________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧ આશય એ છે કે ગ્રંથકારે આ ગ્રંથનો વિષય યોગદૃષ્ટિ છે તેમ કહ્યું, અને તેનું પ્રયોજન યોગનો બોધ કરાવવો તેમ બતાવ્યું. તેથી તદ્અંતર્ગત એ પ્રાપ્ત થયું કે આ ગ્રંથરચનાના શબ્દોથી યોગની દૃષ્ટિઓનો બોધ થવાનો છે. તેથી ગ્રંથની શબ્દરાશિ અને યોગદૃષ્ટિ વચ્ચે વાચ્યવાચકભાવ સંબંધ છે, માટે સંબંધને પૃથ; કહેવાની જરૂર નથી, એમ કેટલાક ઇચ્છે છે. તેથી ગ્રંથકારે પણ પ્રથમ શ્લોકમાં પ્રયોજન અને વિષય બતાવેલ છે, પરંતુ પૃથક સંબંધ બતાવેલ નથી, તોપણ વિચારકની પ્રવૃત્તિ માટે પ્રયોજનાદિ ત્રણે છે, તેમ સમજી લેવું.
અહીં વિશેષ એ છે કે કોઈપણ વિચારક જીવ આ ગ્રંથનું પ્રયોજન શું છે તે જાણીને તે પ્રયોજનનો પોતે અર્થી હોય તો તેમાં પ્રવૃત્તિ કરે. વળી જેમ પ્રયોજન બતાવવું આવશ્યક છે, તેમ તેનો વિષય પણ કહેવો આવશ્યક છે; કેમ કે તેથી આ ગ્રંથનો આ વિષય છે અને તે વિષય જાણવાનું પ્રયોજન આ છે', તેવો નિર્ણય કરીને, વિચારક જીવ તે પ્રયોજન પોતાને ઇષ્ટ હોય તો તે ગ્રંથમાં પ્રવૃત્તિ કરે. વળી ગ્રંથમાં પ્રવૃત્તિ કરવા માટે જેમ પ્રયોજન અને વિષય બતાવવો આવશ્યક છે, તેમ સંબંધ પણ બતાવવો આવશ્યક છે; કેમ કે તેથી નક્કી થાય કે જે પ્રયોજન માટે આ ગ્રંથ રચ્યો છે, તે પ્રયોજનની નિષ્પત્તિ માટે ઉપયોગી વિષયને બતાવનાર શબ્દરાશિ સાથે આ ગ્રંથ જોડાયેલો છે, અન્ય શબ્દરાશિ સાથે નહિ. અને તેમ નક્કી થાય તો વિચારક તે ગ્રંથમાં પ્રવૃત્તિ કરે, માટે સંબંધનું કથન પણ આવશ્યક છે. જેમ કોઈ રચયિતાએ પ્રતિજ્ઞા કરી હોય કે “આ વિષયને હું કહીશ અને પછી ગ્રંથમાં અન્ય અન્ય વિષયને કહેનાર શબ્દરાશિ આવતી હોય તો તે ગ્રંથ અસંબદ્ધ છે. તેથી વિચારક જીવ તેમાં પ્રવૃત્તિ કરે નહિ; અને આ ગ્રંથ, કહેવાયેલા વિષય સાથે વાચ્ય-વાચક સંબંધવાળો છે, તેનું જ્ઞાન થાય તો વિચારક પ્રવૃત્તિ કરે. માટે સંબંધનું જ્ઞાન વિચારકની પ્રવૃત્તિ માટે આવશ્યક છે. ઉત્થાન :
અવતરણિકામાં ગ્રંથકારે કહેલ કે શિષ્ટ સમયના પ્રતિપાલન માટેવિપ્નસમૂહના નાશ માટે અને પ્રયોજનાદિ પ્રતિપાદન માટે આ શ્લોકનો ઉપન્યાસ કર્યો છે. તેથી શ્લોકના કયા અંશથી શિષ્ટ સમયના પ્રતિપાલન માટે અને વિજ્ઞસમૂહના નાશ માટે મંગલાચરણ કરેલ છે, અને ક્યા અંશથી પ્રયોજનાદિ પ્રતિપાદન કરેલ છે, તે બતાવતાં કહે છે – ટીકા :
तत्र 'नत्वेच्छायोगतोऽयोगं योगिगम्यं जिनोत्तमम् वीरं' इत्यनेनेष्टदेवतास्तवमाह, 'वक्ष्ये समासेन योगं तदृष्टिभेदतः' इत्यनेन तु प्रयोजनादित्रयम्, इति श्लोकसूत्रसमुदायार्थः ।। ટીકાર્ય :
તત્ર ..... સમુકાવાર્થ ત્યાં=શ્લોકમાં, ‘જિનોત્તમ, અયોગવાળા. યોગિગમ્ય વીરને ઇચ્છાયોગથી નમસ્કાર કરીને “રૂચનેન' - આના દ્વારા ઈષ્ટદેવતાના સ્તવને કહે છે.
‘તેની યોગની, દષ્ટિઓના ભેદથી, યોગને સંક્ષેપથી કહીશ', આના દ્વારા પ્રયોજનાદિ ત્રણને કહે છે, એ પ્રમાણે શ્લોકસૂત્રતો સમુદાય અર્થ છે.