________________
૧૨
જોઈએ. જગતમાં અનેક ધર્મો પ્રવર્તે છે અને અનેક મતપંથ વિદ્યમાન છે. આ કાળમાં કોઈ પણ દુરાચરણ એવું નથી કે જેને મત–પંથના ચાલકોએ ધર્મને નામે પ્રવર્તાવ્યું ન હોય ! રશિયામાં રાસપુટીન નામનો એક ધર્મપ્રચારક થઈ ગયો. તે જબરો જાદૂગર હતો. તેના ધર્મનો સિદ્ધાન્ત એ હતો કે “ જેમ બને તેમ વધુ પાપ કરે, એટલે પ્રભુ મળશે ! ” આ વિલક્ષણ સિદ્ધાંતને માટે પણ તેની પાસે “ બાયબલ ' ને આધાર હતો !
બાયબલમાં એવું કથન છે કે પાપી મનુષ્યો ઉપર પ્રભુની દયાળુતા અત્યંત ઉતરે છે. એ ઉપરથી રાસપુટીને એવો સિદ્ધાંત ચલાવ્યો કે પ્રભુની દયા પામવી હોય અને પ્રભુની હજુરમાં જલ્દી જવું હોય તો મનુષ્ય વધારે પાપી બનવું જોઈએ; જેમ બને તેમ વધારે પાપ કરવાં જોઈએ ! રાસપુટીન પોતાના મતાનુયાયી સ્ત્રી પુરૂષોને પાપ કરવાની વધારે અનુકૂળતા મળે તેટલા માટે રાત્રિને સમયે મોટા મેળા ભરત અને પછી ત્યાં અનેક પ્રકારનાં પાપાચરણે ચાલતાં ! રાસપુટીન સંખ્યાબંધ ભેળાં સ્ત્રી પુરૂષોને પિતાના મતમાં લઈને એક મોટો પંથ ચલાવી શક્યો હતો. આ વિશાળ જગતમાં
જ્યારે પાપ કરવું એ જ ધર્મના સિદ્ધાંત તરીકે ચાલી શકે છે અને ભેળાં મનુષ્યો તેવા પંથમાં સપડાય છે, ત્યારે મનુષ્ય પોતે ગ્રહણ કરવાના “ધર્મ' ની પસંદગી કરતી વેળાએ “સત્ય ધર્મ” જ ગ્રહણ કરવા જેવી સાવધાનતા રાખવી શું આવશ્યક નથી ? આટલા માટે “ધર્મ” ની વ્યાખ્યા ગ્રંથકાર સંક્ષેપમાં આપે છે કે રત્નત્રય કહેતાં સમ્યફ જ્ઞાન, સમ્યફ દર્શન અને સમ્યફ ચારિત્ર એ ત્રણ રત્નને પ્રકાશ આપનાર ક્ષમા–દયા આદિ સદ્ગુણસમૂહ એ જ ધર્મ છે. વૈશેષિક દર્શનમાં કહ્યું છે કે ચોમ્યુનિકોચઃિ સ ધર્મ અર્થાત જેનાથી અભ્યદય અને આત્મકલ્યાણ થાય તે જ ધર્મ. “ધર્મસંગ્રહ માં કહ્યું છે કે –
वचनादविरुद्धाद्यनुष्ठानं यथोदितम् ।
मैयादिभावसंमिश्रं तद्धर्म इति कीयंते ॥ * અંગ્રેજીમાં એક કહેવત છે કે સેતાનને પણ જે જોઇએ તો પોતાના પાપકાર્યના ટેકા માટે જોઇતા શબ્દો બાયબલમાંથી મળી આવે છે.