________________
તત્ત્વાર્થ સૂત્ર અન્ય મતે અજીવ શબ્દનું નિરૂપણ
બીજાઓ જીવ શબ્દથી જીવનામ કર્મની વિવક્ષા કરે છે. એટલે “અજીવ કાયા'માં અજીવ શબ્દથી જીવનામ કર્મનો નિષેધ વિવક્ષિત છે એવું તેઓ કહે છે. તે જીવનામ કર્મ જીવનથી થાય છે. આ વિવક્ષાથી અચેતનું અને અકર્મ વસ્તુઓમાં અસ્તિત્વ તુલ્ય હોવા છતાં ધર્માદિ દ્રવ્યોમાં અજીવપણું છે. અન્યમતનું નિરૂપણ દૂષિત છે.
જીવનામકર્મથી જીવમાં જીવન છે. આથી અચેતન અને અકર્મ વસ્તુઓ અજીવ છે. આ પ્રમાણે બીજાઓએ જે નિરૂપણ કર્યું તે દૂષિત થાય છે. તેમની આ વ્યાખ્યામાં અર્થાતુ “અચેતન” અને “અકર્મ વસ્તુમાં અજીવત્વનું નિરૂપણ કર્યું તે બંનેમાં નીચે પ્રમાણે દોષ આવે છે.
આગમમાં કોઈ ઠેકાણે “જીવ' નામ કર્મ પ્રસિદ્ધ નથી. એટલે પહેલાં તો જે જીવનામ કર્મ કહ્યું તે જ અયુક્ત છે. કારણ કે
જીવનાતુ જીવઃ' આ જે વ્યુત્પત્તિ છે તેમાં જીવન એટલે આયુષ્ય કર્મનો ઉદય કહેવાય છે. આયુષ્ય એ નામકર્મ નથી પણ તેનાથી જૂઠું સ્વતંત્ર જ આયુષ્ય નામનું કર્મ છે.
આમ જેનો નિષેધ કરાય છે તે જીવનામકર્મ જ નથી તો નિષેધ કોનો કરવાનો? એટલે જીવનામકર્મથી જીવન નથી તેથી અચેતન અને અકર્મ વસ્તુમાં જીવત્વનો નિષેધ થાય છે આ જે તમે નિરૂપણ કર્યું તે બરાબર નથી. કેમ કે જીવનામકર્મથી જીવત્વ સિદ્ધ જ નથી. જીવન એ તો આયુષ્યકર્મ છે એટલે તમારો હેતુ જ દૂષિત છે.
આ રીતે અચેતન અકર્મ બંનેમાં દોષ આવે છે એ સિદ્ધ કર્યું.
હવે જો અન્ય મતવાલા ફરી પણ કહે કે–અકર્મ વસ્તુમાં અજીવત્વનો વિધિ છે અર્થાત્ અમે અકર્મમાં જીવત્વનો નિષેધ કરીએ છીએ.
તો તેમનું આ કથન પણ બરાબર નથી. તેમાં પણ નીચે પ્રમાણે દોષ આવે છે.
જીવ્યા, જીવે છે અને જીવશે આ પ્રમાણે જીવ શબ્દની જે વ્યુત્પત્તિ થાય છે તે વ્યુત્પત્તિથી દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણવાળો જીવ કહેવાય છે. આ બેમાંથી એકે પ્રાણ જેમાં ન હોય તે અજીવ છે પણ જીવ નામકર્મ તો છે જ નહીં કે જેથી જીવનામકર્મનો નિષેધ અજીવમાં છે એમ કહી શકાય... છતાં જો કેવલ દ્રવ્ય પ્રાણની અપેક્ષાએ જીવ શબ્દ પોતાનું વાચ્ય પારિણામિક જીવતત્ત્વને કહે છે એમ કહો તો
ગો’ શબ્દની માફક અર્થનું નિયમન થશે. તેથી જીવત્વ પારિણામિક ભાવનું સિદ્ધ થશે. આ પારિણામિક ભાવનું જીવત્વ તો સિદ્ધોમાં પણ છે તેથી પારિણામિક ભાવના જીવત્વને લઈને નિષેધ કરાય છે. આવું કોઈ કહે તો તેવું પારિણામિક ભાવનું જીવત્વ સિદ્ધોમાં પણ છે અને સિદ્ધો અજીવ નથી. તો એવંભૂતનયની અપેક્ષાએ સિદ્ધોમાં અજીવત્વ છે. નૈગમ આદિ નયની અપેક્ષાએ તો સિદ્ધોમાં જીવત્વ છે જ માટે જીવ નામકર્મને લઈને “ન જીવ:' અજીવમાં જીવનો નિષેધ નથી. મુદ્રિત ટિપ્પણમાં પૃ. ૩૧૫. જુઓ અધ્યા. ૧/સૂ. ૩૫ ના ભાષ્યમાં...