________________
મંગલાચરણ
શ્લોક-૨
શ્લોક :स्फुरति चेतसि भावनया विना, न विदुषामपि शान्तसुधारसः ।
न च सुखं कृशमप्यमुना विना, जगति मोहविषादविषाकुले ।।२।। શ્લોકાર્ચ -
ભાવના વગર વિદ્વાનોને પણ ચિત્તમાં શાંતસુધારસ સ્કુરાયમાન થતો નથી=આવિર્ભાવ થતો નથી અને આના વગર શાંતસુધારસ વગર, મોહના વિષાદરૂપ વિષથી આકુલ જગતમાં થોડું પણ સુખ નથી. |રા ભાવાર્થ :
સંસારીજીવોને મોહના શમન અર્થે ભગવાને અમૃતની વાણી જેવાં સુંદર વચનો કહ્યાં છે જે વચનો જીવમાં શાંત એવો અમૃતરસ ઉત્પન્ન કરે છે, જે અમૃતરસ જીવને સર્વકર્મથી રહિત એવી અમર અવસ્થાની પ્રાપ્તિનું કારણ છે. અર્થાત્ જ્યાંથી ક્યારેય મૃત્યુ નથી તેવી અમર અવસ્થાનું કારણ છે. અને જેઓ બુદ્ધિમાન છે તેવા વિદ્વાન જીવો સદા અમર અવસ્થાના કારણભૂત શાંતસુધારસને જ ઇચ્છે છે, અન્ય કંઈ જ ઇચ્છતા નથી; કેમ કે શાંત અમૃત જેવો રસ મોક્ષની પ્રાપ્તિની અપેક્ષાએ તો સુખના ફળવાળો છે, પરંતુ મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાંસુધી પણ ચિત્તની સ્વસ્થતા આપાદાન કરે છે અને સદ્ગતિની પરંપરાને પ્રાપ્ત કરાવે છે. આમ છતાં વિદ્વાનોને પણ અનાદિથી મોહના સંસ્કારો સ્થિર થયેલા હોવાથી ભગવાનના વચનને પુનઃ પુનઃ ભાવન કરીને તેનાથી ભાવિત થયા વિના શાંતસુધારસની પ્રાપ્તિ થતી નથી. તેથી બુદ્ધિમાન પુરુષો સુખની પરંપરાના અર્થી હોવાને કારણે હંમેશાં ભાવનાઓથી આત્માને ભાવિત કરીને શાંતસુધારસને ચિત્તમાં સ્કુરાયમાન કરવા યત્ન કરે છે.
બુદ્ધિમાન પુરુષો ભાવનાથી શાંતસુધારસને પ્રગટ કરવા કેમ ઇચ્છે છે તે શ્લોકના ઉત્તરાર્ધથી કહે છે. જગતના જીવોમાં આત્માના પારમાર્થિક સ્વરૂપને જોવામાં અસમર્થ બને તેવો મોહનો પરિણામ વર્તે છે. જેના કારણે તેઓ બાહ્યવિષયોને સુખના ઉપાયભૂત જોઈને તેની પ્રાપ્તિ માટે હંમેશાં નિરર્થક પ્રવૃત્તિ કરીને વિષાદવાળા રહે છેઃખદવાળા રહે છે. વળી મોહનો વિષાદ એ જીવ માટે વિષ જેવો છે અને તેવા વિષાદરૂપ વિષથી જગત આખું આકુળ છે. એવા જીવોને શાંતસુધારસના પાન વગર અલ્પ પણ સુખની પ્રાપ્તિ થતી નથી. તેથી શાંતસુધારસના પાનના અર્થી તેના ઉપાયભૂત ભાવનાઓમાં જ યત્ન કરે છે.
અહીં વિશેષ એ છે કે પ્રસ્તુત ગ્રંથમાં સોળ ભાવનાઓ બતાવી છે. એ સિવાય ભગવાનનું સર્વવચન પણ તે ભાવનાતુલ્ય શાંતસુધારસને પ્રગટ કરનાર છે. પરંતુ જેઓ તે વચનોના પરમાર્થથી આત્માને ફરી ફરી અત્યંત ભાવિત કરતા નથી, તેઓમાં ભગવાનની વાણીથી શાંતસુધારસ પ્રગટ થતો નથી. તેમ પ્રસ્તુત ગ્રંથમાં બતાવવામાં આવશે તે સોળ ભાવનાઓને પણ પુનઃ પુનઃ ભાવન કરીને જેઓ આત્માને ભાવિત કરતા નથી, તેઓમાં શાંત અમૃતનો રસ ક્યારેય પ્રગટ થતો નથી. માટે બુદ્ધિમાન પુરુષ પ્રસંગે પ્રસંગે સોળ