________________ cicale qu અન્ન વિના દેહ ટકતો નથી, તેમ જ્ઞાન વિના આત્મા સ્થિર થઇ શકતો નથી. જ્ઞાનની રમણતા આત્માનું સ્થિરીકરણ કરે છે. સમ્યગજ્ઞાનની સાધના જેના જીવનમાં વ્યાપી જાય છે. તેનું જીવન પવિત્ર ઝરણાં જેવું થઇ જાય છે. ઝરણું જેમ વહ્યા કરે છે, તેમ જ્ઞાન ઝરણારૂપે સતત વહ્યા કરે છે. તેવા સાત્વિક જીવન જીવનાર વ્યક્તિ સંસાર સાગર તરી જાય છે. આવા સમ્યગજ્ઞાનને પ્રાપ્ત કરી જીવનને ઉજવળ બનાવો. એજ અંતરના શુભ આશીર્વાદ. વિજ, ક્ષધિસૂરિ મહાસુદ-૩, વિ.સં.૨૦૫૬ તા. 8-2-2000 મંગળવાર શંખેશ્વર 56259 ESHRI NEME PRINTER -