Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૦૮
સપ્તતિકા (છઠ્ઠો કર્મગ્રંથ) (૧૦-૧૧) પૃથ્વીકાય તથા અષ્કાય :
આ બન્ને માર્ગણામાં પ્રથમનાં ૨ ગુણસ્થાનક હોવાથી મૂલકર્મના ૮ - ૮ - ૮ તથા ૭ - ૮ - ૮ એમ બે ભાંગા, જ્ઞાનાવરણીય કર્મનો ૫ - ૫ - ૫ નો એક ભાંગો, દર્શનાવરણીય કર્મના ૯ ના બંધના (૯ - ૪ - ૯ તથા ૯ - ૫ - ૯) બે ભાંગા, વેદનીય કર્મના સાતા-અસાતાના બંધના ૪ ભાંગા, આયુષ્ય કર્મમાં બે જ આયુષ્ય બંધાતાં હોવાથી તિર્યંચગતિના ૯ માંથી પાંચ ભાંગા, ગોત્રકર્મના નીચગોત્રના જ ઉદયવાળા ત્રણ ભાંગા અને અંતરાય કર્મનો ૫ - ૫ - ૫ વાળો ૧ ભાંગો હોય
(૧૨-૧૩) તેઉકાય-વાયુકાય ?
આ બન્ને માર્ગણામાં માત્ર મિથ્યાત્વ ગુણસ્થાનક જ હોય છે. તથા તેઓ મરીને માત્ર તિર્યંચગતિમાં જ જાય છે. અને કેવલ નીચગોત્રનો જ બંધ કરે છે. આ વાત ધ્યાનમાં રાખીને મૂલકર્મના પૂર્વોક્ત ૨ ભાંગા, જ્ઞાનાવરણીયનો ૫ - ૫ - ૫ વાળો ૧ ભાંગો, દર્શનાવરણીયના ૯ ના બંધના ૨, વેદનીયકર્મના સાતા-અસાતાના બંધના ૪, આયુષ્ય કર્મમાં ફક્ત એક તિર્યંચાયુષ્ય જ બંધાતું હોવાથી બંધપૂર્વેનો ૧, બંધકાલનો ૧, અને બંધ પછીના કાલનો ૧, એમ કુલ ૩ ભાંગા, ગોત્રકર્મના “નીચનિચ-નીચ” તથા નીચ-નીચ-ઉચ્ચનીચ આ બે જ ભાંગા હોય છે. પહેલો ભાગો નીચગોત્રની ઉદવલના કર્યા પછી અને બીજો ભાંગો નીચ ગોત્રની ઉવલના કર્યા પહેલાં હોય છે. અંતરાય કર્મનો ૫ - ૫ - ૫ વાળો ૧ ભાંગો સંભવે છે.
(૧૪) વનસ્પતિકાય ?
આ માર્ગણામાં રહેલા જીવો પૃથ્વીકાયાદિની જેમ તિર્યચ-મનુષ્ય એમ બન્ને પ્રકારનું આયુષ્ય બાંધી શકે છે. માટે આયુષ્ય કર્મના પાંચ ભાંગ, ઉચ્ચ અને નીચ એમ બન્ને ગોત્રકર્મ બાંધતા હોવાથી ગોત્રકર્મના ૩ ભાંગા જાણવા. તે જ રીતે બાકીનું બધું પણ પૃથ્વીકાયની જેમ જાણવું.
(૧૫) ત્રસકાય :
આ માર્ગણાના જીવોમાં સર્વે ગુણસ્થાનક હોવાથી, ચારે આયુષ્યના બંધનો સંભવ હોવાથી તથા ઉચ્ચ-નીચ એમ બન્ને ગોત્રના બંધનો તથા ઉદયનો સંભવ હોવાથી મૂલકર્મના સાતે સાત અને છ કર્મોના અનુક્રમે ૨ - ૧૧ - ૮ - ૨૮ - ૭ - ૨ ભાંગા સંભવી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org