________________
ઇતિહાસ પહેલાંનો ઈતિહાસ [ ઈતિહાસની શોધ-ઇતિહાસને આદિકાળ-મનુષ્યનું આગમનસંસ્કારનું આરંભરૂપ, સ્વસંરક્ષણ-આદિમાનવની નામાવલિઈતિહાસ એટલે વિરાટની આત્મકથા-એ આત્મકથાનું પહેલું પ્રકરણ -અગ્નિની શોધવાળે પત્થર યુગ-ધાતુઓનાં નામવાળા ઈતિહાસના યુગો-વિકાસક્રમનું ઐતિહાસિક વિજ્ઞાન ]
ઈતિહાસની શોધ
માણસે કરેલી અનેક શોધમાં વિજ્ઞાનની મદદથી તેણે આજે ઈતિહાસની પણ શોધ કરી છે. ઈતિહાસની શોધ પછી મનુષ્ય મેળવેલી ઈતિહાસની દૃષ્ટિએ આજે સાબિત કર્યું છે કે સંસ્કૃતિમાં બિલકુબ ઓછાં મૂલ્યવાળાં એવાં રાજરાણીઓનાં ચરિત્રના બનાવે અને તેમની વંશાવલીઓનો જ ઇતિહાસ આજ સુધી શિખવાયો છે. ઈતિહાસની આજની નવી નજરને હજુ હમણાં જ સુધરેલા દેશેએ સ્વીકારવા માંડી છે. સંસ્કૃતિનાં વિજ્ઞાનયુગે માનવ જાતના ઈતિહાસને . જમીનમાં દટાયેલું હતું ત્યાંથી શોધી કાઢ્યો છે. ઈતિહાસની આવી શેધ વિજ્ઞાનયુગે આરંભી દીધી અને આખી પૃથ્વી પર ઈતિહાસનું સંશોધન કાર્ય શરૂ થયું. આ શોધનકાર્ય માટે ખોદકામ આરંભાયું. શોધકો આજસુધી કોઈ કોલસે તે કઈ સોનું અને કઈ લેટું શોધતા હતા. હવે કેટલાક શેાધકોએ જમીન ખોદીને અંદરથી જ્ઞાનને શોધવા માંડ્યું.
આ જ્ઞાન ઇતિહાસનું જ્ઞાન હતું. આ જ્ઞાનનાં અનેક પ્રકરણે ધરતીની. નીચે દફનાઈ ગયાં હતાં. આ પ્રકરણમાં કોઈ પ્રકરણ પલંગ માનવની ખોપરી બનીને પડ્યું હતું. કેઈ પ્રકરણ આદી માનનાં હથિયારે અને સાધનનું રૂપ ધરીને દફનાઈ ગયું હતું. કઈ પ્રકરણ જંગલના જમાનામાં પૃથ્વીના પેટાળમાં સંઘરાયેલાં ચિત્રોનું બન્યું હતું. પ્રાચીન ભારતની ધરતી પરથી તે વિશ્વ