________________
અધ્યાય-૫ : સૂત્ર-૧
૫
આ બંને પ્રકારના પ્રાણોનો સંબંધ ન હોવાથી ચૈતન્યશક્તિ જેને પ્રાપ્ત નથી થઈ તે અજીવ છે.
અજીવમાં જીવના વિશેષ લક્ષણનો નિષેધ
જીવનું જે વિશેષ લક્ષણ છે તેને લઈને અહીં ‘અજીવાઃ”થી નિષેધ કરાય છે. અર્થાત્ જીવમાં રહેલા ઉપયોગરૂપ વિશેષ લક્ષણનો નિષેધ કરવામાં આવે છે. પણ સત્ત્વ, જ્ઞેયત્વ, પ્રમેયત્વ આદિ જે સામાન્ય ધર્મો છે તેનો નિષેધ કરાતો નથી. કારણ કે સત્ત્વાદિ ધર્મો પદાર્થમાત્રમાં છે. જેટલા પદાર્થો છે તે બધામાં સત્ત્વાદિ ધર્મો છે. માટે સત્ત્વાદિ ધર્મની અપેક્ષાએ તો ‘ન જીવાઃ’ ‘અજીવાઃ' આ પ્રમાણે નિષેધ થઈ શકે નહિ.
અજીવ શબ્દમાં રહેલા ‘અ’ છે તે ‘ન જીવાઃ' આ વાક્યમાં રહેલ ‘ન’ નો થયેલ છે. આ રીતે અજીવ શબ્દ સામાસિક છે. જે ‘ન' નો અર્થ છે તે જ આ ‘અ' નો અર્થ છે એટલે જ્યારે આ ‘ન' જે પદની સાથે લાગેલો હોય છે તે પદથી જુદા પદાર્થનો નિષેધ કરે છે. તેને માટે ન્યાય બતાવે છે—
‘ન'થી યુક્ત જે પદ હોય અને ‘ડ્વ'થી યુક્ત જે પદ હોય છે તે અન્ય સર્દેશ અધિકરણને બતાવનાર છે—અધિકરણમાં વર્તે છે.
આ ન્યાયથી અહીં ‘અજીવ’ આ જે સમાસ બન્યો છે તેમાં ‘જીવ' પદ ‘નમ્' યુક્ત છે. તેથી જીવના સદંશ જે અન્ય હોય તેનું ગ્રહણ કરાય.
જીવમાં જે દ્રવ્યત્ત્વ, સત્ત્વ, પ્રમેયત્વ આદિ ધર્મો છે તે ધર્મો ધર્માદિ અજીવોમાં પણ છે તેથી જીવથી સદેશ ધર્માદિ છે. માટે ‘અજીવ’ પદથી ધર્માસ્તિકાયાદિ લેવાશે.
જો આમ ન મનાય તો અર્થાત્ ‘ન જીવાઃ”માં ‘ન'થી ઉપયોગરૂપ વિશેષ લક્ષણનો નિષેધ ન મનાય અને સત્ત્વાદિ ધર્મોનો નિષેધ મનાય તો અજીવો સત્ત્વાદિ ધર્મવાળા ન થાય અને સત્ત્વાદિ ધર્મવાળા ન હોવાથી આકાશકમલ જેવા થશે. માટે ‘અજીવ' શબ્દથી ‘જીવ' દ્રવ્યથી જે વિપરીત દ્રવ્ય છે અર્થાત્ ઉપયોગ લક્ષણવાળું જે દ્રવ્ય નથી તે અજીવ છે. દ્રવ્યત્વની કે વસ્તુત્વની વિપરીતતા ઇષ્ટ નથી.
‘ન જીવાઃ અજીવાઃ’ આ વિગ્રહથી એવી શંકા કરવી નહીં કે દ્રવ્યત્વ અને વસ્તુત્વનો વિપર્યાસ=વિપરીતતા ઇષ્ટ છે. કેમ કે સૂત્રકાર અહીં દ્રવ્યનું નિરૂપણ કરી રહ્યા છે. માટે દ્રવ્યત્ત્વની વિપરીતતા ઇષ્ટ નથી તેવી રીતે વસ્તુત્વની વિપરીતતા પણ ઇષ્ટ નથી. કેમ કે વસ્તુત્વની વિપરીતતા ઇષ્ટ કરાય તે તો ધર્માદિ ગગનેન્દીવરના સમાન થઈ જાય !
૧. નખ્યુ ંમિવયુ વા, યદ્રિાય વિધીયતે 1
तुल्याधिकरणेऽन्यस्मिन् लोकेऽप्यर्थगतिस्तथा ॥१॥
कोट्याचार्यकृत- विशेषावश्यकभाष्यटीका भा. २ पृ. ५६६
..... इति न्यायेन भावान्तर एवाजीवशब्दो नाभावमात्रे वर्तते, यथाऽनश्वशब्दो गर्दभे वर्तते । भावान्तरानात्मकस्याभावमात्रस्याप्रसिद्धत्वात्'च । तत्त्वन्यायविभाकरे पृ, १३ पं. ७