोः श्रुतार्थस्य, ज्ञानिनोऽपि प्रमादतः । विकलो धर्मयोगो य:, स इच्छायोग उच्यते ।।३।।