________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧ ટીકા -
(१) तत्र शिष्टानामयं समयो यदुत ‘शिष्टा: क्वचिदिष्टे वस्तुनि प्रवर्तमाना: सन्त इष्टदेवतानमस्कारपूर्वकं प्रवर्तन्ते' । अयमप्याचार्यों न हि न शिष्ट इत्यतस्तत्समयप्रतिपालनाय तथा चोक्तम् ‘शिष्टानामेष समयस्ते सर्वत्र शुभे किल प्रवर्तन्ते सदैवेष्टदेवतास्तवपूर्वकम्' ।।१।। इत्यादि ।।
ટીકાર્ય :
(૨) તત્ર રૂાતિ ‘તત્ર' શબ્દ વાક્યના પ્રસ્તાવ અર્થમાં છે. શિષ્ટ પુરુષોનો આ આગળમાં કહેવાશે એ સિદ્ધાંત છે. તે સિદ્ધાંત “દુત' થી બતાવે છે – શિષ્ટપુરુષો ક્યારે પણ ઈષ્ટ વસ્તુમાં પ્રવર્તતા છતા ઈષ્ટદેવતાના નમસ્કારપૂર્વક પ્રવર્તે છે.
આ પણ આચાર્ય શિષ્ટ નથી એવું નથી જ-શિષ્ટ છે, એથી તેનાશિષ્ટોના, સિદ્ધાંતના પ્રતિપાલન માટે પ્રસ્તુત શ્લોકમાં મંગલાચરણ કરે છે.
તથા ર’ - તે પ્રકારે શિષ્ટો ઈષ્ટદેવતાને નમસ્કારપૂર્વક પ્રવર્તે છે તે પ્રકારે, કહેવાયું છે. શિષ્ટોનો આ સિદ્ધાંત છે કે તેઓ નિચ્ચે બધાં શુભ કાર્યોમાં હંમેશાં જ ઈષ્ટદેવતાની સ્તવનાપૂર્વક પ્રવર્તે છે. ‘ત્યાદ્રિ થી આના જેવા શિષ્યોના સિદ્ધાંતને કહેનારા શ્લોકનો સમુચ્ચય કરવો. ભાવાર્થ
શિષ્ટ પુરુષો હંમેશાં ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે. તેથી તેઓ ઇષ્ટ વસ્તુમાં પ્રવૃત્તિ કરે ત્યારે ઇષ્ટદેવતાના નમસ્કારપૂર્વક પ્રવર્તે છે, જેથી પોતાનો ઉચિત પ્રવૃત્તિ કરવાનો દઢ પરિણામ જીવંત રહે અને અનાભોગથી પણ અનુચિત પ્રવૃત્તિ ન થાય તેવો પરિણામ પ્રગટે. આ યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથને કરનારા આચાર્ય ભગવંત પણ શિષ્ટ છે, તેથી શિષ્ટોના સિદ્ધાંતના પાલન માટે ગ્રંથરચનામાં પ્રવૃત્તિ કરતાં પહેલાં, શ્લોકના પૂર્વાર્ધથી ઇષ્ટદેવતાને નમસ્કાર કરે છે. ઉત્થાન :
અવતરણિકામાં કહ્યું કે વિનોના સમૂહની ઉપશાંતિ માટે પ્રસ્તુત શ્લોક કહેલ છે. તે વાતને સ્પષ્ટ કરતાં કહે છે –
અથવા વિચારકને અહીં પ્રશ્ન થાય કે વિપ્નો ઉપસ્થિત થયાં હોય તો તેના ઉપશમન માટે મંગલાચરણ કરવું આવશ્યક છે, પરંતુ વિપ્ન ઉપસ્થિત ન થયા હોય અને ભવિષ્યમાં વિઘ્ન ઉપસ્થિત થશે એવો નિર્ણય પણ ન હોય, આમ છતાં વિઘ્નોના શમન માટે ગ્રંથની આદિમાં મંગલ કેમ કરેલ છે ? તેથી કહે છે – ટીકા :(૨) તથા - શ્રેસિ વવિનનિ ભવત્તિ' તિ, ૩ ૨ - ‘શ્રેર્યાસ વવન, મન્તિ