Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ગાથા : ૧૨
છઠ્ઠો કર્મગ્રંથ અવતરણ - હવે મોહનીયકર્મનાં બંધસ્થાનક જણાવે છે - बावीस इक्कवीसा, सत्तरसं तेरसेव नव पंच । चउ तिग दुगं च इक्कं, बंधट्ठाणाणि मोहस्स ।। १२ ।। द्वाविंशतिरेकविंशतिस्सप्तदश त्रयोदशैव नव पञ्च । चतस्त्रस्तिस्त्रः द्वे चैका (प्रकृतिः) बन्धस्थानानि मोहस्य ।। १२ ।।
ગાથાર્થ - ૨૨ - ૨૧ - ૧૭ - ૧૩ - ૯ - ૫ - ૪ - ૩ - ૨ - ૧ પ્રકૃતિનાં કુલ ૧૦ બંધસ્થાનકો મોહનીયકર્મનાં છે. તે ૧૨ .
વિવેચન - મોહનીયકર્મની કુલ ૨૮ પ્રકૃતિઓ છે. તેમાંથી સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય બંધમાં હોતી જ નથી. કારણ કે મિથ્યાત્વ મોહનીય બંધાયા પછી જીવ સમ્યકત્વ પામે, ત્યારે તેના પ્રભાવે રૂપાંતર થઈને આ બે પ્રકૃતિ બને છે. તેથી બંધમાં ૨૬ પ્રકૃતિઓ જ છે. તેમાં પણ ત્રણ વેદો અને બે યુગલ પરસ્પર વિરોધી અને અવબંધી હોવાથી એકી સાથે બંધાતાં નથી. કોઈપણ એક વેદ અને એક જ યુગલ બંધાય છે. સોળ કષાયો, મિથ્યાત્વ, ભય, જુગુપ્સા, આ ૧૯ પ્રકૃતિઓ ધ્રુવબંધી હોવાથી એકી સાથે બંધાય છે. તેથી ઉપરોક્ત ૧૯ ધ્રુવબંધી, તથા ૧ વેદ અને ૧ યુગલની ૨, આમ ૧૯+૧+૨=૨૨ પ્રકૃતિનું બંધ સ્થાનક ઉત્કૃષ્ટથી હોય છે અને તે પહેલા ગુણઠાણે હોય છે. તેના ત્રણ વેદ અને બે યુગલના પરાવર્તનથી કુલ ૬ બંધ ભાંગા થાય છે. (૧) સોળ કષાય, મિથ્યાત્વ, ભય, જુગુપ્સા, પુરુષવેદ હાસ્ય - રતિ.
સોળ કષાય, મિથ્યાત્વ, ભય, જુગુપ્સા, પુરુષવેદ શોક - અરતિ. સોળ કષાય, મિથ્યાત્વ, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ હાસ્ય - રતિ.
સોળ કષાય, મિથ્યાત્વ, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ શોક - અરતિ. (૫) સોળ કષાય, મિથ્યાત્વ, ભય, જુગુપ્સા, નપુંસકવેદ હાસ્ય - રતિ. (૬) સોળ કષાય, મિથ્યાત્વ, ભય, જુગુપ્સા, નપુંસકવેદ શોક - અરતિ.
આમ, મિથ્યાત્વ ગુણઠાણે ૨૨નો બંધ અને તેના ૬ બંધ ભાંગા હોય છે.
બીજા સાસ્વાદન ગુણસ્થાનકે મિથ્યાત્વમોહનીયનો બંધ ન હોવાથી ૨૧નું બંધસ્થાનક થાય છે. ત્યાં ત્રણ વેદો વારાફરતી બંધાતા નથી. કારણ કે નપુંસકવેદનો બંધવિચ્છેદ થયેલ છે. તેથી સ્ત્રીવેદ અને પુરુષવેદ આમ બે વેદ જ વારાફરતી બંધાય છે. તેથી તેના ૨ યુગલ સાથે ચાર જ પ્રકાર થાય છે, પરંતુ ૨૨ના બંધની જેમ ૬ પ્રકાર થતા નથી.
ત્રીજા - ચોથા ગુણસ્થાનકે અનંતાનુબંધી ચાર કષાયનો પણ બંધવિચ્છેદ થયેલા હોવાથી ૧૭નું બંધસ્થાનક છે. ત્યાં ત્રણ વેદોમાંથી પુરુષવેદ જ માત્ર બંધાતો હોવાથી બે યુગલ સાથે ૨ જ બંધભાંગા થાય છે.
(૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org