________________
रूव मसासय मेयं, विज्जुलयाचंचलं जए जीअं ।
१० ७८ संझाणुरागसरिसं, खणरमणीअं च तारुण्णं ॥३६॥ रूपमशाश्वतमेतद्, विद्युल्लताचंचलं जगति जीवितम् । संध्यानुरागसद्दशं, क्षणरमणीयं च तारुण्यम् ॥३६॥ .
અર્થ: હે જીવ! આ શરીરનું સુંદરપણું અશાશ્વત છે, જગતમાં જીવિત (આયુષ્ય) તે વિજળીની લતા (રેખા) સરખું ચંચળ છે, અને જાવાનીપણું સંધ્યાકાળના નાના પ્રકારના રંગ સરખું ક્ષણમાત્ર સુંદર દેખાય તેવું છે.
गयकण्णचंचलाओ, लच्छीओतिअसचावसारिच्छं।
४. १ ८ ७ ८ १० ११ विसयसुहं जीवाणं, बुज्झसु रे जीव! मा मुज्झ ॥३७॥
गजकर्णचंचला, लक्ष्म्यंस्त्रिदशचापसहक्षम् । विषयसुखं जीवानां, बुध्यस्व रे जीव ! मा मुह्य ॥३७॥
અર્થ : જીવોની લક્ષ્મીઓ હાથીના કાને સરખી ચંચળ છે, અને વિષયસુખ ઈન્દ્રધનુષ્ય (આકાશમાં સત્પવર્ણી મેઘધનુષ્ય રચાય છે તે) સરખું ક્ષણભંગુર છે, માટે હે મૂઢ જીવ ! બોધ પામ, અને તે લક્ષ્મી તથા વિષય સુખમાં મોહ ન પામ.