________________
૧૭.
અર્થાત્ –દુર્ગતિમાં પડનાર પ્રાણીઓને પડતાં ધરી રાખે અને શુભ ગતિમાં પહોંચાડે તે ધર્મ કહેવાય છે. આ સ્તંબ ધમસૂત્રમાં પણ કહ્યું છે કે ધર્મચર્યા વડે મનુષ્ય ઉત્તમ વર્ણપણાને પામે છે. ધર્મનાં ફળ તે ઈહલોકનાં ક્ષણિક-અશાશ્વત ફળ નથી કે જે ફળને ઉપભોગ નશ્વર સુખની પ્રાપ્તિ કરાવે છે, પરંતુ ધર્મ એ મનુષ્યને ઉચ્ચ વર્ણને ગુણેથી યુક્ત બનાવે છે, તેને અભ્યદય કરે છે, તેને દુર્ગતિમાં પડતા અટકાવે છે, તેને શાન્તિસમાધિ આપી તેના આત્માનું કલ્યાણ કરે છે અને છેવટે સદ્ગતિસ્વર્ગપ્રાપ્તિ પણ કરાવી જ્ઞાનના અખંડ જ્યોતિમાં લીન કરાવે છે. આવાં શાશ્વત મીઠાં ફળ આપનાર ધર્મનું માહાસ્ય કલ્પવૃક્ષ, ચિંતામણિરત્ન, કામદુગ્ધા ગાય, કામઘેટ, સંજીવની ઔષધિ, કલ્પલતા કે વિદ્યાકળાની ખાણ જેવા ઉપમાનથી ગાવું તે પણ ધર્મની ઉચ્ચતાની યથાર્થ કલ્પના માટે પૂરતું નથી; પરન્તુ મનુષ્યની વૈખરી વાણુથી ધર્મનું માહામ્ય વિશેષ મેટાં ઉપમાનોથી ગાઈ શકાય તેમ નથી, તેથી જ ગ્રંથકારને ધર્મની મહત્તાનાં આટલાં ગુણગાન કરીને વિરમવું પડે છે. આવા ઉચ્ચ ધર્મના સેવનને બંધ ઇહલેકને તરી ગએલા મહાત્મા મનુષ્યના હિતને અર્થે આપી ગયા છે અને અત્યારે પણ આપી રહ્યા છે, પરંતુ જેમ સુવર્ણના પાત્ર વિના સિંહણનું દૂધ રહી શકતું નથી, ગુણહીન મનુષ્ય રત્નને જાળવી રાખી શકતા નથી, તેવી જ રીતે સુપાત્રતા વિના સુધર્મની પ્રાપ્તિ દુષ્કર છે. (૬-૭)
–
– द्वितीय परिच्छेद.
સમ્યફ ચારિત્ર.
व्रतपालनम् । ८॥ विज्ञाय बतलक्षणानि निकटे शार *शनन्दो निखिलव्रतानि जगृहे भोः स्वीकुरु त्वं तथा॥ * आनन्द-आनन्दनामा श्रावकः यः श्रीमहावीरप्रभुसमीपे द्वादशव्रतानि जग्राह ।।