________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧ ભાવાર્થ :
જે ક્રિયાનો વિષય ન હોય તે ક્રિયાનું પ્રયોજન કહેવું શક્ય નથી, અને તેનો પ્રયોગ પણ અસિદ્ધ છે. જેમ કોઈ કહે કે કાગડાના દાંતની પરીક્ષા કરો અથવા કાગડાના દાંતની સંખ્યા કેટલી છે તે કહો, તો તેને કહેવું પડે કે કાગડાને દાંત જ નથી, તેથી તેના દાંતની પરીક્ષા કે તેના દાંતની ગણનાનું પ્રયોજન આ છે, તેમ કહી શકાય નહિ. આથી જેમ કાગડાના દાંત નહિ હોવાને કારણે તેની પરીક્ષાનું પ્રયોજન જગતમાં પ્રસિદ્ધ નથી, તેમ જે ગ્રંથનો કોઈ વિષય ન હોય તે ગ્રંથનું પ્રયોજન બતાવી શકાય નહિ. તેથી જેમ ગ્રંથનું પ્રયોજન બતાવવું આવશ્યક છે, તેમ તેનો વિષય બતાવવો પણ આવશ્યક છે, જેથી વિચારક નક્કી કરી શકે કે આ પ્રયોજનથી આ ગ્રંથ રચાયો છે અને તે પ્રયોજન મને ઇષ્ટ છે; અને તે ગ્રંથનો વિષય આ છે, જે પ્રસ્તુત પ્રયોજનનો સાધક છે, તો મારે પણ તે પ્રયોજન સિદ્ધ કરવા પ્રસ્તુત ગ્રંથમાં પ્રવૃત્તિ કરવી જોઈએ.
જેમ પ્રસ્તુત ગ્રંથનો વિષય યોગની દૃષ્ટિ છે, અને યોગદૃષ્ટિનો બોધ કરાવીને યોગમાં પ્રવૃત્તિ કરાવવી અને તેના ફળરૂપે મોક્ષની પ્રાપ્તિ કરાવવી તેનું પ્રયોજન છે, તેથી વિચારક નક્કી કરી શકે કે મોક્ષપ્રાપ્તિ અર્થે મારે તેના ઉપાયભૂત યોગને જાણવા માટે પ્રસ્તુત ગ્રંથમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. ઉત્થાન :
પ્રેક્ષાવાનની પ્રવૃત્તિ માટે પહેલાં ગ્રંથનું પ્રયોજન બતાવવું આવશ્યક છે, તેનું ઉદ્ધરણ બતાવ્યું. ત્યારપછી વિષય બતાવવો આવશ્યક છે, તેનું ઉદ્ધરણ બતાવ્યું. હવે પ્રેક્ષાવાનની પ્રવૃત્તિ માટે સંબંધનું જ્ઞાન પણ આવશ્યક છે, તે બતાવવા માટે કહે છે – ટીકા :___ अस्येदं फलमित्येवं, योगः सम्बन्ध उच्यते । तदुक्त्यन्तर्गतत्वेन, न पृथक्कैश्चिदिष्यते ।।३।। इत्यादि ।। ટીકાર્ય :
કચેરું ....... રૂરિ ‘આનું આ ફળ છે એ પ્રકારનો યોગ, સંબંધ કહેવાય છે. તેનું સંબંધનું, ઉક્તિમાં અંતર્ગતપણું હોવાને કારણે વિષય અને પ્રયોજનના કથનમાં અંતર્ગતપણું હોવાને કારણે. કેટલાક પૃથફ ઈચ્છતા નથી.
‘ત્યાદ્રિ' શબ્દથી, પ્રયોજતાદિને કહેનારા આ ત્રણ શ્લોક બતાવ્યા, તેવા જ અન્ય શ્લોકોનો સમુચ્ચય કરવો. ભાવાર્થ -
આ ગ્રંથમાં કરાયેલ કથન અને તેનાથી થતું બોધરૂપ ફળ તે બે વચ્ચેનો જે યોગ તે સંબંધ કહેવાય છે.
ગ્રંથમાં ગ્રંથનો વિષય અને ગ્રંથનું પ્રયોજન બતાવવામાં આવે ત્યારે, તદ્અંતર્ગત જ પ્રયોજન અને વિષયનો સંબંધ ગ્રહણ થાય છે, માટે સંબંધને પૃથક કહેવાની જરૂર નથી, એમ કેટલાક કહે છે.