________________
૯
અધ્યાય-૫ ઃ સૂત્ર-૧
સિદ્ધ ભગવંતો અકર્મ છે પણ તેઓમાં અજીવત્વ નથી ત્યાં પણ અજીવત્વનો પ્રસંગ આવશે એટલે ‘અજીવકાયા ધર્મધર્માકાશપુદ્ગલા'ને બદલે ‘અજીવકાયા ધર્મધર્માકાશપુદ્ગલસિદ્ધાઃ' આ પાંચ અજીવકાય-અસ્તિકાય અને છઠ્ઠો જીવાસ્તિકાય આમ છ અસ્તિકાય માનવા પડશે !
આ રીતે ‘અકર્મ વસ્તુમાં અજીવત્વનો વિધિ છે.' આ નિરૂપણ દુષ્ટ છે એમ સિદ્ધ થયું. આ દોષને હટાવવા માટે પણ અન્ય મતવાળા કહે કે અમે તો અકર્મ એવા અચેતનોમાં જીવત્વનો નિષેધ કરીએ છીએ.
તો આ માન્યતા પણ બરાબર નથી. અકર્મ એવાં અચેતનોમાં જીવત્વનો નિષેધ કરવો એના કરતાં તો ચૈતન્યનો નિષેધ કહેવો એ જ શ્રેષ્ઠ છે. જીવનનો પ્રતિષેધ શા માટે કરવો ? આ રીતે અન્ય મત પ્રમાણે અજીવ શબ્દનું નિરૂપણ અને તેનું નિરસન સમાપ્ત થયું. હવે આપણે પ્રસ્તુત વિચારી રહેલ બે પ્રકારના નિષેધમાંથી ‘‘અજીવ” શબ્દનો વિગ્રહ પર્યુદાસથી જ કરવો આ વાત સમજી લીધી ત્યાર બાદ પ્રસજ્જ પ્રતિષેધ ‘અજીવ' શબ્દમાં બને કે કેમ તેની વિચારણા શરૂ કરીએ છીએ...
અજીવના વિગ્રહમાં પ્રસજ્ય પ્રતિષેધનો નિષેધ
‘નજીવ:' ‘અજીવઃ’અર્થાત્ જીવથી અન્ય અજીવ છે. આ રીતે વિધિરૂપ પર્યુદાસ પ્રતિષેધ છે તેને છોડીને ‘જીવો ન ભવતિ’ આ પ્રમાણે પ્રસજ્ય પ્રતિષધરૂપ અર્થ ગ્રહણ કરાય તો તે બરાબર નથી. કેમ કે પ્રાયઃ કરીને પ્રસજ્જ પ્રતિષેધ તો પ્રસક્તનો થાય. પ્રસક્ત એટલે પ્રસંગ આને દૂર કરવા પ્રાયઃ કરીને પ્રતિષેધ ‘ન’નો ઉપયોગ થાય છે.
૧.
૨.
અહીં એમ સમજાય છે કે જેઓ ‘જીવન'ને લઈને જીવત્વનો નિષેધ કરે છે તેમાં તેમનો એક પણ પક્ષ ટકી શકતો નથી તેથી અકર્મ એવાં અચેતનોમાં ‘જીવન'ને લઈને નિષેધ કરવા તૈયાર થાય છે પણ અચેતન વસ્તુમાં જે અકર્મ વિશેષણ લગાવે છે તે નિરર્થક છે. કેમ કે વિશેષણ તો વ્યાવર્તક હોય છે. અચેતન કોઈ એવો નથી જેનો અકર્મ વિશેષણથી વ્યવચ્છેદ થાય. તેથી અકર્મ એ વિશેષણ નિરર્થક છે. અર્થાત્ અકર્મ એવી અચેતન વસ્તુ જ અપ્રસિદ્ધ છે. આથી આમ દોષ આવે છે. તેથી ચૈતન્યનો પ્રતિષેધ કરવો એ જ શ્રેષ્ઠ છે. જીવનના પ્રતિષેધથી શું ? આનું તાત્પર્ય આમ સમજાય છે.
પ્રસય પ્રતિષેધ, પ્રસક્તનો થાય. અજીવમાં કોઈ પણ રીતે ચૈતન્ય ધર્મનો પ્રસંગ આવતો જ નથી માટે અહીં અજીવમાં રહેલો ‘અ' (ન) પ્રસજ્જ પ્રતિષેધ માની શકાય નહીં. આથી અહીં તો ‘જીવથી અન્ય’ આ રીતે પર્યુદાસ જ ગ્રહણ કરવો જોઈએ. પ્રસજ્ય પ્રતિષેધ પ્રસક્તનો જ પ્રાયઃ થાય છે એનો અર્થ એ છે કે કોઈ પણ કાલે કે કોઈ પણ ક્ષેત્રમાં જીવ શબ્દથી વિવક્ષિત ચૈતન્ય ગુણ ધર્માસ્તિકાયમાં રહ્યો હોય તો ‘ધર્માધર્માકાશાઃ પુદ્ગલાઃ જીવાઃ ન ભવન્તિ' તેવી રીતનો પ્રસજય પ્રતિષધરૂપ અર્થ નીકળે. જેમ ‘ભૂતલે ઘટો ન ભવતિ' આ પ્રતિષેધ બતાવે છે કોઈ પણ ઘટ કોઈ પણ કાલમાં ભૂતલાદિ અધિકરણમાં પ્રસિદ્ધ હતો પણ અત્યારે ભૂતલમાં ઘટ નથી અર્થાત્ પહેલાં તે પ્રસક્ત હતો અત્યારે તેનો પ્રસંગ નથી.