________________
શાંતસુધારસ નીકળવાની કોઈ દિશા મળવી અતિદુષ્કર છે. તેવી અવસ્થાવાળા જીવોને બહાર નીકળવાનો ઉપાય બતાવીને હિત કરવા અર્થે ભગવાને રમ્ય એવી વાણી કહી છે. જંગલ જેવો આ ચારગતિના પરિભ્રમણરૂપ ભવ છે. અર્થાત્ સંસાર છે. વળી, આ સંસાર અનાદિનો અંત વગરનો હોવાથી છિદ્ર રહિત છે. વળી, આ સંસારમાં રહેલા જીવો મિથ્યાત્વ, અવિરતિ આદિ પાંચ આશ્રયોને સતત સેવી રહ્યા છે. તેથી જીવના પરિણામરૂપ આશ્રવનો વરસાદ ભવરૂપી જંગલમાં સતત વરસી રહ્યો છે. વળી, જેમ વરસાદના વરસવાથી તે જંગલ અનેક વૃક્ષોના વિસ્તારથી ગહન બને છે, તેમ જીવના પરિણામરૂપ મિથ્યાત્વાદિ ભાવરૂપ પાંચ આશ્રવોના બળથી જીવમાં સતત નવાં નવાં કર્મોના સંચયરૂપ લતાઓ ખીલે છે. તેથી તે ભવરૂપી જંગલ અતિગહન છે. જેમાંથી જીવને બહાર નીકળવું અતિદુષ્કર બને છે. વળી, જીવમાં જ્ઞાનાવરણીય કર્મના ઉદયને કારણે અને મોહનીય કર્મના ઉદયને કારણે ગાઢ અંધકાર વર્તે છે. તેથી અત્યંત ભય ઉત્પન્ન કરે તેવું તે જંગલ અંધકારથી વ્યાપ્ત હોવાને કારણે વિચારકને અત્યંત ભયાવહ લાગે છે, અને તેમાં ભમનારા પોતે છે તેથી વિચારે છે કે આ અત્યંત રૌદ્ર જંગલમાંથી કઈ રીતે આપણે બહાર નીકળીને ઉચિત સ્થાને પહોંચીએ જેથી આ જંગલમાં વર્તતા ઉપદ્રવોથી આપણું રક્ષણ થાય. આ પ્રકારે જે સંસારીજીવો સંસારના વાસ્તવિક સ્વરૂપને જોવાથી વિહ્વળ હોય છે તેવા જીવોને કરુણાના નિધાન એવા અને સંસારમાંથી નિસાર થવાનો ઉપાય જમને પ્રાપ્ત થયો છે એવા પુણ્યાત્મારૂપ તીર્થકરોએ સ્વસ્થતા પ્રાપ્ત કરવા માટે અમૃત જેવી રમ્યવાણી બતાવી છે. આ રીતે વિહ્વળ થયેલા જીવોને તીર્થકરોની વાણી સાંભળીને થાય છે કે સંસારમાંથી નિસ્તાર થવાનો ઉપાય વિદ્યમાન છે. માટે હું આ જંગલમાંથી ભગવાનના વચનના બળથી અવશ્ય નિસ્તારને પામીશ તેવું આશ્વાસન મળે છે. આવી ભગવાનની ઉત્તમ વાણી અમારું રક્ષણ કરો. એ પ્રકારની ભાવના કરીને ગ્રંથકારશ્રી કહે છે કે આ અત્યંત ભયાનક જંગલમાં ભગવાનની વાણી અમારું રક્ષણ કરીને સદ્ગતિઓની પરંપરા દ્વારા ભવના નિસ્તારનું કારણ બનો.
આ પ્રકારે ભાવના કરીને ગ્રંથકારશ્રી ભગવાનની વાણીને પોતાના આત્મામાં સમ્યગુ પરિણમન પમાડવા માટે અત્યંત બદ્ધ અભિલાષવાળા થાય છે. જેનું અવલબેન લઈને પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન કરનાર જીવોએ પણ સતત ભા વન કરવું જોઈએ કે મોહના અંધકારથી વ્યાપ્ત એવા આ જંગલમાં જીવનું રક્ષણ કરે તેમાં એક કારણ સમ્યગુ પરિણમન પામેલી ભગવાનની વાણી છે. માટે મનુષ્યભવને પામીને સર્વ ઉદ્યમથી અપ્રમાદભાવપૂર્વક ભગવાનની વાણીને સમ્યફ પરિણમન પમાડવા માટે હું ઉદ્યમ કરું જેથી વીતરાગની વાણીના બળથી વીતરાગતાને અનુકૂળ સદા ઉદ્યમ થાય અને તેના ફળરૂપે દસ્તર એવા પણ આ ભવરૂપી જંગલમાંથી પોતાનો આત્મા બહાર નીકળીને સુરક્ષિત સ્થાનરૂપ મોક્ષને પ્રાપ્ત કરે. આવા અવતરણિકા -
પ્રસ્તુત ગ્રંથના મંગલાચરણ અર્થે પ્રથમ શ્લોકમાં કહ્યું કે ભગવાન વડે વિસ્તાર કરાયેલ સુધારસને વેરનારી રમ્યવાણી અમારું રક્ષણ કરો. તેથી હવે આ સુધારસ કેવો છે અને તે કઈ રીતે પ્રાપ્ત થાય છે? તે બતાવવા માટે કહે છે –