________________
૪૦૨- ચરણશુદ્ધિદ્વાર]. ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સ્થિરવાસમાં દોષો કારણ કે દયાને કરતો તું થોડા જ કાળમાં શિવસુખને પામીશ. તે સુખ અનંત છે. સિંહનું રૂપ ધારણ કરનાર આ જે કોઈ પ્રતિકૂળ કરવાની બુદ્ધિથી તે રીતે કંઈપણ કરે છે, તેનો આ ઉદ્યમ (મારા) કર્મક્ષય માટે જ છે. તે જે કંઈ પણ કરે છે તેને તું પ્રસ્તુતમાં ( કર્મક્ષયમાં) સહાય આપવાથી અનુકૂળ જ જાણ. લાંબા કાળની વ્યાધિના નિગ્રહમાં સહાય કરનારાઓ પ્રતિકૂળ હોતા નથી. આ પ્રમાણે ભાવના ભાવતા તે મુનિ દેવ વડે ક્ષણવાર પણ ધ્યાનથી ચલિત ન કરાયા. મુનિએ તલના ફોતરા જેટલી પણ અશુદ્ધભૂમિનો ઉપયોગ ન કર્યો. હવે દેવનું મન મુનિના ગુણો પ્રત્યે અનુરાગવાળું થયું. તેથી હર્ષ પામેલો તે દેવ તે જ પ્રમાણે પ્રશંસા કરીને અને ખમાવીને પોતાના સ્થાને ગયો. સાર્થના લોકોથી પ્રશંસા કરાયેલા સાધુ પણ ગર્વ કર્યા વિના તપ આચરે છે. આ પ્રમાણે બીજાએ પણ આ કાયવુતિ કરવી જોઇએ. [૧૯૯]
આ પ્રમાણે કાયગુપ્ત સાધુનું કથાનક પૂર્ણ થયું. આ પ્રમાણે સમિતિ અને ગુપ્તિઓનું સમર્થન કર્યું. અહીં ગમન-ભાષણ-આહાર ગ્રહણ-આદાનનિક્ષેપ-પરિસ્થાપના રૂપ પ્રવૃત્તિના કાળે જ સમિતિઓનો વ્યાપાર હોય છે, ગુપ્તિઓનો તો ગમનાદિ પ્રવૃત્તિરૂપ હલન-ચલનનો જેમાં અભાવ છે તે કાયોત્સર્ગ વગેરે અવસ્થામાં પ્રવૃત્તિના અભાવના કાળે પણ વ્યાપાર હોય છે, આમ સમિતિ-ગુપ્તિઓમાં પરસ્પર વિશેષતા છે. અહીં તાત્પર્ય આ છે- સમિતિકાળે ગુતિઓ નિયમા પ્રાપ્ત થાય છે, પણ ગુપ્તિકાળે સમિતિઓની ભજના હોય છે, એટલે કે સમિતિઓ હોય પણ અને ન પણ હોય. આથી જ “સમિત નિયમા ગુપ્ત છે. ગુપ્ત સમિત હોય કે ન પણ હોય. કુશળવચનને બોલતો જીવ વચનગુપ્ત પણ છે અને વચનસમિત પણ છે.” આ પ્રમાણે પ્રાસંગિક વર્ણનથી સર્યું.
આ પ્રમાણે નિર્મલવ્રતથી યુક્ત પણ અને સમિતિ-ગુમિમાં ઉદ્યત પણ સૂત્રપોરિસીઅર્થપોરિસીના ક્રમથી સમિતિ-ગુપ્તિનો ઉપકાર માટે જ સૂત્ર ભણે એમ ઉપદેશ આપતા સૂત્રકાર કહે છે
इय निम्मलवयकलिओ, समिईगुत्तीसु उज्जुओ साहू ।। सुत्तं अत्थं पोरसिकमेण सुत्तं अहिजिज्जा ॥ २००॥
આ પ્રમાણે નિર્મલવ્રતથી યુક્ત અને સમિતિ-ગુપ્તિઓમાં ઉદ્યત સાધુ સૂત્રપોરિસીઅર્થપોરિસીના ક્રમથી સૂત્ર ભણે.
૧, અહીં ઉપકાર એટલે સહાય-મદદ. સૂત્રો ભણવાથી કયારે કેવી રીતે સમિતિ-ગુપ્તિનું પાલન કરવું તેનું વિશેષ
જ્ઞાન થાય છે, એથી સમિતિગુપ્તિ સારી રીતે પાળી શકાય છે. માટે સુત્રોનું અધ્યયન સમિતિ-ગુપ્તિના પાલનમાં સહાયક છે.