________________
यदि तुण्णं पूर्वैरिति जहति रामस्य चरितं । गुणैरेतावद्भिर्जगति पुनरन्यो जयति कः ॥१॥ ઘણા પ્રાચીન કવિઓએ ગૂંચ્યું છે એમ માની કદિ શ્રીરામનું ચરિત કવિએ છડીદીએ અર્થાત પોતાના કાવ્યને આશ્રય એ ચરિતને કલ્પવા સંકોચાય, તો આ જગતમાં એટલા બધા ગુણોથી યુક્ત શ્રી રામ સિવાય બીજો કેણુ છે કે જેનાં ચરિતને આશ્રય લઈએ ? અર્થાત કાવ્યાશ્રયને માટે એવાજ કઈ અસાધારણ ધીરેદાર ગુણશાળી નાયકને પસંદ કરવો ઉચિત છે, પછી તેને આશ્રય બીજા હજારે કવિઓમાં લીધો હોય તો પણ શું? અર્થાત વસ્તુની શ્રેષ્ટતા જ વર્ણના પટુ પુરૂષોને લેભાવે છે તથાપિ ઇતર કવિએ દર્શાવેલી કલ્પનાને પિતાની કલ્પિત છે એમ બીજાને મનાવનારા “કવિ” નામને માટે લોલુપ જને જે ચેષ્ટા કરે છે, ચૌર કવિને ઈલ્કાબ તેઓનેજ માટે સાચવી રાખવાને છે.
અહીં વચ્ચે ડું લખવાનું યાદ આવે છે તે છે કે વર્તમાન કાવ્યજ્ઞમાન્ય જનોને બહુ રૂચિકર તો નહિ થાય તે પણ પ્રાચીન કથન છે કે
'उपस्थितमवसरेऽनुच्यमानमनुशयं जनयति' યાદ આવેલું મળેલા અવસરે કહેવુ રહી જાય તે પાછળથી ખેદકારક બને છે તેથી લખવું પડે છે.
આજકાલના કેટલાએક મહાકવિઓ (ગોરક્ષવાણી) અનુપ્રાસ, કે જે ગુજરાતી કવિઓના સંપ્રદાયથી સિદ્ધ થએલું ગુજરાતી કવિતાનું જીવન મનાયું છે, તેવા પ્રાસવાળી કવિતા લખવા માટે તે શક્તિ, નિપુણતા, લેક તથા શાસ્ત્રનું સરહસ્ય અક્ષણ વગેરે સાધનોની સાથે નૈસર્ગિકી (સ્વાભાવિકી) પ્રતિભા (અલૌકિક કલ્પના શક્તિ)ની પણ જરૂર રહે છે પણ આ તે એ બધાની ગેરહાજરી છતાં કવિઓમાં ગણાવાની લાલસાના માર્યા “ઘડે ઉભે ઘાસ ખાય ઉભો ઉભો કૂતરે” વગેરે વગેરે બ્લેક વર્સ (બધું બ્લેક) લખવા બહાર પડે છે, સાથે સાથે વિચિત્ર તખલ્લુસ પણ ધારણ કરીને છાપાઓમાં પિતાની કવિતાઓ છાપે, એ તે ખૂટતું ભરવા માટે જે મળે તે સાભાર સ્વીકારી છાપે. આવા કવિઓ સહૃદય જનોના ઉપહાસાસ્પદ ન થાય એમાં એ સહદય જનની દયા જ નિદાન બને છે. આવી કવિતાઓ વાંચવા વિચારવા તથા સાંભળવામાં સહદ વ્યર્થ સમયવ્યય ગણી ઉપેદ્યકક્ષામાં જ તેઓને નિક્ષેપ કરે એજ તેવા કવિઓનું સદ્દભાગ્ય છે. નલચંપૂકાર મહાકવિ ત્રિવિક્રમ ભટ્ટ લખે છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com