________________
૨૨ તેમનાં વિધવા સ્ત્રી બાઈ મોતીની મદદથી અત્રેની આત્માનંદ સભા માત બહાર પડી ચુકેલ છે. અને જેના માટે જુદા જુદા પ્રશસાપત્રે બહાર આવ્યા છે.
માસા પછી ત્યાંથી વિહાર કરી તારાજી થઈ ઊંઝાના સંઘ સાથે કેશ રીયાજીની યાત્રા કરી પછી ભેાયણજી (મઠ્ઠીનાથ) પાનસર, શખેશ્વર થઈ વઢવાણકાંપ પધારતાં ત્યાં જાહેર ભાષણ કર્યું. ત્યાંથી લીંબડી આવતાં ત્યાં પણ ભક્તિથી પુર પ્રવેશ થવા સાથે જાહેર ભાષણું કર્યું. કે જેમાં ત્યાંના ઠાકોર સાહેબ તથા ઢુંઢીયાના સાધુ શ્રી નાગજી મુનિ, નાનચંદ મુનિ વગેરેએ તેમજ બંને ફિરકાના જૈન ભાઈઓએ ઉત્સાહથી ભાગ લીધો હતે. પછી ત્યાંથી રાણપુર, ચુડા, બોટાદ, વળ, પછેગામ થઈ પાલીતાણા પધાર્યા કે જે દરમિયાન ઉપરના સર્વ સ્થળે વહન મહોત્સવ અને જાહેર ભાષણથી અને ક પ્રકાર થયા હતા.
મહારાજશ્રી પાલીતાણ પધારવાના ખબર કંડલે થવાથી ત્યાંના સંઘે પ્રેમથી આમંત્રણ કર્યું ને ગુરૂ આજ્ઞા મેળવતાં ૧૯૯૯ નું મારું ત્યાં ઠર્યું. આ પ્રસંગે પાલીતાણેથી કુંડલે પધારતાં કંડલાની ટેળી સામે આવી ગારીયાધાર, ભેસવડ, જુનાસાવર વગેરે સ્થળે પૂજા ભણવવાદિક ધર્મારાધન કયું હતું.
આ વર્ષમાં કાઠીયાવાડ અને ખાસ કરી પાલીતાણા તથા કુંડલામાં અતિ વૃષ્ટિ થવાથી ત્યાં અને આસપાસનાં ગામેમાં અનેક કુટુંબે પાયમાલ થયાં હતાં તેથી મહારાજશ્રીએ મુંબઈ વલ્લુભવિજયજી મહારાજ ઉપર પત્ર લખતાં મુંબઈના સંઘ મારત તથા પાટ, પાલણપુર વગેરે તરફથી મળેલા લગભગ બે હજાર રૂપિયા નાના ગામમાં નુકશાનમાં આવેલ કુટુંબોમાં ગુદાન રૂપે વહેંચાયા હતા.
કુંડલાના ચોમાસા પછી ગીરનારની યાત્રા કરવા જતાં કુંડલાની ટેવી સાથે જઈ ધારગણી, ચલાળા, ધારી, ભાડેર વગેરે સ્થળે સ્વામીવાત્સલ્ય તથા પૂજા મહોત્સવ કર્યો હતો અને તે પછી બગસરે જતાં ત્યાં પ્રવેશ મહોત્સવ, ઈમહોત્સવ, સ્વામીવાત્સલ્યાદિ ધર્મ કાર્ય થયાં હતાં અને તેજ પ્રસંગે ઢુંઢીયા સંપ્રદાય ના તપસ્વીજી માણેકચંદજી સ્વામી તથા જેચંદ મુનિ ત્યાં હોવાથી તે સંઘમાં પણ બે સ્વામીવાત્સલ્ય થયાં હતાં. વળી તે પ્રસંગે બગસરામાં ધર્મારાધન માટે ઉપાશ્રય ન હોવાથી ઉપદેશ દેતાં દેશી કુરજી ભાભાની વિધવા બાઈ ગગલ તથા સાતેક તરફથી ઉપાશ્રય માટે બેઠવણુ કરવામાં આવી હતી, તથા સંઘે દેરાસરજી કરવા જમીન લઈ તે માટે તૈયારી કરી હતી.
ત્યાંથી વિહાર કરી અમરેલી જતાં ત્યાંના નાગનાથના વિશાળ ચેકમાં “ શુદ્ધ ભાવના” એ વિષય ઉપર જાહેર ભાષણ આપ્યું હતું, ત્યાંથી માવજીવા, ભેંસાણ થઈને પિતાના જન્મસ્થાન છેડવડી ગયા હતા. મહારાજશ્રીના મા તરફના