________________
૧૬
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૨
શ્લોકાર્ય :
મિત્રાદિદેષ્ટિઓના ભેદથી યોગનિરૂપણના પ્રક્રમમાં જ ઈચ્છાદિયોગોનું સ્વરૂપ, યોગીઓના ઉપકાર માટે, યોગના પ્રસંગથી સ્પષ્ટ કહેવાય છે. રાાં ટીકા -
'इहैव' इति प्रक्रमे, किमित्याह 'इच्छादियोगानां' इति इच्छायोगशास्त्रयोगसामर्थ्ययोगानाम् किमत आह, ‘स्वरूपमभिधीयते' इति स्वलक्षणमुच्यते, किमर्थमेतदित्याह योगिनामुपकाराय' इति, योगिनोऽत्र कुलयोगिनः प्रवृत्तचक्रा गृह्यन्ते वक्ष्यमाणलक्षणाः, न निष्पन्नयोगा एव, तेषामत उपकाराभावात्, तदितरेषामेवोपकारार्थम्, उपकारश्चातो योगहृदयावबोधः, कथमभिधीयत इत्याह 'व्यक्तं' स्पष्टं, न चाप्रस्तुतमप्येतदित्याह ‘योगप्रसङ्गत' इति, मित्रादियोगप्रसङ्गेन प्रसङ्गाख्यतन्त्रयुक्त्याक्षिप्तમિચર્થ પારા. ટીકાર્ય :
‘દેવ' કૃતિ .... પ્રસધ્યતત્રપુજ્યfક્ષમિત્વર્થ ! અહીં જ=પ્રક્રમમાં=મિત્રાદિદષ્ટિઓના ભેદથી યોગનિરૂપણના પ્રક્રમમાં, ઈચ્છાદિયોગોનું= ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગનું સ્વરૂપ કહેવાય છે=સ્વલક્ષણ કહેવાય છે. શા માટે આ=ઈચ્છાદિયોગોનું સ્વરૂપ, કહેવાય છે ? એથી કહે છે - યોગીઓના ઉપકાર માટે. અહીં=યોગીઓના ઉપકાર માટે કહ્યું એમાં, યોગીઓ=આગળ કહેવાશે એવા લક્ષણવાળા કુલયોગીઓ અને પ્રવૃત્તચક્રયોગીઓ ગ્રહણ કરાય છે, નિષ્પવયોગવાળા જ ગ્રહણ કરાતા નથી; કેમ કે તેઓને=નિષ્પન્નયોગવાળાને, આનાથી=પ્રસ્તુત ગ્રંથથી, ઉપકારનો અભાવ છે. તે કારણથી–નિષ્પન્નયોગવાળાને ઉપકાર નથી થતો તે કારણથી, ઈતરના જગનિષ્પન્નયોગથી ઈતર એવા કુલયોગી અને પ્રવૃત્તચક્રોગીઓના જ, ઉપકાર માટે પ્રસ્તુત ગ્રંથ કરાય છે; અને આનાથી=પ્રસ્તુત ગ્રંથથી, યોગતા તાત્પર્યતો અવબોધ એ ઉપકાર છે.
કેવી રીતે ઇચ્છાયોગાદિનું સ્વરૂપ કહેવાય છે? એથી કહે છે – વ્યક્ત અર્થાત્ સ્પષ્ટ ઈચ્છાદિયોગોનું સ્વરૂપ કહેવાય છે, એમ સંબંધ છે.
અહીં પ્રશ્ન થાય કે પૂર્વગાથામાં યોગદૃષ્ટિના કથનની પ્રતિજ્ઞા કરેલ, તેથી ઇચ્છાદિયોગોના સ્વરૂપનું કથન અપ્રસ્તુત છે. એથી કહે છે –
અને આ અપ્રસ્તુત પણ નથી. એથી શ્લોકમાં કહે છે – યોગના પ્રસંગથી મિત્રાદિયોગના પ્રસંગથી, ઈચ્છાદિયોગોનું સ્વરૂપ કહેવાય છે. તેમાં પ્રસંગથીનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે – પ્રસંગ તામતી તંત્રયુક્તિથી આક્ષિપ્ત એવા ઇચ્છાદિયોગોનું સ્વરૂપ કહેવાય છે, એમ અવય છે. રા