________________
જ
સૂ૦૨]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् तावद् मोक्ष इत्यनादृत्य भावादिरूपतां तद्धेतुषु प्रायो विसंवाद इति मन्यमानः परपरिकल्पितांश्चाहेतूनेव मुक्तेः पश्यन् सम्यग्दर्शनादित्रयमेवोपन्यस्तवान् । अत्र चावधारणमवश्यं दृश्यम्, सम्यग्दर्शनादीन्येव मोक्षमार्ग इति । अनवधारणे हि सति अन्यस्यापि मुक्तिपथस्य सद्भावादनर्थकमेवोपदेशदानं स्यात्, तेनैव सिद्धत्वादिति । सम्यक्शब्दश्च दर्शनशब्दसन्निधौ श्रूयते अतस्तेनैव सहास्याभिसम्बन्धो न ज्ञानचारित्राभ्यामिति कश्चिदाशङ्केत, अतस्तनिवारणायाह भाष्यकार:
भाष्यम्-सम्यग्दर्शनं सम्यग्ज्ञानं सम्यक्चारित्रमित्येष त्रिविधो मोक्षमार्गः । છે કે અભાવાત્મક? એ વિષયમાં વિવાદ છે ખરો, તો પણ એ વિષયને ગૌણ કરી દઈએ તો “મોક્ષ છે એ બાબતમાં મીનમેખ વિવાદ નથી. જ્યારે મોક્ષના હેતુઓને વિષે પ્રાયઃ કરીને વિસંવાદ છે એવુ માનનારા, તેમજ બીજાઓએ કલ્પલાં/માનેલાં મોક્ષના હેતુઓને અહેતુ રૂપે જ જોનારા એવા શાસ્ત્રકાર ભગવંત શ્રી ઉમાસ્વાતિજી મહારાજે “સમ્યગુદર્શનાદિ ત્રણ (રત્નત્રયી)ને જ મોક્ષના હેતુરૂપે મૂકેલાં છે.” વળી આમાં અવધારણ = નિશ્ચય, “જ કાર અવશ્ય સમજવાનો છે. આથી “સમ્યગુદર્શનાદિ ત્રણ જ મોક્ષમાર્ગ છે' એમ અર્થ છે. જો અહીં અવધારણ/નિશ્ચય ન કરાય તો અન્ય પણ મોક્ષ-પથનો સદ્ભાવ હોવાથી અહીં તેનો ઉપદેશ આપવો અનર્થક જ થાય, કેમ કે, તે બીજા મોક્ષમાર્ગથી જ મોક્ષની સિદ્ધિ થઈ જાય... પરંતુ એમ ન હોવાથી “જ કાર (અવધારણ) જરૂરી છે.
અહીં કદાચ કોઈને એવી શંકા થાય કે, “સૂત્રમાં “સમ્યફ શબ્દનું શ્રવણ ‘દર્શન’ શબ્દની જ પાસે થાય છે, આથી તેની સાથે જ “સમ્યફ' શબ્દનો સંબંધ થાય પણ “જ્ઞાન” અને “ચારિત્ર' શબ્દ સાથે સંબંધ નહીં થાય...” એવી શંકાના નિવારણ માટે સ્વોપજ્ઞ ભાષ્યકાર (ગ્રંથકાર શ્રી ઉમાસ્વાતિજી મહારાજા પોતે જ) ભાષ્યમાં કહે છે -
જ સમ્યગ્દર્શનાદિ ઉપાયોનું સ્વરૂપ અને લક્ષણ જ ભાષ્ય ઃ (૧) સમ્યગુદર્શન (૨) સમ્યગુજ્ઞાન અને (૩) સમ્યફચારિત્ર એમ આ ત્રણ પ્રકારનો મોક્ષમાર્ગ છે.
પ્રેમપ્રભા : સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્મચારિત્ર એમ ત્રણ પ્રકારનો મોક્ષમાર્ગ છે એમ કહ્યું. તેમાં (૧) સમ્યગુદર્શન : અરિહંત ભગવંત વડે વિસ્તારથી
૨. પરિવુ . શસ્ય પૂ. I