________________
किं कवेस्तस्य काव्येन किं काण्डेन धनुष्मतः ।
परस्य हृदये लग्नं न घूर्णयति यच्छिरः ॥
કવિનું કાવ્ય અને ધનુર્ધરનું બાણ હદયમાં લાગ્યા ભેળુંજ જઈ સામાનું માથું ન ધુણાવી નાખે એ શા કામનું? અર્થાત સાંભળતાંવારજ “વાહ’ કહીને મસ્તક ધુણવાઈ જાય ત્યારે જ તે કાવ્ય ગણનાગ્ય કહેવાય. અને એવાંજ ચમત્કારજનક કાવ્યો સાહિત્ય શાસ્ત્રકારેએ ગણેલાં પ્રયોજનેનાં સાધક બનવા
ગ્ય છે, તે સિવાયનાં આપ જેડીયાં તે “જાવ્યાના પાંચવર્નર ” એ વાક્યમાં વર્ય કરેલાં કાવ્યો તરીકે ગણાવા યોગ્ય માનવાં. “બાલુડું “ઓ વાસ્યાં વગેરે ઘરની ટંકશાળના શબ્દો વાપરી સાધારણ વાંચનારને વ્યામોહમાં નાંખે છે. વળી કેટલાએક તે પિતાનું જે ભાષામાં વિશેષ જ્ઞાન ન હોય તેવી ભાષામાં માથું મારવાની ધૃષ્ટતા સ્વીકારી પશ્ચિમાત્ય” પૌત્ય જેવા શબ્દપ્રયોગો કરી વિદ્વાન વાંચનારાઓને ઉદ્વેગ આપે છે. “ઐક્યતા જેવા શબ્દો વાપરતાં જરા પણ અચકાતા નથી પણ જાણે ઉલટા સંસ્કૃતના ખાં ખપવાને દાવો રાખે છે. જે કાર્ય સાહિત્યશાસ્ત્ર પારંગત થઈને આદરતાં પણ શિષ્ટજને સસંકેચ વિવૃત્તિ કરે છે તેવાં કાર્ય સાહિત્યશાસ્ત્રકારને શેઢે ચડ્યા વિના મહાતમાઓ આદરે છે, લખે છે, છપાવે છે, પ્રસિદ્ધ કરે છે અને તે ઉપર તેઓના જ માસીઆઈભાઈ જેવા અભિપ્રાય આપવાનું સાહસ કરતાં ખચાતા નથી. આ નિઃશંક વિવૃત્તિ
उष्ट्राणां च विवाहेषु साधु गायन्ति रासभाः । परस्परं च श्लाघन्ते अहो रुपमहो ध्वनिः ॥
ઉંટના વિવાહમાં ગધેડા ગાવા બેઠા પછી સામસામા વખાણ ચાલ્યાં તેમાં ઉંટને જોઈ ગધેડે બોલ્યો કે-વાહ શું તમારું મનહર રૂપ!” ત્યારે ઉટે કહ્યું કે “વાહરે વાહ શો અદ્દભુત તમારે સ્વરધ્વનિ છે!’ આ લીલાનું સ્મરણ કરાવે છે. આવાજ હદયદાથી ભતૃહરિએ કહેલ છે કેसङ्गीतसाहित्यकलाविहीनः साक्षात्पशुपुच्छविषाणहीनः । तणं न खादन्नपि जीवमानस्तद्भागधेयं परमं पशूनाम् ।
જે પુરૂષ સંગીતક્લા તથા સાહિત્યકલાથી વિહીન છે તેને શીંગડાં પુછડાં વિનાના પશુ તુલ્ય સમજવો. એવા પશુ સમાન જીવો જીવનાર્થ ખડ નથી ખાતાં તેટલાં પશુઓનાં સારાં ભાગ્ય છે. નહિ તે ખડને દુકાળ કોઈ કાળે મટતજ નહિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com