________________
૧૦
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧ અહીં પ્રશ્ન થાય કે ભગવાન, અયોગી એવા મિથ્યાષ્ટિથી ગમ્ય કેમ નથી ? એથી કહે છે – આવી=ભગવાનની કર્મકાયઅવસ્થાની કે તત્ત્વકાયઅવસ્થાની, જિજ્ઞાસાનું પણ ચરમયથાપ્રવૃત્તકરણભાવિપણું હોવાથી અચદા=ચરમયથાપ્રવૃતકરણ સિવાયના કાળમાં, તેની અનુપપત્તિ છે=ભગવાનની તત્ત્વકાયઅવસ્થાની જાણવાની જિજ્ઞાસાની અનુપપત્તિ છે.
ત્તિ' શબ્દ ભગવાનના વિશેષણોના કથનની સમાપ્તિ અર્થક છે. ભાવાર્થ :
અવયવાર્થનું વર્ણન કરતાં પ્રથમ “ઇચ્છાયોગથી વીરને નમસ્કાર કરીને,” એટલા અવયવન અર્થ સ્પષ્ટ કર્યો. હવે તે વીરનાં ત્રણ વિશેષણ શ્લોકમાં છે : જિનોત્તમ, અયોગ અને યોગિગમ્ય. તે ત્રણેનો અર્થ સ્પષ્ટ કરતાં કહે છે – ત્યાં જિનોત્તમ શબ્દનો અર્થ બતાવતાં પહેલાં જિન શબ્દની વ્યુત્પત્તિ બતાવી કે રાગાદિ જીતવા માટે યત્ન કરતા હોય તેવા વિશિષ્ટ કૃતધરો, અવધિજ્ઞાની અને મન:પર્યાયજ્ઞાની, અને રાગાદિ જીતી લીધા હોય તેવા કેવલજ્ઞાની હોય તે જિન કહેવાય છે, અને તે વિશિષ્ટ કૃતથી સાડા નવ પૂર્વથી અધિક શ્રતધરને ગ્રહણ કરવાના છે; અને તે સિવાય અવધિજિન જે ગ્રહણ કરવાના છે, તેમાં બધા અવધિજ્ઞાની નહિ, પણ જેઓ રાગાદિને જીતવા માટે વિશિષ્ટ પ્રયત્ન કરી રહ્યા છે અને તેના કારણે અવધિજ્ઞાન પ્રગટેલું છે, તેવા અવધિજિનને ગ્રહણ કરવાના છે. આ શ્રુતજિન, અવધિજિન, મન:પર્યાયજિન અને કેવલીજિન - આ ચારે જિનો છે, તે બધામાં ભગવાન ઉત્તમ જિન છે; કેમ કે કેવલી હોવાથી પ્રથમના ત્રણથી ઉત્તમ છે અને તીર્થંકર હોવાથી કેવલીથી પણ ઉત્તમ છે. માટે ભગવાનને જિનોત્તમ શબ્દથી બતાવેલ છે અને તે જિનોત્તમ શબ્દ દ્વારા ભગવાનની કર્મકાયઅવસ્થાને ગ્રંથકારે કહેલ છે. તે કર્મકાયઅવસ્થા તીર્થંકર નામકર્મના વિપાકરૂપે, તીર્થની સ્થાપના કરવારૂપ અવસ્થા ગ્રહણ કરવાની છે. તેથી “જિનોત્તમ' શબ્દથી ગ્રંથકારે, ભગવાન કેવલજ્ઞાન પામ્યા પછી જગતને ઉપકારક એવા તીર્થની સ્થાપના કરી રહ્યા છે તેવા વીર ભગવાનને ઇચ્છાયોગથી નમસ્કાર કરેલ છે; અને આ કર્મકાયઅવસ્થા કેવી છે, તે બતાવતાં કહે છે – ભગવાનનું તેવા પ્રકારનું ભવ્યત્વ છે કે જેથી આક્ષિપ્ત થયેલું એવું વરબોધિ ભગવાનને પ્રાપ્ત થયું, તે વરબોધિનો લાભ હોવાથી ભગવાનને જગતના જીવોને તારવાનો અભિલાષ ઉત્પન્ન થયો અને તેનાથી અનુત્તર કોટીના પુણ્યસ્વરૂપ તીર્થંકરનામકર્મ બાંધ્યું, જેના વિપાકથી પ્રાપ્ત થયેલા ફળરૂપ, શ્રેષ્ઠ કોટિના પરાર્થને કરનારી આ ભગવાનની કર્મકાયઅવસ્થા છે.
આ રીતે ગ્રંથકારે જિનોત્તમ વિશેષણ દ્વારા ભગવાનને કર્મકાયઅવસ્થારૂપે ઉપસ્થિત કરીને ઇચ્છાયોગથી નમસ્કાર કરેલ છે. વળી ભગવાનની એકલી કર્મકાયઅવસ્થાના નમસ્કારથી સંતોષ નહિ થવાથી ભગવાનની તત્ત્વકાયઅવસ્થાને પણ ઉપસ્થિત કરવા માટે ગ્રંથકારે ભગવાનને અયોગ વિશેષણ આપ્યું, જેનાથી એ બતાવ્યું કે મન, વચન, કાયાની પ્રવૃત્તિ તે યોગ છે અને ભગવાન સર્વથા યોગ વગરના છે. આ વિશેષણ દ્વારા ગ્રંથકારે, શૈલેષીઅવસ્થાની ઉત્તરકાલભાવિ અને સર્વ કર્મથી રહિત, તથાભવ્યત્વના પરિક્ષયથી થયેલ પરમજ્ઞાન અને પરમસુખરૂપ, સર્વકાર્ય થઈ ગયેલાં હોવાથી નિષ્ઠિત અર્થવાળી, અને સર્વ સાધનાના પરમફળરૂપ, ભગવાનની તત્ત્વકાયઅવસ્થાને સ્મરણ કરેલ છે.