________________ 14 શ્રી શાંતિનાથ ચરિત્ર.. મંગળકળશ દેહચિંતા માટે ઉભે થયે. ત્યારે રાજપુત્રી પણ હાથમાં જળનું પાત્ર લઈ તેની પાછળ જ ગઈ. મંગળકળશ તે જળવડે પવિત્ર થઈ ઘરમાં પાછો આવ્યેપરંતુ તેના મનમાં ચિંતા થવા લાગી. તે વખતે ગેલેક્સસુંદરીએ એકાંતમાં રહેલા પિતાના પતિને ન્ય ચિત્તવાળા જોઈ પૂછયું કે –“હે પ્રાણનાથ ! આપને શું ક્ષુધા બાધા કરે છે?” તેણે જવાબમાં હા કહી. ત્યારે તેણુએ દાસી પાસે પોતાના પિતાને ઘેરથી મોદક મંગાવી આપ્યા. તે મોદકો ખાઈ પાણી પીતાં તે બોલ્યો કે –“અહો! આવા સિંહકેશરીયા મોદક ખાધા પછી તેની ઉપર જે ઉજજયિની નગરીનું જળ હોય તે બહુ સારી તૃપ્તિ થાય, અન્યથા ન થાય.” તે વચન સાંભળી રાજપુત્રી મનમાં ચાકળ થઈ વિચારવા લાગી કે અહા! આ આવું અઘટિત કેમ બોલે છે? ઉજ્જયિનીના જળની મીઠાશ એઓ શી રીતે જાણતા હશે? અથવા એમનું મોસાળ ત્યાં હશે, તેથી બાલ્યાવસ્થામાં તે જોયેલું હોવાથી તેનું સ્વરૂપ જાણતા હશે.” ત્યારપછી તેણીએ પિતાના હાથવડે પાંચ સુગંધી વસ્તુથી મિશ્રિત કરેલું તાંબુળ પોતાના ભર્તારને મુખવાસ માટે આપ્યું. થોડીવારે મંત્રીએ મંગળકળશની પાસે માણસ એકલી સમય જણાવ્યો, ત્યારે મંગળકળશે ગ્રેજ્યસુંદરીને કહ્યું કે–“હે પ્રિયા! ફરીને પણ મારે દેહચિંતા માટે જવાની ઈચ્છા છે, ઉદરમાં ઘણી બાધા થાય છે, પણ તારે પાણીનું પાત્ર લઈને જલદી ન આવવું, ડીવાર રહીને આવવું.” એમ કહી તે મંત્રીના ઘરમાંથી નીકળી ગયો. તેણે મંત્રીને પૂછયું કે–“રાજાએ આપેલા અશ્વો વિગેરે મારી સર્વ વસ્તુ ક્યાં છે?” મંત્રી બે –તે સર્વ ઉજયિનીના માર્ગમાંજ છે.” તે સાંભળી તે ત્યાં ગયે અને સાર સાર વસ્તુ એક રથમાં નાંખી તે રથને ચાર અશ્વો જેડી, એક અશ્વ પાછળ બાંધી, બાકીની કેટલીક વસ્તુ ત્યાંજ મૂકી દઈ તે પોતાની નગરી તરફ ચાલ્યો. તેણે માર્ગમાં જે જે ગામે આવ્યાં તેના નામ પૂછયાં, મંત્રીના સેવકેએ તેના નામ કહ્યાં. એ રીતે રથમાં બેસીને અખંડ પ્રયાણ કરતે મંગળકળશ થોડા દિવસે એજ પોતાની નગરીએ પહોંચ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust