________________
अर्हं नमः ।
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । ऐं नमः ।
પૂ. મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજા વિરચિત
શાંતસુઘાશ્મ
શબ્દશઃ વિવેચન
મંગલાચરણ
શ્લોક ઃ
नीरन्ध्रे भवकानने परिगलत्पञ्चाश्रवाम्भोधरे, नानाकर्मलतावितानगहने, मोहान्धकारोद्धुरे । भ्रान्तानामिह देहिनां हितकृते, कारुण्यपुण्यात्मभिस्तीर्थेशैः प्रथितास्सुधारसकिरो, रम्या गिरः पान्तु वः । । १ । ।
શ્લોકાર્થ ઃ
ચારેબાજુથી ગળતા પાંચ આશ્રવોરૂપી અમ્ભોધરવાળા=વાદળવાળા, અનેક પ્રકારની કર્મલતાના વિસ્તારથી ગહન, મોહઅંધકારથી ઉદ્ધર=મોહઅંધકારથી વ્યાપ્ત, છિદ્ર વગરના ભવરૂપી જંગલમાં ભ્રાંત થયેલા એવા જીવોને હિત કરવા માટે કરુણાવાળા અને પુણ્યાત્મા એવા તીર્થંકરો વડે વિસ્તાર કરાયેલી, અમૃતના રસને વેરનારી રમ્યવાણી, અહીં=સંસારમાં, અમારું રક્ષણ કરો. ૧ ભાવાર્થ:
ગ્રંથકારશ્રી સંસારનું વાસ્તવિક ભયાવહ સ્વરૂપ જંગલના દૃષ્ટાંતથી બતાવે છે. જેમ કોઈ ગાઢ જંગલ હોય તેમાં ચારેબાજુથી વરસાદ વરસતો હોય, અનેક વૃક્ષોની લતાઓથી ગહન હોય, અંધકારથી વ્યાપ્ત હોય અને તે જંગલનો છેડો પ્રાપ્ત ન થાય તેવો હોય તેવા જંગલમાં ભમતા જીવોને તે જંગલમાંથી