________________
કાયગુપ્તિમાં]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
હવે કાયાસંબંધી ગુપ્તિને કહે છે–
जो दुट्ठगइंदो इव, देहो असमंजसेसु वट्टंतो ।
नाणंकुसेण रुंभइ, सो भण्णइ कायगुत्तोत्ति ॥ १९८ ॥
[સાધુએ કેવા થવું-૪૦૧
દુષ્ટ ગજેન્દ્રની જેમ અયોગ્યમાં પ્રવૃત્તિ કરતા શરીરને જે જ્ઞાનરૂપ અંકુશથી રોકે છે તે કાયગુપ્ત કહેવાય છે. [૧૯૮]
દૃષ્ટાંત બતાવવા દ્વારા ઉપદેશને કહે છે—
कुम्मो व्व सया अंगोवंगाई ( साई ) गोविउं धीरा ।
चिट्ठति दयाहेउं जह मग्गपवन्नओ साहू ॥ १९९॥
ધીરપુરુષો દયાના પાલન માટે કાચબાની જેમ સદા પોતાના અંગોપાંગોને ગોપવીને રહે છે. જેમ કે માર્ગને પામેલા (=માર્ગમાં રહેલા) સાધુ.
વિશેષાર્થ— ગાથાનો અક્ષરાર્થ સુગમ છે, ભાવાર્થ તો કહેવાય છે—
કાયગુપ્ત સાધુનું દૃષ્ટાંત
કોઇક ઉત્તમ મુનિવર માર્ગમાં સાર્થની સાથે ચાલ્યા. સાથે ક્યાંક લીલી વનસ્પતિથી વ્યાપ્ત પ્રદેશમાં નિવાસ કર્યો. છ જીવનિકાયથી સંસક્ત તે દેશમાં મુનિને પોતાને રહેવા માટે કોઇપણ રીતે શુદ્ધભૂમિ મળતી નથી. ક્યાંક જેટલી ભૂમિમાં એક પગ મૂકી શકાય તેટલી જ શુદ્ધભૂમિ કષ્ટથી કોઇપણ રીતે તેમને મળી. તેથી ત્યાં એક પગ રાખીને સંપૂર્ણ શરીરનો ભાર એક પગ ઉપર લઇને આખી રાત રહે છે. પરમાત્મામાં લીન રહે છે. ત્યાર બાદ વિશાળ અવધિજ્ઞાનથી જંબૂદ્વીપને જોતા ઇંદ્ર તે મુનિને તે રીતે કષ્ટથી રહેલા જુએ છે. તેથી પૂર્વોક્ત રીતે હર્ષ પામેલા ઇંદ્ર મુનિને પ્રણામ કરે છે અને પ્રશંસા કરે છે. તે જ પ્રમાણે શ્રદ્ધા નહિ કરતો એક દેવ અહીં આવીને સિંહનું રૂપ કરીને તરાપ મારીને તે સાધુને હણે છે. આથી ત્યાં તે સતત મિચ્છા મિ દુક્કડં એમ બોલે છે. પડવા છતાં જીવવધના ભયથી ડાબી તરફ કે જમણી તરફ ચાલતા નથી. તથા ઊભા થઇને ફરી ફરી તે જ પ્રમાણે રહે છે. વિચારે છે કે, હે જીવ! જેવી રીતે એક પગથી ઊભા રહેતા તારા અંગોપાંગો ભાંગે છે તે જ રીતે તારા કર્મો પણ ભાંગે છે એમ તું જાણ. આ દુ:ખ તને લાંબો કાળ નહિ થાય.
૧. äરૂ શબ્દનો અર્થ લખવામાં ગુજરાતી વાક્ય રચનામાં સંબંધ જળવાતો નથી એથી અનુવાદમાં તેનો અર્થ લીધો નથી.
૨. પૂર્વોક્ત રીતે એટલે પૂર્વની કથા મુજબ.
૩. તે જ પ્રમાણે એટલે પૂર્વની કથા પ્રમાણે.