________________
૧૫
ધર્મનું માહામ્ય, ભાવાર્થ –ધર્મ એ તરૂએમાં કલ્પતરૂ સમાન છે, રત્નોમાં વિષને હિરનાર મણિ તથા ચિન્તામણિ સમાન છે, પશુઓમાં કામદુગ્ધા ધેનૂ સમાન છે, ઔષધીઓમાં સંજીવની આષધી સમાન સુખકારક છે, પાત્રોમાં કામઘટ સમાન છે, લતાઓમાં કલ્પલતા સમાન છે, અને વિદ્યાકળાની ખાણ સમાન છે, માટે તેનું પાલન પરમ પ્રેમથી કરવું, નહિત આખું જીવતર વ્યર્થ છે. (૬)
ધર્મનું ફળ. આધુનિક સમયમાં ધર્મ દુઃખને ઉચ્ચ સુખના રૂપમાં ફેરવી નાખે છે, ધર્મ પરમ શાન્તિ–સમાધિને ઉત્પન્ન કરે છે, ધર્મ દુષ્કર્મોનો નાશ કરી આત્માની અતુલ શક્તિને ઉત્પન્ન કરે છે, ધર્મ એ સ્વર્ગ અને ઉન્નત દશાને પ્રાપ્ત કરાવનાર જ્ઞાતિને પમાડે છે, અને ઈહલોકમાં ઉન્નતિનું એક પણ ઉંચું શિખર એવું નથી કે જેને ધર્મ ન પ્રાપ્ત કરાવે.()
વિવેચન-ધર્મનું સ્થાન કેટલું ઉચ્ચ છે? ધર્મપાલન મનુષ્યને શી પ્રાપ્તિ કરાવે છે? એ બે પ્રશ્નોના ઉત્તરમાં આ બે કલાકે લખીને ગ્રંથકાર ધર્મના સર્વોચ્ચ પદનું ઉપમાવડે દર્શન કરાવે છે અને ધર્મના ફળની વિશાળ વ્યાપ્તિને ખ્યાલ આપે છે. જગતની નૈસર્ગિક વિભૂતિ અનેકવિધ છે. વૃક્ષ, પક્ષીઓ, પશુઓ, ર, પર્વત ઈત્યાદિ વિભૂતિ વડે જગત દીપ્તિમાન છે. એ પ્રત્યેક વિભૂતિમાં પણ જે વસ્તુ સર્વથી ઉચ્ચ હોય અને તે ઉચ્ચ વસ્તુ પછીની ઉચ્ચ વસ્તુ કલ્પનાતીત વિષય લેખાય, તેવું સર્વોચ્ચ પદ “ધર્મનું છે. વૃક્ષો અનેક જાતનાં છે અને જગતમાં પ્રત્યેક જાતિનું વૃક્ષ સૈાદર્ય તથા ઉપયોગિતામાં પિતાને ભાગ ભજવી રહેલું છે, એટલે તેમાંનું કઈ વૃક્ષ નિરર્થક નથી; છતાં વૃક્ષોના મૂલ્યમાં ન્યૂનાધિકતા તે રહેલી છે. વૃક્ષોમાં સર્વથી અત્યંત મૂલ્યવાન કલ્પવૃક્ષ મનાય છે. બીજાં વૃક્ષે તો તે ઉપર જે ફળ પાકતાં હોય તે જ ફળ આપીને મનુષ્યને આતુરતામાંથી મુક્ત કરે છે. પરંતુ કલ્પવૃક્ષ એવું છે કે જેની છાયામાં જઈને ઊભા રહેનાર મનુષ્યને તેની ઈચ્છામાં આવે તેવું ફળ પ્રાપ્ત થાય છે. આવું મહત્ત્વનું સ્થાન વૃક્ષોમાં કલ્પવૃક્ષનું છે અને તે જ સ્થાન “ધર્મનું પણ છે. એ જ પ્રમાણે