________________
૨૧
નથી, છતાં એ જાળાં ત્યજીને એકદમ દૂર નાસી જવાની તેની માસિક શક્તિ નહાતી એટલે તેણે વિવેકપુરઃસર તેની મર્યાદા ખાંધી અને એ રીતે તૃષ્ણાની અપરિમીતતાની આડે મધ મધ્યેા. એ જ રીતે તેણે બારે ત્રા યથાશક્તિ અંગીકાર કર્યા. એ વ્રત–પ્રતિજ્ઞાને અનુસરીને તેણે ચૈ!દ વર્ષ ગાળ્યાં. એ વખતમાં તેણે પેાતાની પ્રતિજ્ઞાને અણીશુદ્ધ રીતે પાળી અને એથી વધારે આગળ વધવાને માટે પોતાની શક્તિ ઉપર હવે તેને શ્રદ્દા ઉત્પન્ન થઇ. હવે તેણે ઘર ત્યજીને ધર્મસ્થાનકમાં વસી ડિમાધારી શ્રાવક થવા અથવા વાનપ્રસ્થાવસ્થા ગાળવાના નિશ્ચય કર્યાં. તેણે વ્યવહારની જાળને છોડી દીધી, ભાવિલાસ છોડી દીધા અને ધર્મસ્થાનકમાં વસી તપશ્ચર્યાના આરંભ કર્યો ઃ પરન્તુ પોતાની શક્તિની અપૂર્ણતાઓના વિચાર કરીને સંપૂર્ણ મુનિત્વ અંગીકાર કર્યું નહિ. એ અવસ્થામાં જ તેનું મૃત્યુ થયું પરન્તુ સભ્યશ્ચારિત્ર્યવાન શ્રાવક તરીકે તેને અવધજ્ઞાનની પ્રાપ્તિ થઇ.
એવું જ બીજું દૃષ્ટાંત ગુજરાતના રાજા કુમારપાળનું છે. કુમારપાળ એક રાજા હતેા અને તેને રાજ્ય જાળવવા, પ્રજાનું રક્ષણ કરવા તથા શત્રુએના મદનું મર્દન કરવા માટે અનેક પ્રકારનાં કાર્ય કરવાં પડે એ સ્વાભાવિક હતું; આ કારણથી તેણે હેમચ`દ્રાચાર્ય પાસે આદરેલાં વ્રતામાં પોતાની શક્તિ તથા સ્થિતિને સંપૂર્ણ વિચાર કર્યાં હતા, છતાં એ ત્રતેમાં તેણે કરેલા ત્યાગ તથા ઇંદ્રિયાનું કરેલું દમન પ્રતીત થતું હતું. (૮)
[ ત્રતા અંગીકાર કરવાના સધમાં એટલી પ્રસ્તાવના કર્યાં પછી હવે અનુક્રમે બાર ત્રતા વિષેનું વિવેચન પ્રારંભાય છૅ, તેમાં પ્રથમ અહિંસા વ્રતી વ્યાખ્યા આપવામાં આવે છે.]
અહિંસાવ્રતમ્ ।o ||
रक्ष्या यद्यपि सर्वजीवनिवहास्तत्रापि जीवास्त्रसा-वैशिष्टयेन हि तद्वधेऽतिदुरितं तस्मान्निहन्यान्न तान् ॥