________________
તત્ત્વાર્થ સૂત્ર
મતલબ ‘ન જીવાઃ’ આવો અજીવનો વિગ્રહ ન કરાય કેમ કે એનો અર્થ તો જીવનો અભાવ આવો થશે પણ જીવ ભિન્ન કોઈ વસ્તુ છે આવું સાબિત થશે નહિ. (જીવનો નિષેધ થશે પણ જીવ ભિન્ન કોઈ વસ્તુ છે આવો અર્થ મળશે નહીં.) છતાં પણ જો અજીવ પદનો ‘જીવનો અભાવ’ આવો અર્થ કરશો તો ધર્માદિ અજીવ દ્રવ્યો અભાવ કહેવાશે તેથી ધર્માદિ દ્રવ્ય વસ્તુઓમાં ગગનેન્દીવરની સમાનતાનો પ્રસંગ પ્રાપ્ત થાય ! અર્થાત્ ધર્માદિ અજીવ અસત્ સિદ્ધ થશે. ચૈતન્ય ગુણની જ વિપરીતતા ઇષ્ટ છે.
તેથી પારિશેષ્ય અનુમાનથી ચૈતન્ય ગુણનો નિષેધ માનવો જોઈએ. અર્થાત્ ચૈતન્ય ગુણવાળો જીવ છે અને તેનાથી વિપરીત અજીવ છે.
મતલબ એ છે કે દ્રવ્યની વિપરીતતા પણ લેવાય તેમ નથી, સત્ત્વાદિની વિપરીતતા પણ લેવાય તેમ નથી તો હવે બાકી રહે છે ચૈતન્ય. તેથી અહીં ચૈતન્યની વિપરીતતા સિદ્ધ થાય છે. આવી રીતે જે સિદ્ધ થાય તે પારિશેષ્ય' અનુમાન કહેવાય છે.
૧.
પારિશેષ્યની વ્યાખ્યા : તતિરવિશેષામાવત્યે સતિ સામાન્યવત્ત્વરૂપો હેતુઃ પારિશેષાનુમાનમ્ દા. ત. મંત (પક્ષ) સફલ (સાધ્ય) સમાપ્તિ અન્ય અફલકત્વે સતિ સફલત્ત્વાત્ આ અનુમાનમાં મંગળની સફળતા સિદ્ધ કરી રહ્યા છે. તો મંગળનું કયું ફળ હોઈ શકે એને માટે હેતુ જે આપવામાં આવ્યો છે તે હેતુ જ એવી રીતે કરવામાં આવ્યો કે મંગળમાં બીજાં ફળોનો નિષેધ થાય છે. એટલે સમાપ્તિરૂપ ફળ જ મંગળનું થાય છે. અહીં સાધ્ય તરીકે ‘સમાપ્તિ ફળવાળું છે' એમ ન બોલતાં ‘સામાન્યથી ફળવાળું છે' આ પ્રમાણે સાધ્ય કરવામાં આવ્યું. પણ આ અનુમાન જ એવું છે કે એ સમાપ્તિ સિવાયના બીજા ફળને દૂર કરીને એક સમાપ્તિરૂપ ફળ જ જે બાકી રહ્યું છે તેને બતાવે છે. તેથી મંગળનું ફળ સમાપ્તિ છે. આમ જે સમાપ્તિફળની આ અનુમાનસિદ્ધિ થઈ તે પારિશેષ્ય અનુમાન છે. અહીં પારિશેષ્ય અનુમાન આવી રીતે સમજી શકાય છે.
પવાન્તમંતનગ્ ‘અ' શબ્—પક્ષ નિવેદ્યાર્થ—સાધ્ય चैतन्यान्यानिषेधकत्वे सति निषेधार्थवाचित्वात् हेतु
અજીવમાં રહેલ નખ્શબ્દ ચૈતન્યનો નિષેધ કરનાર છે. કારણ કે તે શબ્દ અજીવમાં રહેલ દ્રવ્યત્વ સત્ત્વાદિ સામાન્ય ગુણનો નિષેધક ન બનતો છતો નિષેધવાચી તો છે જ. આમ નિષેધના બધા સામાન્ય અર્થોની વિવક્ષા કરતાં જે પરિશેષરૂપ ચૈતન્યગુણ રહે છે તે જ અહીં વિવક્ષિત કરવો પડશે. પરિશેષ અર્થની વિવક્ષા પણ અહીં ન કરીએ તો નસ્ પદ અર્થરહિત થઈ જાય માટે નઝ્ પદનો અર્થ “ચૈતન્યનો નિષેધ” એમ કરવો જ પડશે...
अप्रधान्यं विधेर्यत्र, प्रतिषेधे प्रधानता प्रसज्यप्रतिषेधोऽसौ क्रियया सह यत्र नञ् । प्रधानत्वं विधेर्यत्र प्रतिषेधेऽप्रधानता पर्युदासः स विज्ञेयो यत्रोत्तरपदेन नञ् ।
જે વાક્યમાં વિધિનું અપ્રાધાન્ય હોય અને પ્રતિષેધનું પ્રાધાન્ય હોય તે પ્રસજ્ય પ્રતિષેધ છે. આ પ્રસજ્ય પ્રતિષેધ ક્રિયાની સાથે ‘ન’ હોય ત્યાં થાય છે. અન્ન ન થયે મતિ આ વાક્યમાં ‘ન’નો સંબંધ ક્રિયાપદ સાથે છે. એટલે ‘અહીં ઘડો નથી.' આમ અહીં ઘડાનો નિષેધ થાય છે. અહીં વિધિ એટલે ‘છે.’ આ અપ્રધાન છે અને ‘ન'ની એટલે પ્રતિષેધની પ્રધાનતા છે. માટે આ ‘ન’ પ્રસજ્જ પ્રતિષધરૂપ છે.