________________
તત્ત્વાર્થ સૂત્ર અહીં તો ચૈતન્ય ધર્મનો કોઈ પણ રીતે ધર્માદિમાં પ્રસંગ આવતો જ નથી માટે પ્રસજય પ્રતિષેધની ઉપેક્ષા કરવામાં આવી છે અને પર્યદાસ ગ્રહણ કર્યો છે. આ રીતે “અજીવ'ના વિગ્રહમાં પ્રસજ્ય પ્રતિષેધનો નિષેધ કર્યો.
સૂત્રમાં રહેલ “અજીવ’ શબ્દના નિર્ણય બાદ તેને લાગેલ કાય શબ્દની સાથે વિગ્રહ કરતાં કહે છે – ભેદમાં ષષ્ઠી છે કે અભેદમાં છે તેની વિચારણા
‘અજીવકાયા એટલે અજીવોનો કાય. અહીં “અજીવાનાં કાયામાં જે ષષ્ઠી વિભક્તિ છે તે અભેદમાં ષષ્ઠી છે પણ ભેદમાં ષષ્ઠી વિભક્તિ નથી.
દા. ત. સોનાની વીંટી, શિલાપુત્રનું શરીર, તેલની ધારા, રાહુનું માથું. આ બધામાં છઠ્ઠી વિભક્તિ છે તેનો અર્થ સોનું અને વીંટીનો અભેદ છે. સોનું અને વીંટી જુદાં નથી. તેવી રીતે અહીં “અજીવોનો કાય' એટલે અજીવ અને કાય આમ બે જુદા જુદા નથી પણ એનો અભેદ છે. અર્થાત્ એક છે. આમ અહીં અભેદમાં ષષ્ઠી વિભક્તિ છે. અજીવકાયાનો કર્મધારય સમાસ કરવો જ શ્રેષ્ઠ છે.
આ રીતે અભેદમાં ષષ્ઠી વિભક્તિ છે છતાં કોઈને ભેદની શંકા થાય કેમ કે પછી વિભક્તિ ભેદમાં પણ થાય છે, અભેદમાં પણ થાય છે તો અહીં ભેદમાં હોય તો ?
આવી શંકા થવાનું કારણ ષષ્ઠી વિભક્તિ છે માટે તો કહે છે કે આ એક રીતે જ સમાસ થાય છે એવું નથી બીજી રીતે પણ સમાસ થાય છે. આપણે અહીં ષષ્ઠી તપુરુષને બદલે કર્મધારય સમાસ જ કરવો એટલે અજીવ અને કાયાના ભેદની શંકા દૂર થઈ જશે. આમ “અજીવાશ્ચ તે કાયાશ્ચ' અજીવકાયાઃ “અજીવ એવા કાય' આવો અર્થ થવાથી અજીવ અને કાયનો અભેદ છે એમાં જરાય શંકા રહેશે નહિ. કેમ કે કર્મધારય સમાસ અભેદ બતાવે છે. માટે અભેદને બતાવનાર કર્મધારય સમાસ જ શ્રેષ્ઠ છે. કાય શબ્દનો પારિભાષિક અર્થ
અજીવકાયામાં રહેલ “કાય' શબ્દનો ઉપસમાધાન અર્થ થાય છે. ઉપસમાધાન એટલે પ્રદેશો અને અવયવોનું નજીકતાથી એકબીજાની સાથે અનુવૃત્તિથી-મળવાથી-સમ્યગુ-સારી રીતે મર્યાદાથી ધારણ કરવું-અવસ્થાન કરવું, રહેવું. મતલબ પ્રદેશો અને અવયવોનું એકબીજા સાથે મળીને સારી રીતે મર્યાદાપૂર્વક રહેવું. આ કાય શબ્દનો પારિભાષિક અર્થ છે. અથવા કાય શબ્દ ઉપમા છે
અથવા “કાયા ઇવ એતે કાયા આ પ્રમાણે ઉપમા સમજવી. એટલે અહીં કાય શબ્દનો
૧. વ્યાકરણમાં ‘૩ય વ્યાધ્રા: સાણાની' રૂ/૨/૧૦૨માં વ્યાખ્રઃ વ વ્યાપ્રઃ પુષ: પુરુષશ્રાણી વ્યાખ્રશ
પુરુષવ્યાઃ બતાવ્યું છે. તેની જેમ અહીં પણ વાયા રૂવ ાયા:, મનીવા:, મનીવાશ તે વાયાશ ‘નવાયા' સમજવું.....