________________ પ્રથમ પ્રસ્તાવ. અહીં મંગળકળશના ગયા પછી તેના માતા પિતાએ તેની ઘણુ શેધ કરી, પરંતુ તેની શુદ્ધિ ન મળવાથી અત્યંત વિલાપ કરી કેટલેક દિવસે શેક રહિત થયાં. એટલામાં એક દિવસ મંગળકળશની માતા પિતાના ઘર તરફ રથમાં બેસીને આવતા પુત્રને જેઈ ઓળખ્યા વિના જ એકદમ બોલી કે –“હે રાજપુત્ર ! તું અમારા ઘરમાં રથ કેમ લાવે છે? ચાલુ માર્ગ મૂકીને શું ન માર્ગ કરવો છે?” આ પ્રમાણે નિષેધ કર્યા છતાં પણ તે જ્યારે અટકે નહીં ત્યારે તેણીએ ગભરાઈને માટે સ્વરે શેઠને બોલાવીને કહ્યું. શેઠ તેને નિષેધ કરવા માટે ઘરની બહાર નીકળ્યા, તેવામાં તે મંગળકળશ રથમાંથી નીચે ઉતરી પિતાના પગમાં પડ્યો. ત્યારે તેને ઓળખીને હર્ષ સહિત પિતાએ પુત્રને ગાઢ આલિંગન કર્યું. પછી હર્ષના અશુ મૂકતા માતાપિતાએ પ્રથમ તેના કુશળ સમાચાર પૂછી પછી બીજી સર્વ હકીકત પૂછી, અને આવી અપૂર્વ સંપત્તિ પ્રાપ્ત થયાની વાત પણ પૂછી. ત્યારે તેણે પિતાને સર્વ વૃત્તાંત માતા પિતા પાસે કહી બતાવ્યું. તે સાંભળી માતાપિતાએ મનમાં વિચાર્યું કે “અહો ! આ પુત્રનું ભાગ્ય અને સૌભાગ્ય ઘણું મોટું છે. ત્યારપછી તે શ્રેષ્ઠીએ પોતાના ઘરની ફરતો કિલ્લો કરાવ્યા, અને તેમાં ગુપ્ત રીતે તે પાંચે અશ્વો રાખ્યા. શ્રેષ્ઠીને ઘેર પુત્ર આવ્યાની વધામણીને ઉત્સવ . - - એકદા મંગળકલશે પિતાને કહ્યું કે–“હે પિતા ! હજુ મારે કળાભ્યાસ કરવાનો બાકી છે તે કરવો છે.” એટલે શ્રેષ્ઠીએ પોતાના ઘરની પાસે રહેતા કેઈ કળાચાર્યની પાસે તેને કળાભ્યાસ કરવા મૂક્યો. ત્યાં તેની પાસે મંગળકળશ કળાભ્યાસ કરવા લાગ્યો. અહીં ચંપાપુરીમાં મંત્રીએ પોતાના પુત્રને રાત્રી સમયે મંગળકળશનો વેષ પહેરાવી વાસગૃહમાં રાજપુત્રી પાસે મેકલ્યો. તે આવીને શમ્યા ઉપર બેઠે. તેને જોઈ રૈલોક્યમુંદરી મનમાં વિચાર કરવા લાગી કે - “આ કેઢીઓ કે મારી પાસે આવ્યા?” પછી તે તેને સ્પર્શ કરવા નજીક આવે, એટલે વૈલોક્યસુંદરી શય્યામાંથી ઉતરીને જલદી ઘરની બહાર જ્યાં પોતાની દાસીઓ સુતી હતી ત્યાં આવી. તેને ત્યાં આવેલી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust