________________
અર્થાત–શાસ્ત્રના અવિધી વચનને અનુસરીને યથાર્થ મૈત્રી વગેરેના ભાવ સહિત જે આચરણ તે “ધર્મ' કહેવાય છે. આ ઉપરથી સમજાય છે કે “ધર્મ” ગ્રહણ કરવાને હેતુ અભ્યય, આત્મકલ્યાણ, સદાચરણ આદિ સાધવાને હોવો જોઈએ. ગ્રંથકાર એ જ હેતુને દર્શાવવાને “ત્રિરત્ન” -સમ્યફ જ્ઞાન દર્શને તથા ચારિત્રની પ્રાપ્તિ કરાવનારને જ “સત્ય ધર્મ” રૂપ કહી ધર્મને હેતુ સમજાવવાની સાથે ધર્મની પસંદગી કરવાનું પણ સૂચન કરે છે.
સત્ય ધર્મની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે ? એ જાણવાનું અવશિષ્ટ રહે છે. સદગુરૂ વિના સદ્ધર્મની પ્રાપ્તિ શક્ય નથી. આ જગતમાં પોતાને ગુરૂ કહેવડાવનાર તો અનેક છે પરંતુ સદ્ગુરૂ તે કઈક જ હોય છે. ગ્રંથકાર એ સદ્ગરને શોધી કાઢવા માટે તેના ગુણોનું નિરૂપણ કરતાં સમજાવે છે કે મહાવ્રતોને ધારણ કરનાર નિગ્રન્થ હોય કે જે પોતાના સદાચરણની છાપ પિતાના શિષ્ય ઉપર પાડી શકે, સમદષ્ટિવાળા હોય કે જે આ ધર્મ સારે ને આ ધર્મ એટ એવી બદ્ધ માન્યતાવાળે ન હોય પરંતુ જ્યાં જ્યાં સારભૂત વસ્તુ હોય ત્યાં ત્યાંથી તે ગ્રહણ કરીને તે જ માર્ગ શિષ્યને દેરવામાં તેનું હિત માનતે હોય, અને જે ચિત્તને એકનિષ્ઠાવાળું રાખનાર હાયઆંદોલાયમાન ચિત્તવાળ કે શંકાશીલ વૃત્તિવાળો ન હોય કે જેથી શિષ્યને પણ તે દઢ રીતે સન્માર્ગે દોરી શકેઃ આવા ગુણોથી યુક્ત ગુરૂને સશુરૂ માન એ આવશ્યક છે. જેવી રીતે ધર્મ એ મનુષ્યના જીવનનું આલંબન છે, તેવી રીતે કોઈ વિશિષ્ટ ધર્મને સ્થાપક કિંવા તેના સિદ્ધાન્તને પ્રવર્તક દેવ તે પણ મનુષ્યનું લક્ષ્યબિંદુ છે. આ દેવ સત્ય દેવ હોવો જોઈએ. જેનામાં દિવ્યતા હોય તે દેવ કહેવાય પરતું દિવ્યતા સારી અને માઠી એવી બે પ્રકારની હોય છે અને સારી-માઠી વિભૂતિવાળા અનેક દેવો જગતમાં મનાય છે. મનુષ્ય કેવા દેવને પિતાના આલંબનરૂપ માનો તેના સંબંધમાં ગ્રંથકાર કહે છે કે જેણે રાગદેવને ક્ષય કર્યો હોય, ચાર કર્મોને નાશ કર્યો હોય, સદ્ધર્મનું સ્થાપન કર્યું હોય અને અલૌકિક આત્મપ્રભાવથી–પરમ વિભૂતિથી પ્રાણીઓના ચિત્તને ચમત્કાર ઉપજાવવા વડે પિતાનું અદ્ભુત સામર્થ્ય