________________
૧૨
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૧
સ્થિર રુચિ પ્રગટે છે. આથી સમ્યગ્દષ્ટિ જીવો ચારિત્રાચારની ક્રિયામાં પણ વીતરાગતાની નિષ્પત્તિને અનુકૂળ એવા સૂક્ષ્મભાવોને જોઈને ચારિત્રની રુચિવાળા થાય છે. વળી સ્થૂલ બોધવાળા એવા અપુનબંધકાદિ જીવોને વીતરાગતાનો કંઈક બોધ હોવા સાથે વિશેષ જાણવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરે તેટલો બોધ છે, અને અન્ય સંસારી જીવોને વીતરાગતાનો લેશ પણ બોધ નથી. માટે ચ૨મયથાપ્રવૃત્તકરણ સિવાયના અયોગી એવા મિથ્યાદષ્ટિ જીવોથી ભગવાનની આ બન્ને અવસ્થા લેશ પણ સમજી શકાતી નથી.
ટીકા ઃ
वीरं इति चान्वर्थसंज्ञेयं, महावीर्यराजनात्तपः कर्मविदारणेन कषायादिशत्रुजयात्केवल श्रीस्वयंग्रहणेन विक्रान्तो वीरः, तम् । इत्थमनेन यथाभूतान्याऽसाधारणगुणोत्कीर्तनरूपत्वाद् भावस्तवस्येष्टदेवतास्तवमाहेति, इष्टत्वं च गुणतो गुणप्रकर्षरूपत्वाद् भगवतः, देवतात्वं च परमगत्यवाप्त्येति ।
ટીકાર્ય :
वीरं इति . પરમાત્યવાÊતિ । શ્લોકમાં વીરને નમસ્કાર કરેલ છે, તે ‘વીર’ શબ્દ વર્ધમાનસ્વામીનો વાચક હોવા છતાં આ અત્વર્થ સંજ્ઞા છે અર્થાત્ વ્યુત્પત્તિ અર્થથી પ્રાપ્ત એવા અર્થને બતાવનાર ‘વીર’ શબ્દ છે, અને તે વ્યુત્પત્તિ અર્થ બતાવે છે
-
મહાવીર્યથી શોભતા હોવાને કારણે તપ દ્વારા કર્મના વિદારણથી કષાયાદિ શત્રુઓનો જય થવાને કારણે કેવલજ્ઞાનરૂપી લક્ષ્મીને સ્વયં ગ્રહણ કરવા વડે જે વિક્રાંત છે=વિક્રમવાળા છે, તે વીર છે. તેમને નમસ્કાર કરીને, એ પ્રકારે ‘નહ્વા’ સાથે સંબંધ છે. આ રીતે=પૂર્વમાં નિનોત્તમ, ગોળ, યોગિમ્યું અને વીર એ ચાર વિશેષણોનો અર્થ કર્યો એ રીતે, આના દ્વારા=‘નત્વા' થી માંડીને વીર સુધીના કથન દ્વારા, યથાભૂત અન્ય અસાધારણ ગુણનું કીર્તનરૂપપણું હોવાથી ભાવસ્તવને ઇષ્ટદેવતાસ્તવ કહે છે.
‘રૂતિ’ શબ્દ શ્લોકના પૂર્વાર્ધથી ઇષ્ટદેવતાસ્તવને કહે છે, તે કથનની સમાપ્તિ માટે છે.
અહીં પ્રશ્ન થાય કે ભગવાનની આ સ્તુતિ ઇષ્ટદેવતાસ્તવરૂપ છે, તેમ કહ્યું. ત્યાં ભગવાનમાં ઇષ્ટત્વ શું છે ? અને દેવતાત્વ શું છે ? તેથી કહે છે
અને ઇષ્ટપણું ગુણથી છે; કેમ કે ભગવાનનું ગુણપ્રકર્ષરૂપપણું છે, અને દેવતાપણું પરમગતિની અવાપ્તિથી છે.
‘કૃતિ’ શબ્દ ઇષ્ટદેવતાના સ્વરૂપના તાત્પર્યની સમાપ્તિ માટે છે.
ભાવાર્થ :
વર્ધમાનસ્વામીને ‘વીર’ શબ્દથી સંબોધવાનું કારણ એ છે કે તેઓ મહાવીર્યથી શોભતા હતા અને અંતરંગ અને બાહ્ય તપ કરીને કર્મોનો વિનાશ કર્યો. તેથી કષાયરૂપી શત્રુઓ તેમના મહાવીર્યથી જિતાયા અને કેવળજ્ઞાનરૂપી લક્ષ્મી સ્વયં પ્રાપ્ત કરી. જેમ કોઈ મોટો રાજવી મહાવીર્યવાળો હોય, તેથી શત્રુઓનો જય કરીને વિજયલક્ષ્મીને સ્વયં ગ્રહણ કરે તો તે પરાક્રમવાળો કહેવાય; તેમ ભગવાને પણ મહાપરાક્રમ