________________
२७
तंमिविनिगोअमज्झे, वसिओ रे जीव विविह कम्मवसा । विसहंतो तिक्खदुक्खं, अणंतपुग्गलपरावत्ते ॥५०॥
तस्मिन्नपि निगोदमध्ये, उषितो रे जीव ! कर्मवशात् । विषहमाणस्तीक्ष्णदुःखं, अनंतपुद्गलपरावर्तान् ॥५०॥
અર્થ : હે જીવ! વિવિધ પ્રકારના કર્મના વશથી તે નિગોદની મધ્યે પણ અનંત પુગલ પરાવર્ત કાળ સુધી તું તીક્ષ્ણ દુઃખને સહન કરતો રહયો છે, માટે હવે તેવાં દુઃખો ન ભોગવવા પડે તે માટે વીતરાગ ધર્મ આરાધવાને તત્પર થા. निहरीअ कहवि तत्तो, पत्तो मणुअत्तणंपि रे जीव! । तत्थविजिणवरधम्मो, पत्तोचिंतामणिसरिच्छो ॥५१॥
नि:सृत्य कथमपि ततः, प्राप्तो मनिजत्वमपि रे जीव! । तत्रापि जिनवरधर्मः, प्राप्तश्चिंतामणिसद्दक्षः ॥५१॥
અર્થ: હે જીવ! તું કોઈ મહા કષ્ટ કરીને પણ તે નિગોદમાંથી નિકળીને મનુષ્યપણું પામ્યો છે, ને તેમાં પણ તને ચિંતામણિ રત્ન સરખો શ્રી જીનેશ્વરભાષિત ધર્મ પ્રાપ્ત થયો છે.
१०
१०