________________
. ॥ ૐ હ્રીઁ મર્દ નમઃ ।। હું નમઃ ।
तत्त्वार्थाधिगमसूत्रम्
श्री 'उमास्वाति' वाचकवर्य विरचितं स्वोपज्ञभाष्यालङ्कृतम् श्री 'सिद्धसेन' गणिप्रणीतटीकासहितञ्च । Do प्रथमोऽध्यायः १.
हितोपदेशे च कर्तव्ये निःश्रेयसावाप्त्युपायोपदेशाद् नान्यः कश्चिद्धितोपदेश इत्युक्तम्સૂત્રમ્—સમ્ય વર્શનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ: । - ।
વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિજી મહારાજ વિરચિત
તત્ત્વાર્થાધિગમસૂત્ર
તત્ર સ્વોપજ્ઞ-ભાષ્ય-સહિત શ્રી સિદ્ધસેનગણિવર-નિર્મિત ટીકાનો ગુર્જર ભાવાનુવાદ
પ્રથમ સૂત્ર
અવતરણિકા : સંબંધ કારિકાના અંતિમ બે શ્લોકમાં “શ્રમની પરવા કર્યા વિના હિતોપદેશ આપવો જોઈએ” એમ જણાવીને પછી એવો નિશ્ચય કરેલો છે કે મોક્ષની પ્રાપ્તિના ઉપાયોના (માર્ગના) ઉપદેશ સિવાય બીજો કોઈ હિતોપદેશ નથી. આથી હવે મોક્ષના ઉપાયો બતાવનાર પ્રથમ સૂત્રને કહે છે -
સમ્યાવર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ: ॥ - ॥