________________
સૂ૦૧]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् उच्यते-सत्यमेतत्, किन्तु न ज्ञानमात्रमत्र विवक्षितं, चारित्रमानं वा, किन्तु विशेषरूपे उभे अपि, इतरथा हि सम्यग्दर्शनसम्पन्ने विद्येते सम्यग्ज्ञानसम्यक्चारित्रे न तु ते साक्षान्मोक्षमार्गतां बिभृत इति । एतत् स्यात्, नैव तत्र सम्यक्चारित्रसम्भव इति । तच्च न, यतो देशरूपेऽपि चारित्रे चारित्रशब्दो वर्तते एव, तच्चाज्ञाभिमतचारित्रात् सम्यक्शब्दविशेषणेन व्यावर्त्यत इति । स्यादेवं तत्राशङ्का-किं ते भवतो मोक्षकारणे उत मा भूताम् ? तदाशङ्कानिरासार्थं
ઉત્તરપક્ષ તમારી વાત સાચી છે, પણ અહીં ફક્ત જ્ઞાનની જ કે ચારિત્રની જ વિવક્ષા નથી કરેલી, કિંતુ, વિશેષ રૂપે બેયની વિવેક્ષા છે. અર્થાત્ બન્નેય વિશિષ્ટ રૂપે લેવાના છે. તરથા - જો આમ વિશિષ્ટ રૂપે ગ્રહણ ન કરાય તો આત્મા (૧) સમ્યગુદર્શનથી સંપન્ન હોતે છતે સમ્યગ્રજ્ઞાન અને સમ્યફચારિત્ર વિદ્યમાન હોય ખરાં, પણ તે સાક્ષાત્ (વિશેષ રૂપે) મોક્ષમાર્ગપણું ધારણ કરી શકે નહીં. અર્થાત સમ્યગુદર્શન જ મોક્ષમાર્ગ કહેવાત અને તેના માધ્યમથી - તેના દ્વારા જ સમ્યફજ્ઞાન અને સમ્યક્યારિત્રનો મોક્ષના ઉપાય તરીકે વ્યવહાર કરાત... પણ સાક્ષાત્ – સીધા કારણ ન બનત... - પૂર્વપક્ષ ઃ ભલે વિશિષ્ટ જ્ઞાન લેવા માટે સર્વ શબ્દનો જ્ઞાન-પદ સાથે પ્રયોગ (અન્વય) કરો... પરંતુ સમ્યગદર્શન અને સમ્યજ્ઞાન એ બેની હાજરીમાં જે ચારિત્ર હોય તે “સમ્યફ જ હોય. માટે “સ ' શબ્દને “ચારિત્ર' સાથે જોડવાની કોઈ જરૂરત/સંભાવના જ જણાતી નથી.
ઉત્તરપક્ષ ઃ આમ કહેવું બરોબર નથી. માની લઈએ કે સમ્યગદર્શન અને સમ્યગુજ્ઞાનની હાજરીમાં જે ચારિત્ર હોય તે સમ્યફ જ હોય, તો પણ “સખ્યણ' શબ્દને
ચારિત્ર' સાથે જોડવાની જરૂરિયાત/સંભાવના છે જ, કારણ કે, ચારિત્ર બે પ્રકારના છે – ૧. દેશવિરતિ-ચારિત્ર અને ૨. સર્વવિરતિ ચારિત્ર. જો ચારિત્ર-પદ સાથે “સમ્યફ શબ્દનો પ્રયોગ ન કરાય તો દેશવિરતિ રૂપ ચારિત્રનું પણ પ્રહણ થઈ જાય. કારણ કે દેશ-ચારિત્ર અર્થમાં પણ ચારિત્ર શબ્દ વપરાય જ છે. આથી “સમ્યફ’ શબ્દને ચારિત્ર શબ્દ સાથે વિશેષણ તરીકે જોડવાથી “આજ્ઞા વડે અભિમત - આજ્ઞાપ્રધાન અર્થાત્ સર્વવિરતિ' રૂપ વિશિષ્ટ ચારિત્રનું ગ્રહણ કરાય છે અને દેશવિરતિ રૂપ ચારિત્રની બાદબાકી (વ્યવચ્છેદ) થાય છે.
અથવા બીજું સમાધાન) ચારિત્ર પદ સાથે “સમ્યફ પદના પ્રયોગ વિના કોઈને
૨. સર્વપ્રતિષ ! ના. મુ. | ૨. પારિવું સખ્યત્વ. પૂ. I