Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
..૨
શંકા - પરંતુ આ રીતે ચાલ્ અવ્યય અસ્તિત્ત્વ-નાસ્તિત્ત્વ બંને ધર્મોનું ઘોતન કરશે તો વિધ્યર્થીઓ (અસ્તિત્વની અપેક્ષાવાળાઓ) ની પ્રતિષેધમાં (નાસ્તિત્વમાં) પ્રવૃત્તિ અને પ્રતિષેધાર્થીઓની વિધિમાં પ્રવૃત્તિ થવાનો પ્રસંગ આવશે.
સમાધાન - દ્રવ્યાર્થિકન અસ્તિત્વની પ્રધાનતા રહે છે અને નાસ્તિત્ત્વાદિની ગૌણતા રહે છે. માટે તેને આશ્રયી વિધ્યર્થ વિધિમાં જ પ્રવર્તશે. તેવી રીતે પર્યાયાર્થિકન નાસ્તિત્ત્વાદિની પ્રધાનતા રહેતી હોવાથી નિષેધાર્થ પ્રતિષેધમાં જ પ્રવર્તશે. કેમકે નિયમ છે કે ‘પ્રથાનનુયાયિનો વ્યવહાર મવત્તિ'. આમ ગૌણ-મુખ્યભાવ રહેતો હોવાથી તમે કહેલી આપત્તિ નહીં આવે.
(3) ઉપર સિદ્ધ કર્યું તે મુજબ ચએ અનેકાંતનું દ્યોતક હોવાથી સ્યાદ્વાદનો અર્થ અનેકાંતવાદ થાય. નિત્યત્વ-અનિત્યત્વ, સત્ત્વ-અસત્ત્વ, સામાન્યત્વ-વિશેષત્વ, અભિલાપ્યત્વ-અનભિલાપ્યત્વ વિગેરે પરસ્પર અત્યંત વિરૂદ્ધ એવા અનેક ધર્મોનું એક કાળે એક વસ્તુમાં અસ્તિત્વ સ્વીકારવું તે અનેકાંતવાદ.
શંકા - એક જ વસ્તુના તે જ પ્રદેશોમાં એક જ કાળે પરસ્પર અત્યંત વિરૂદ્ધ એવા અકમભાવી (સાથે ન રહી શકે એવા) ધર્મો સાથે રહે એ શી રીતે ઘટે? જે કાળે વસ્તુ વિદ્યમાન હોય તે જ કાળે તે વસ્તુ ગેરહાજર પણ હોય આ વાત શક્ય નથી. અર્થાત્ જે કાળે વસ્તુમાં અસ્તિત્વ ધર્મ હોય તે જ કાળે તે જ વસ્તુના તે જ પ્રદેશોમાં નાસ્તિત્વ ધર્મ પણ શી રીતે રહી શકે ? જો રહે તેવું માનીએ તો વિરોધ આવે અને તેથી સાંકર્ય દોષ
પણ આવે.
સમાધાન - ચોકકસ અપેક્ષાને આશ્રયી બુદ્ધિમાં વસ્તુની જુદા-જુદા પ્રકારે ઉપસ્થિતિ(અર્પણા) થતી હોવાથી વિરોધ કે સાંકર્યદોષ નહીં આવે. દા.ત. એક વ્યક્તિને દાહવર થયો છે અને બીજી વ્યકિતને શીતજ્વર. હવે તે બન્નેની વચ્ચે તાપણા માટે ખદિર વિગેરે સારભૂત ઇંધણથી પ્રજ્વલિત કરાયેલો વિશેષ પ્રકારનો અગ્નિ મૂકવામાં આવે તો દાહવરથી પીડાતા શરીરવાળાની અપેક્ષાએ અગ્નિમાં સ્પષ્ટપણે દુઃખ આપવાની શકિત છે અને શીતવરથી અભિભૂત શરીરવાળા વ્યકિતની અપેક્ષાએ તે જ અગ્નિમાં પ્રગટપણે સુખ આપવાની શકિત છે. આમ પરસ્પર વિરોધી એવી આ બન્ને શક્તિઓનું એક જ અધિકરણ હોવા છતાં સાંકર્ય પણ નથી, શક્તિઓને રહેવાના દેશ કે કાળને પણ ભેદ નથી, પરંતુ એક જ કાળે એક જ અગ્નિના એના એ જ પ્રદેશમાં જેમ પરસ્પર વિરૂદ્ધરૂપે મનાયેલી બન્ને શકિતઓનો અવિરોધ દેખાય છે. તેમ એક જ વસ્તુમાં એક જ કાળે પરસ્પર વિરૂદ્ધ ધર્મ રહી શકે છે. સ્વરૂપ (સ્વપર્યાયની ઉપસ્થિતિ) ની અપેક્ષાએ વસ્તુમાં અસ્તિત્ત્વધર્મ અને પરરૂપ (પરપર્યાય) ની અપેક્ષાએ તેમાં જ નાસ્તિત્ત્વધર્મ માનવામાં કોઈ વિરોધ નથી. દ્રવ્યાર્થિકન વસ્તુમાં નિત્યત્વ છે, કેમકે પર્યાયો ફરવા છતાં મૂળથી દ્રવ્યનો નાશ થતો નથી અને વિનાશ (વ્યય) તથા પ્રાદુર્ભાવ (ઉત્પાદ)