________________
[अ०१
तत्त्वार्थाधिगमसूत्रम् टीका-इदमाद्यमनवर्धमुक्तिपथोपदेशसूत्रं सकलतत्त्वार्थशास्त्राभिधेयमुररीकृत्य प्रावृतत्, द्वादशाङ्गप्रवचनार्थसङ्ग्राहिसामायिकसूत्रवत् । यत इह हि शास्त्रे प्रसङ्गानुप्रसङ्गतस्त्रय एव पदार्थाः सम्यग्दर्शनादयो विमुक्ते. कारणत्वेन निरूप्यन्ते । अथ कस्मात् हेतव एव मोक्षस्य कथ्यन्ते ? न पुनः स एव प्रधानत्वादादौ प्रदर्श्यत इति । उच्यते-कारणायत्तजन्मत्वात् कार्याणां कारणमेवोपाददते प्राक् प्रेक्षापूर्वकारिणः । अथवा सत्यमसौ प्रधानः तथापि तु तत्र प्रायो वादिनां नास्ति विप्रतिपत्तिः । यद्यपि भावाभावादिरूपेणास्ति विगानं, तथाऽप्यस्ति
સૂત્રાર્થ સમ્યગદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યારિત્ર એ ત્રણેય ભેગા) મોક્ષમાર્ગ છે. (મોક્ષનો ઉપાય છે.)
પ્રેમપ્રભા : (સિદ્ધસેનીયા ટીકાનો ભાવાનુવાદ) જેમ દ્વાદશાંગી (૧૨ અંગ) રૂપી પ્રવચન (જિનશાસન)નો સંગ્રહ કરનારું “સામાયિક સૂત્ર = “કરેમિ ભંતે ' સૂત્ર છે, તેમ આ પહેલું - નિર્દોષ એવા મોક્ષમાર્ગના ઉપદેશને જણાવનારું સૂત્ર પણ સમસ્ત તત્ત્વાર્થાધિગમ-શાસ્ત્રના વિષયને હૃદયમાં સ્થાપીને (સ્વીકારીને) બનાવેલું છે. કારણ કે આ શાસ્ત્રમાં પ્રસંગાનુપ્રસંગથી એટલે કે યોગાનુયોગથી અર્થાત્ સીધી કે આડકતરા સંબંધથી (૧) સમ્યગુદર્શન (૨) સમ્યગુજ્ઞાન અને સમ્યફચારિત્ર એ ત્રણ જૂ પદાર્થો મુક્તિના કારણ તરીકે નિરૂપિત કરાશે. આમ જે કોઈ પદાર્થ કહેવાશે તે સાક્ષાતુ કે પરંપરાએ સમ્યગદર્શનાદિ ત્રણ પદાર્થ પૈકી કોઈની પણ સાથે અવશ્ય સંબંધ ધરાવતો હશે.
જ મોક્ષને બદલે મોક્ષના હેતુઓને જ કહેવાનું પ્રયોજન જ શંકાઃ તમે પહેલાં મોક્ષના હેતુઓને જ શા માટે કહો છો? પ્રધાન હોવાથી પહેલાં મોક્ષનું સ્વરૂપ જ કહેવું જોઈએ... આથી મોક્ષને જ પહેલાં શાથી જણાવતાં નથી ?
સમાધાનઃ દરેક કાર્યોની ઉત્પત્તિ પોતાના કારણોને આધીન હોય છે. કારણ વિના કોઈ કાર્ય કદાપિ બનતુ નથી. આથી બુદ્ધિપૂર્વક-વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારા પુરુષો પહેલાં કારણનું જ ગ્રહણ કરે છે. માટે અમે કાર્ય રૂપ મોક્ષનું નિરૂપણ છોડીને પહેલાં તેના ઉપાયોનું-કારણોનું નિરૂપણ આદરેલું છે.
અથવા તો એ વાત સાચી છે કે મોક્ષ જ પ્રધાન છે. તો પણ મોક્ષને વિષે મોટે ભાગે વાદીઓને – જુદાં જુદાં મતવાળાઓને = દાર્શનિકોને વિવાદ નથી, એટલે કે તેઓ વિરોધી મત ધરાવતાં નથી, બધાં જ મોક્ષનો સ્વીકાર કરે છે. જો કે, મોક્ષ ભાવાત્મક ૨. પાલવું . વઘં. મુક્ટિ મુ. I