________________
૧૧
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧
આ રીતે નમસ્કાર કરતાં ગ્રંથકારને ભગવાનની તીર્થસ્થાપનાની અવસ્થા અને સર્વકર્મરહિત અવસ્થા ઉપસ્થિત થાય છે, અને તેનાથી એ ઉપસ્થિત કરવું છે કે ભગવાને તીર્થની સ્થાપના કરીને જગત ઉપર પરમ ઉપકાર કર્યો છે, માટે તે અવસ્થાને હું નમસ્કાર કરું છું; અને ભગવાને જે કાંઈ સાધવા જેવું હતું તે સાધીને સિદ્ધઅવસ્થાને પામ્યા, તે અવસ્થાને હું નમસ્કાર કરું છું; અને આ ઉપસ્થિતિ દ્વારા પોતાનામાં તેવી અવસ્થા પ્રગટ કરવાનું સામર્થ્ય પ્રગટે તેવો ગ્રંથકારનો આશય છે.
પૂર્વમાં, જિનોત્તમ શબ્દથી ભગવાનની તીર્થસ્થાપના કરતી કર્મકાયઅવસ્થા બતાવી, અને પછી અયોગ વિશેષણથી ભગવાનની સર્વકર્મરહિત તત્ત્વકાયઅવસ્થા બતાવી. આ બે અવસ્થાઓ જગતમાં જીવની સર્વોત્તમ અવસ્થાઓ છે, એવું અયોગીઓ સમજી શકે નહિ. તેથી તે બતાવવા માટે કહે છે, આ બન્ને અવસ્થાઓ લોકોત્તમ છે, આથી જ યોગિગમ્ય છે.
આશય એ છે કે અયોગીઓ આત્માની વાસ્તવિક અવસ્થાનો વિચાર કરી શકતા નથી. તેઓ બાહ્ય સમૃદ્ધિવાળી જીવની અવસ્થા શ્રેષ્ઠ છે, તેમ જુએ છે. તેથી સાક્ષાત્ ભગવાનને જુએ તોપણ ભગવાનની બાહ્ય સમૃદ્ધિ જોઈને આ પુરુષ ઉત્તમ છે તેમ માની શકે, પરંતુ ભગવાનની વીતરાગતા, પરમ ઉપકારકતા આદિ ભાવોને સમજી શકે નહિ; અને અયોગીને સિદ્ધઅવસ્થા કેવી ઉત્તમ છે તેની ગંધમાત્ર પણ આવતી નથી, જ્યારે યોગીઓ આત્માની સુંદર અવસ્થાને સમજી શકે છે. તેથી ભગવાનના અંતરંગભાવો જોઈને ભગવાન પ્રત્યે આવર્જિત હોય છે, અને ભગવાનનો યોગમાર્ગ વીતરાગ થવાનું કારણ કઈ રીતે છે, તે જોઈને ભગવાનની લોકોત્તમ ઉપકારકતા જોઈ શકે છે. વળી ભગવાન સાધના કરીને સિદ્ધઅવસ્થાને પામ્યા, તે ભગવાનની અવસ્થાને પણ યોગીઓ સમજી શકે છે. જેમ ભમરા પુષ્પની ગંધથી આવર્જિત થઈને સુગંધી પુષ્પો પાસે ફરે છે, તેમ યોગીઓ વીર ભગવાનની આ બન્ને અવસ્થાઓ સમજીને સતત વીર ભગવાન પ્રત્યે આવર્જિત રહે છે.
અહીં યોગી શબ્દથી શ્રુતજિનાદિ ગ્રહણ કર્યા, ત્યાં આદિ પદથી અવધિજિનાદિ ગ્રહણ કરવાના છે, અને ઉપલક્ષણથી સમ્યગ્દષ્ટિ અને દેશવિરતિધર આદિને ગ્રહણ કરવાના છે. આથી ટીકાકારે કહ્યું કે યોગિગમ્ય વિશેષણથી અયોગી એવા મિથ્યાષ્ટિ વડે ભગવાન ગમ્ય નથી. કેમ ગમ્ય નથી ? તેમાં યુક્તિ આપતાં કહ્યું કે ભગવાનના સ્વરૂપની જિજ્ઞાસા પણ ચરમયથાપ્રવૃત્તકરણભાવિ છે, અન્ય કાળમાં ભગવાનના સ્વરૂપની જિજ્ઞાસા પણ થતી નથી. આનાથી એ પ્રાપ્ત થાય કે યોગની પહેલી ચાર દૃષ્ટિઓ જે ચરમયથાપ્રવૃત્તકરણભાવિ છે, તે ચાર દૃષ્ટિમાં પરમાત્માના સ્વરૂપની જિજ્ઞાસા પ્રગટે છે, પરંતુ હજી પણ પરમાત્માનું સ્વરૂપ તેઓ સમજી શક્યા નથી, અને જીવ સમ્યત્વ પામે છે ત્યારે પરમાત્માની કર્મકાય અવસ્થા અને તત્ત્વકાયઅવસ્થા પારમાર્થિક રીતે સમજી શકે છે.
વસ્તુતઃ સામાન્ય બોધ થાય તો તેને વિશેષ જાણવાની જિજ્ઞાસા પ્રગટે છે. તેમ પહેલી ચાર યોગદષ્ટિમાં જીવને કંઈક બોધ થાય છે, જે બોધ પરમાત્માના વાસ્તવિક સ્વરૂપને જાણવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરે છે. ત્યાર પછી જીવ સમ્યત્વ પામે છે, ત્યારે વીતરાગને વીતરાગરૂપે સમજી શકે છે અને સિદ્ધઅવસ્થાને જીવની સારભૂત અવસ્થારૂપે સમજી શકે છે, જેથી સિદ્ધાવસ્થાના ઉપાયભૂત સર્વજ્ઞના વચન પ્રત્યે તેને