________________
૧૦
છે, તેથી જિન ભગવંતે કહેલા તત્વ ઉપર રૂચિ તથા શ્રદ્ધા તે સમ્યકત્વ કહેવાય છે. તે જ પ્રમાણે ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે –
सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज । अहं त्वां सर्वपापेभ्यो मोचयिष्यामि मा शुचः॥१८॥६६॥
અર્થાત–સર્વ ધર્મોને છોડીને એક મારે શરણે જ તું આવ, હું તને સર્વ પાપોથી મુક્ત કરીશ, માટે ગભરાઈશ નહિ. તેથી આગળ વધીને માત્થીની ખ્રિસ્તી ધર્મની વાર્તામાં કહ્યું છેકે પિતાના ધર્મઉપર શ્રદ્ધા રાખનાર વેશ્યાની અને ઈશુને શરણે જનાર એક ચોરની પણ મુક્તિ થઈ હતી. આ પ્રમાણે પ્રત્યેક ધર્મ સમ્યકત્વનો ઉપદેશ કરવાની સાથે મિથ્યાત્વને ત્યાગ કરવાનું પણ કહે છે. અંત:કરણની નિર્મળતા, સમજપૂર્વકની શ્રદ્ધા અને તત્ત્વની અભિરૂચિ એવા ગુણોથી યુક્ત જે સમ્યગદષ્ટિ તેના વિના મનુષ્યમાં અનેક પ્રકારના વહેમ, અશ્રદ્ધા તથા સંશનાં ભૂત ભરાય છે. અદઢ મન કોઈ જાતનું સત્કાર્ય પણ પરિપૂર્ણતઃ કરી શકતું નથી અને તેથી જ સંરાચારમા વિનતિ એવું ગીતામાં કહ્યું છે. જન ધર્મમાં મિથ્યાત્વ બે પ્રકારનું કહ્યું છે: (૧) લૈકિક અને (૨) લેકોત્તર. લેકવ્યવહારની ખાતર પાખંડીનાં વિરોધી આચરણે કરવાં એ લોકિક મિથ્યાત્વ છે. તેમ સ્વધર્મનાં વિરોધી આચરણ કરવાં તે લોકોત્તર મિથ્યાત્વ છે. હિંસાને સર્વથા ત્યાગ કરવાના જૈન કે વૈષ્ણવ ધર્મના સિદ્ધાંત પર શ્રદ્ધા ધરાવનાર તરીકે ઓળખાતો મનુષ્ય દેવીને માનતાને ખાતર બકરાને ભોગ આપે તે લોકિક મિથ્યાત્વ છે, કારણકે એવી માનતા પ્રત્યેની તેની કિંચિત શ્રદ્ધા પણ તેની સ્વમત પ્રત્યેની પૂર્વ શ્રદ્ધાનું ખંડન કરીને તેને મિથ્યાત્વની ખાડીમાં ગબડાવી પાડે છે. એવા મનુષ્યમાં સમ્યદૃષ્ટિ હોવાનો સંભવ જ નથી અને સમ્યગદષ્ટિની પ્રાપ્તિ કર્યા પૂર્વે મનુષ્ય આત્માનું હિત સાધવાને કદાપિ સમર્થ નીવડતું નથી. (૪)
[સમ્યગ્દષ્ટિની આવશ્યકતાનું સૂચન કર્યા બાદ સુદેવ, સુગુરૂ અને સુધર્મ એ ત્રણ તની ઓળખાણ આપવામાં ગ્રંથાર પ્રવૃત્ત થાય છે. ]