________________
અધ્યાય-૫ : સૂત્ર-૧
પર્યુદાસ અને પ્રસજ્યનું લક્ષણ
આ વિપર્યાસરૂપ પ્રતિષેધ બે પ્રકારે છે. (અહીં વિપર્યાય એટલે પ્રતિષેધ અર્થ કરવો. એટલે “વિપર્યાસ' શબ્દના પ્રયોગથી પ્રતિષેધને જ વિપર્યાસ કહ્યો છે. એટલે વિપર્યાસ અને પ્રતિષેધ બંને એક છે.)
વિપર્યાસરૂપ પ્રતિષેધના બે પ્રકાર : (૧) પથુદાસ (૨) પ્રસજ્ય.
પર્યદાસ : અર્થથી નિર્દિષ્ટ અને વિધિના એક વાક્યમાં તત્પર એવો જે પ્રતિષેધ અર્થાત સમાસમાં રહેલો એવો જે નગુ, આમ પ્રતિષેધ (ન) અને સ્વપદ એટલે જ પદની સાથે “ન' લગાડવામાં આવ્યો છે તે પદથી ઉક્ત ન હોય તે પથુદાસ છે.
અર્થાત્ “ન' જે પદની સાથે લગાડવામાં આવ્યો હોય તે પદના અર્થથી ભિન્ન અર્થને કહેનાર એ પ્રતિષેધ (ન) છે. તેથી વિધિનો વાચક બને છે. માટે જે પદની સાથે “ન' લગાડ્યો હોય તે બંને સમાસ હોવાથી એક વાક્ય છે. આ રીતે રહેલો પ્રતિષેધ (ન) વિધિરૂપ અર્થનો જ વાચક છે. તે પથુદાસ છે. પ્રસજયઃ આનાથી બીજા પ્રકારે છે તે પ્રસર્યો છે. અજીવ શબ્દનો વિગ્રહ પર્યદાસથી જ કરવો
અહીં અજીવ શબ્દમાં આ બે પ્રકારના પ્રતિષેધમાંથી પથુદાસ જ ગ્રહણ કરવાનો છે. એટલે અજીવ શબ્દનો વિગ્રહ “જીવાતુ અન્ય” પર્યદાસથી જ કરવો. પર્યદાસ સનો–વસ્તુનો જ ઈષ્ટ છે. કારણ કે તે વિધિપ્રધાન છે. વિધિ એટલે અસ્તિત્વ. અહીં અસ્તિત્વની પ્રધાનતા છે એટલે કે “અજીવ’ શબ્દથી અસ્તિ–સત પદાર્થ લેવો પડશે. આ રીતે પર્યદાસ પ્રતિષેધ વિધિરૂપ અર્થનો જ વાચક છે તેથી જીવ જેમ સત્ છે તેમ એનાથી “અન્ય–બીજો પદાર્થ પણ સત્ જ હોય આવો અર્થ થાય. એટલે “અજીવ' શબ્દથી પણ જીવથી અન્ય સત્ પદાર્થ જ આવે.'
આ અસ્તિત્વાદિ ભાવો બધા સતુ પદાર્થોમાં છે જ એટલે અસ્તિત્વાદિ ધર્મોથી કોઈ પણ પદાર્થનો ભેદ નથી. તો જીવ અને અજીવમાં ભેદ પાડનાર ચૈતન્ય છે. આ ચૈતન્ય જીવ સિવાયના બીજા અજીવ પદાર્થોમાં નથી. ચૈતન્ય તો જીવમાં જ છે. એટલે અહીં “જીવાતુ અન્યઃ” જીવ સિવાયનાં બીજાં દ્રવ્યોમાં ચૈતન્યનો નિષેધ કહેવાથી ધર્માદિ દ્રવ્યો અજીવ છે. આ અનુશાસન છે. આ સૂત્રકારનો અભિપ્રાય છે માટે ચૈતન્યરૂપ વિશેષ ધર્મોવાળા જીવ સિવાયનાં બીજાં દ્રવ્યો તે અજીવ છે આવી વ્યાખ્યા જ કરવી જોઈએ.
આનાથી વિપરીત પર્યદાસ છે. તેથી “ન ઘટઃ અઘટઃ' આમાં “ન'નો સંબંધ ઉત્તરપદમાં જે “ઘટ' તેની
સાથે છે એટલે ઘટથી જુદો સત્ પદાર્થ આવશે. ૧. કી નગૌ તૌ તો, પર્યુલાસપ્રલથી .
पर्युदासः सहक्ग्राही, प्रसज्यस्तु निषेधकृत् ॥ પર્હદાસ નિષેધ, સદશને ગ્રહણ કરે છે તેથી અહીં જીવથી અન્ય ધર્માદિ સતરૂપ પદાર્થ જ આવે.