________________
૧૯
પ્રકારે થાય છે; અસત્યા અનેક પ્રકારનાં છે અને અનેક પ્રકારે ખેલાય છે; પ્રતિજ્ઞા કરનારે પહેલાં એ સર્વ પ્રકારે સમજવા જોઈએ અને પછી જ પ્રતિજ્ઞા કરવી જોઈ એ. મનથી હિંસા થાય છે, શબ્દથી હિંસા થાય છે અને શરીરથી હિંસા થાય છે; મનથી હિંસા અન્ય પાસે કરાવાય છે, વચ્ચેનથી કરાવાય છે અને શરીરથી કરાવાય છે; એ જ રીતે મન, વચન, કાયાથી હિંસા કરનાર પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવામાં પણ પાતક લાગે છે. પ્રત્યેક પાપ આવી અનેક રીતે થાય છે અને સર્વથા એ પાપા કિંવા દુરાચરણા ત્યજીને સદાચરણે। આચરવાં તે સંપૂર્ણ સચ્ચારિત્ર્ય છે. પ્રત્યેક વ્રત કે પ્રતિજ્ઞા ધારણ કરતાં પહેલાં આ વિષેનું પૂરૂં નાન પ્રતિજ્ઞા કરનારે મેળવવું જોઈ એ અને પછી યથાશક્તિ પ્રતિના આદરવી જોઈ એ; તેટલા માટે ગ્રંથકાર એવી શરત કરવા માંગે છે કે ત્રતાનાં લક્ષણા શાસ્ત્રજ્ઞાન ધરાવનારા મુનિ પાસેથી સમજીને જ પછી પેાતાના શરીર; શક્તિ અને સ્થિતિની અનુકૂળતાએ વિચારી એ વ્રતા ધારણ કરવાં કે જેથી એ ત્રતાના કાઈ વાર ભંગ કરવાને સમય ઉપસ્થિત ન થાય. વ્રત ધારણ કરનાર વ્રત ધારણ કરતી વેળાએ જે ઉચ્ચાભિલાષા ધરાવતા હોય છે તે ઉચ્ચાભિલાષાનું પાલન કરવાને તે સમર્થ હવે જોઈ એ અને જ્યારે તેણે ધારણ કરેલાં વ્રતાને તે યથાસ્થિત રીતે પાળી શકે ત્યારે જ ઉત્તરોત્તર સચ્ચારિત્ર્યમાં આગળ વધી શકે અને ધીમે ધીમે સાચી માનવતા તેનામાં આવતી જાય; પરન્તુ ઊંચું વ્રત ધારણ કરીને પછી સામર્થ્યને અભાવે તેને તે!ડવું એ મનુષ્યની વૃત્તિને હીન બનાવનારૂં છે અને તેની ઉચ્ચાભિલાષાઓને ક્ષય કરનારૂં છે. એવી રીતે એક વાર પણ પતિત થએલા માણસને પેાતાની શક્તિ ઉપર એટલો અવિશ્વાસ આવી ાય છે કે તે સચ્ચારિત્ર્યની નીસરણીપર ઉંચે ચડવાની કલ્પના કરવાની પણ હિંમત ધરી શકતા નથી. તેટલા જ માટે ત્રા સંબંધી પૂરી માહિતી મેળવીને યથાશક્તિ ત્રતા ધારણ કરવાનું ગ્રંથકારે સૂચન કર્યુ છે. વેદધર્મમાં નવ ધર્મસાધના કહ્યાં છે અને જૈન ધર્મમાં ખાર ત્રતા કહ્યાં છે; એ ખાં વ્રતા ધારણ કર્યાં વિના સુચિત થવાતું નથી; પરન્તુ સ્થિતિ અને શક્તિ એ બધું એકી સાથે અંગીકાર કરવાની પરવાનગી ન આપતી હોય તે પણ