________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧
ભાવાર્થ :
શ્લોકમાં ‘નત્વી' થી માંડીને વીર' સુધીના કથન દ્વારા ઇષ્ટદેવતાના સ્તવનને ગ્રંથકાર કહે છે. તેના દ્વારા શિષ્ટસમયનું પ્રતિપાલન અને વિપ્નસમૂહનો ઉપશમ થાય છે; અને વચ્ચે' થી માંડીને ‘તષ્ટિમેવત:' સુધીના કથનથી પ્રયોજનાદિ ત્રણ શ્લોકમાં કહેલ છે, એમ પૂર્વના ‘નાદ સાથે સંબંધ છે, અને આ પ્રમાણે પ્રથમ શ્લોકરૂપ સૂત્રનો સમુદાયાર્થ છે અર્થાત્ અવયવોનો અર્થ કરેલ નથી, પરંતુ શ્લોકનો પૂર્વાર્ધરૂપ સમુદાય અને શ્લોકનો ઉત્તરાર્ધરૂપ સમુદાય તેનો અર્થ છે, વળી અવયવાર્થ સ્વયં આગળ કરે છે. ઉત્થાન :
પૂર્વમાં શ્લોકનો સમુદાયાર્થ બતાવ્યો. હવે અવયવાર્થ બતાવતાં કહે છે – ટીકા - __ अवयवार्थस्तु नत्वा-प्रणम्य, वीरं इति योगः, कथमित्याह इच्छायोगतः इति क्रियाविशेषणमाह 'इच्छायोगेन', शास्त्रयोगसामर्थ्ययोगव्यवच्छेदार्थमेतत्, इष्टव्यवच्छेदश्चायं तदनधिकारित्वेन प्रकरणारम्भे मृषावादपरिहारेण सर्वत्रौचित्यारम्भप्रवृत्तिप्रदर्शनार्थ:, एतेषां च त्रयाणामपि योगानां स्वरूपमनन्तरमेव વક્ષ્યતિ ટીકાર્ચ -
અવયવાર્થg .... વતિ | અવયવાર્થ વળી આ પ્રમાણે છે - શ્લોકમાં ‘તત્વ' નો અર્થ “પ્રાપ્ય છે અને તેનો સંબંધ ‘વીર' ની સાથે છે, તે બતાવવા માટે “વીર' એ પ્રમાણેનો યોગ છે, એમ ટીકામાં કહેલ છે. કેવી રીતે નમસ્કાર કરીને કહે છે? એથી કરીને કહે છે – ઈચ્છાયોગથી (નમસ્કાર કરે છે.)
ઈચ્છાયોગથી' એ શબ્દ ક્રિયાવિશેષણ છે અર્થાત્ ન–ા એ ક્રિયાનું, ઇચ્છાયોગથી એ ક્રિયાવિશેષણ છે; અને આ ઈચ્છાયોગથી નમસ્કાર, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગના વ્યવચ્છેદ માટે છે; અને ઈષ્ટના વ્યવચ્છંદવાળો એવો આ ઈચ્છાયોગનો નમસ્કાર, તેના અધિકારીપણાને કારણે શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગના અધિકારીપણાને કારણે, પ્રકરણના આરંભમાં મૃષાવાદના પરિહારથી સર્વત્ર ઉચિત આરંભની પ્રવૃત્તિને દેખાડવા માટે છે; અને આ ત્રણે પણ યોગોનું સ્વરૂપ અનંતર જગ્રંથકાર કહેશે. ભાવાર્થ :
મૂળ શ્લોકમાં ‘નત્વ રૂછીયાત:' એમ છે. એટલા શબ્દનો ટીકામાં અર્થ કરેલ છે, ત્યાં રૂછાયોતિ: એ નમસ્કારની ક્રિયાનું વિશેષણ છે, એમ બતાવવાથી એ અર્થ પ્રાપ્ત થયો કે ગ્રંથકાર શાસ્ત્રયોગથી અને સામર્થ્યયોગથી વીરભગવાનને નમસ્કાર કરતા નથી, પરંતુ ઇચ્છાયોગથી કરે છે. આ પ્રકારના કથનથી કોઈ વિચારકને પ્રશ્ન થાય કે ગ્રંથકાર ઇચ્છાયોગ કરતાં શ્રેષ્ઠ એવા શાસ્ત્રયોગથી કે સામર્થ્યયોગથી કેમ નમસ્કાર કરતા નથી ? તેથી ટીકાકારે ખુલાસો કર્યો કે પરિપૂર્ણ શાસ્ત્રયોગ પ્રમાણે નમસ્કાર કરવો તે આગમને