Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
३८
तत्त्वन्यायविभाकरे
તે આ પ્રમાણે “પુદ્ગલો અચિંત્ય શક્તિવાળા છે.' તથાચ શક્તિની વિચિત્રતાથી પરિણામનીપરિવર્તનની વિચિત્રતા હોઈ, પુદ્ગલો પૃથ્વી-જલ-તેજસ્ અને વાયુ રૂપે પરિણમે છે. સર્વથા પૃથ્વી, જલ આદિની ભિન્ન જાતિમાં કોઈ પ્રમાણ નથી.
તથા દિશા પણ પૃથર્ દ્રવ્ય નથી, કેમ કે-ચપ્રદેશની મર્યાદાવાળા વિશિષ્ટ આકાશપ્રદેશોથી અથવા સૂર્યોદયના આશ્રય રૂપ આકાશપ્રદેશોથી પૂર્વદિશા આદિ દિશાનો વ્યવહાર યુક્તિયુક્ત થાય છે. દ્રવ્ય આત્મક મનનું પણ ચક્ષુ આદિની માફક પુદ્ગલવિશેષ રૂપ જ છે. - હવે તૈયાયિક વૈશેષિક અભિમત ગુણ આદિ પદાર્થોનો જીવ આદિ “છ” દ્રવ્યોમાં જ સમાવેશ થાય છે. એ વાત કહે છે કે- રૂપ આદિ ચોવીશ ગુણો ક્રમભાવી હોઈ ગમન આદિ રૂપ પર્યાય-કર્મ, સામાન્ય પર અને અપર બે પ્રકારનું છે. સત્તા એ પર સામાન્ય છે. દ્રવ્યત્વ અપર સામાન્ય કહેવાય છે. તથાચ ગુણ-કર્મસામાન્યનો સમાવેશ દ્રવ્યના પર્યાયોમાં થાય છે.
આદિ અને અંતરહિત અણુ, આકાશ આદિ નિત્ય દ્રવ્યોમાં રહેનાર, અત્યંત વ્યાવૃત્તિ જ્ઞાનના કારણ તરીકે વિશેષ રૂપ પદાર્થ અપ્રામાણિક જ છે, કેમ કે-વિશેષ પણ પર્યાયરૂપ સજાતીય વિજાતીયોથી સર્વથા વ્યવચ્છેદવ્યાવૃત્તિ રૂપ ધર્મ છે.
વળી અયુત સિદ્ધ-આધાર્ય આધારભૂત પદાર્થોનો ઈહ પ્રત્યય હેતુ રૂપ સમવાય સંબંધ તો જુદો પદાર્થ નથી જ, કેમ કે- કથંચિત્ તાદાત્મ રૂપ સંબંધ વડે જ ગુણ આદિ વિશિષ્ટ બુદ્ધિની ઉપપત્તિ થઈ જાય છે.
અભાવ નામક પદાર્થ પણ અધિકરણ રૂપ દ્રવ્યથી સર્વથા ભિન્ન નથી, કેમ કે- તાદેશમાં પ્રમાણનો અભાવ છે. અર્થાત્ જીવ આદિ છ પદાર્થો જ દ્રવ્યો છે. છ થી કોઈ અધિક કે ન્યૂન નથી.
શંકા- આ પ્રમાણે જે કહ્યું છે કે- “છ જ દ્રવ્યો છે'- એ વાત ઠીક નથી, કેમ કે- જીવ આદિ છ દ્રવ્યોથી ભિન્ન પુણ્ય-પાપ આદિ તત્ત્વોની વિદ્યમાનતા છે. પહેલાં જ કહી દીધું છે કે ત્યાં જીવ-અજીવ-પુણ્ય-પાપઆશ્રવ-સંવર-નિર્જરા-બંધ અને મોક્ષ, એ નવ તત્ત્વો છે.
સમાધાન-પુણ્ય આદિ તત્ત્વોમાં પણ આ જ જાય છે અને પુણ્ય આદિ તત્ત્વોનો પૂર્વોક્ત દિશા દ્વારા જીવ આદિ છ દ્રવ્યોમાં જ અંતર્ભાવ કરવો જોઈએ. જેમ કે ત્યાં એટલે જીવ આદિ છ દ્રવ્યો પૈકી પુગલોમાં પુણ્ય-પાપ-આશ્રવ-બંધતત્ત્વોનો સમાવેશ થાય છે.
વિશેષ વાત એવી છે કે- આશ્રવ અનેક રૂપવાળો છે. પરંતુ કર્મ પ્રાપ્ત કરાવનાર ક્રિયાવિશેષ રૂપ આશ્રવ અથવા અધ્યવસાયવિશેષ રૂપ આશ્રવ-એમ બે વિભાગમાં છે.
ત્યાં મૂર્તિ આત્મા જ ક્રિયાવાન હોઈ ક્રિયાવિશેષ રૂપ આશ્રવનું મૂર્તિસ્વરૂપી પગલપણું છે અને તે ક્રિયામાં પ્રયોજક રૂપ અધ્યવસાયવિશેષ જીવ પરિણામ હોઈ જીવ આત્મક પણ છે. બંધનું સંશ્લિષ્ટ કર્મરૂપપણું હોઈ પૌદ્ગલિકપણું સિદ્ધ જ છે. તથા સંવર, નિર્જરા અને મોક્ષતત્ત્વોનો સમાવેશ જીવપરિણામવિશેષ હોઈ જીવદ્રવ્યમાં અંતર્ભાવ થાય છે. अथ कालं विहाय पञ्चानां साधर्म्यमाह
નં વિફા પતિયા મન્તિા ૨૨. कालमिति । अनागतस्यानुत्पत्तेरुत्पन्नस्य च नाशात्प्रदेशप्रचयाभावेन कालेऽस्तिकायता नास्तीत्यभिप्रायेणाह कालं विहायेति । कायो हि समुदायः, मनुष्यलोकव्यापी